SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૬ કર્મપ્રકૃતિ વિશેષાધિક વિશેષાધિક અનુભાગબંધના અધ્યવસાયો યાવતું ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાનના અસંખ્ય કષાયોદયમાંના સર્વાન્તિમ ઉત્કૃષ્ટ કષાયોદય સુધી હોય છે. આ પ્રમાણે સ્થિતિબંધના અધ્યવસાયોમાં અનુભાગબંધના અધ્યવસાયો અનંતરોપનિધા છે. હવે પરંપરોપનિધાએ બતાવે છે. સર્વ જઘન્ય કષાયોદયથી અસંખ્ય લોકાકાશપ્રદેશ પ્રમાણ કષાયોદય ઓળંગી, પછી જે કષાયોદય આવે તેમાં પ્રથમ કષાયોદય કરતાં રસબંધના અધ્યવસાયો બમણાં હોય છે. ત્યાંથી પુનઃ અસંખ્યાત લોકાકા પ્રદેશ પ્રમાણ કષાયોદય પછીના કષાયોદયમાં રસબંધના અધ્યવસાયો દ્વિગુણ હોય છે, એમ સર્વોત્કૃષ્ટ સ્થિતિબંધના કારણભૂત અસંખ્ય કષાયોદયમાંના સર્વાંતિમ ઉત્કૃષ્ટ કષાયોદય સુધી. વારંવાર અસંખ્ય લોકાકાશપ્રદેશ પ્રમાણ સ્થિતિબંધના અધ્યવસાયો ઓળંગી-ઓળંગી પછી પછીના સ્થિતિબંધના અધ્યવસાયમાં એટલે કષાયોદયમાં પૂર્વપર્વની અપેક્ષાએ બમણાં-બમણાં રસબંધના અધ્યવસાયો હોય છે. એમ કુલ દ્વિગુણવૃદ્ધિના સ્થાનો આવલિકાના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ અસંખ્યાતા હોય છે, અને એક દ્વિગુણહાનિના વચમાં રહેલ કષાયોદય તેનાથી અસંખ્યાતગુણ હોય છે. આ પ્રમાણે મતિજ્ઞાનાવરણીય વગેરે ૮૭ અશુભ પ્રવૃતિઓમાં સમજવું અને સાતાવેદનીય વગેરે ૬૯ શુભ પ્રવૃતિઓમાં તેથી વિપરીત હોય છે. તે આ પ્રમાણે-સર્વોત્કૃષ્ટ સ્થિતિબંધના કારણભૂત અસંખ્ય લોકાકાશપ્રદેશ પ્રમાણ કષાયોદયમાંના સર્વોત્કૃષ્ટ પ્રથમ કષાયોદયમાં રસબંધના અધ્યવસાયો અલ્પ છતાં અસંખ્યાત લોકાકાશપ્રદેશ પ્રમાણ હોય છે અને પછી પછીના કષાયોદયમાં અનુભાગબંધના અધ્યવસાયો વિશેષાધિક-વિશેષાધિક યાવતું સર્વ જઘન્ય સ્થિતિબંધના હેતુભૂત અસંખ્ય કષાયોદયમાંનો સર્વ જઘન્ય કષાયોદય આવે ત્યાં સુધી સમજવું. આ અનંતરોપનિધાં છે. પરંપરોપનિધાએ સર્વોત્કૃષ્ટ સ્થિતિબંધના હેતુભૂત સર્વોત્કૃષ્ટ અધ્યવસાયરૂપ કષાયોદયમાં જે સબંધના અધ્યવસાયો છે. તેની અપેક્ષાએ અસંખ્યાત લોકાકાશપ્રદેશ પ્રમાણ કષાયોદય પછીના કષાયોદયમાં દ્વિગુણ, ત્યાંથી પુન: તેટલાં જ કષાયોદય ઓળંગી પછીના કષાયોદયમાં દ્વિગુણ એમ તેટલાં-તેટલાં કષાયોદય ઓળંગી-ઓળંગી પછીના કષાયોદયમાં રસબંધના અધ્યવસાયો દ્વિગુણ-દ્વિગુણ હોય, એમ યાવતુ સર્વ જઘન્ય સ્થિતિબંધના કારણભૂત સર્વ જઘન્ય કષાયોદય આવે ત્યાં સુધી સમજવું. (ભાષાંતરમાં ચિત્ર નંબર ૧૦ જુઓ). એ પ્રમાણે સ્થિતિબંધના અધ્યવસાયોમાં રસબંધના અધ્યવસાયોનો વિચાર કરી હવે સ્થિતિબંધસ્થાનોમાં રસબંધના અધ્યવસાયોનો વિચાર કરે છે. અહીં પણ અનંતરોપનિધા અને પરંપરોપનિધા એમ બે પ્રકારની માર્ગણા છે. આયુષ્ય વિના મતિજ્ઞાનાવરણીય વગેરે ૮૬ પાપપ્રકૃતિઓના જઘન્ય સ્થિતિબંધમાં જે અસંખ્યાત લોકાકાશપ્રદેશ પ્રમાણ અનુભાગબંધના અધ્યવસાયો છે. તેની અપેક્ષાએ સમયાધિક જઘન્ય સ્થિતિબંધમાં વિશેષાધિક, તેનાથી બે સમયાધિક જઘન્ય સ્થિતિબંધમાં વિશેષાધિક, એમ સર્વોત્કૃષ્ટ સ્થિતિસ્થાન સુધી દરેક સ્થિતિસ્થાનમાં રસબંધના અધ્યવસાયો વિશેષાધિક વિશેષાધિક હોય છે. પરંપરોપનિધાએ સર્વ જઘન્ય સ્થિતિબંધસ્થાનમાં જે રસબંધના અધ્યવસાયો છે તેની અપેક્ષાએ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિસ્થાનો ઓળંગી પછીના સ્થિતિસ્થાનમાં બમણાં, ત્યાંથી પુનઃ તેટલાં સ્થિતિસ્થાનો ઓળંગી પછીના સ્થિતિસ્થાનમાં બમણાં, એમ સર્વોત્કૃષ્ટ સ્થિતિબંધસ્થાન સુધી પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિસ્થાનો ઓળંગી-ઓળંગી પછી-પછીના સ્થિતિસ્થાનમાં બમણાં-બમણાં રસબંધના અધ્યવસાયો હોય છે. આયુષ્ય સિવાયની શેષ સતાવેદનીય વગેરે ૬૬ પુન્ય પ્રકતિઓમાં ઉત્કૃષ્ટ સ્થિતિબંધસ્થાનમાં રસબંધના અધ્યવસાયો અલ્પ અને ત્યાંથી જઘન્ય સ્થિતિબંધસ્થાન સુધી સમય-સમય ન્યૂન દરેક સ્થિતિબંધસ્થાનમાં વિશેષાધિક-વિશેષાધિક રસબંધના અધ્યવસાયો હોય છે. અને પરંપરોપનિધાએ પણ ઉત્કૃષ્ટ સ્થિતિબંધસ્થાનથી જઘન્ય સ્થિતિબંધસ્થાન સુધી પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિસ્થાનો ઓળંગી-ઓળંગી પછી-પછીના સ્થિતિસ્થાનમાં રસબંધના અધ્યવસાયો બમણાં-બમણાં હોય છે. અહીં પણ સર્વ દ્વિગુણવૃદ્ધિના સ્થાનો આવલિકાના અસંખ્યાતમાં ભાગમાં રહેલા અસંખ્યાત સમય પ્રમાણ હોય છે, અને તેથી પણ એક દ્વિગુણવૃદ્ધિની વચ્ચે રહેલ સ્થિતિસ્થાનો અસંખ્યાતગુણા છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy