________________
બંધનકરણ - સારસંગ્રહ
૨૨૧ કોઇ પણ સ્થાનની અંદર અનંતભાગ વૃદ્ધ વગેરે જે ૬ પ્રકારના સ્થાનો બતાવેલા છે, તે પોતપોતાના પૂર્વના તરતના સ્થાનની અપેક્ષાએ છે. પરંતુ આખાય ષસ્થાનમાં શરૂઆતના અનંતભાગ વૃદ્ધના કંડકના છેલ્લા સ્થાનની અપેક્ષાએ પછીના કોઇ પણ સ્થાનો અનંતભાગાધિક-સ્પર્ધકવાળા છે જ નહીં. એ જ પ્રમાણે પ્રથમ અસંખ્યાત ભાગ વૃદ્ધસ્થાનથી આરંભી પ્રથમ સંખ્યાતભાગ વૃદ્ધસ્થાનની પહેલાના બધા અસંખ્યાતભાગ વૃદ્ધના સ્થાનો અને પૂર્વ-પૂર્વના સ્થાનની અપેક્ષાએ વચ્ચે વારંવાર કંડક પ્રમાણ જે અનંતભાગ વૃદ્ધસ્થાનો આવે છે તે બધાયે અસંખ્યાત ભાગ વૃદ્ધ જ ગણાય છે. એ જ પ્રમાણે પ્રથમ સંખ્યામભાગ વૃદ્ધસ્થાનોથી ષસ્થાનના અંતિમ સ્થાન સુધી પૂર્વ-પૂર્વના સ્થાનની અપેક્ષાએ એ પ્રકારની વૃદ્ધિવાળા સ્થાનો હોવા છતાં પ્રથમ સંખ્યાતભાગ વૃદ્ધની પહેલાંના અસંખ્યાતભાગ વૃદ્ધસ્થાનોની અપેક્ષાએ કોઇ પણ સ્થાન અનંતભાગ વૃદ્ધ અને અસંખ્યાતભાગ વૃદ્ધ છે જ નહીં, પરંતુ શેષ સંખ્યાત ભાગ વૃદ્ધ વગેરે ૪ પ્રકારના સ્થાનો છે.
છેલ્લા અસંખ્યાતભાગ વૃદ્ધસ્થાનની પછીના પહેલા સંખ્યાતભાગ વૃદ્ધસ્થાનથી આરંભી પ્રથમના સંખ્યાતગુણ વૃદ્ધસ્થાનની પહેલાના જે કંડક પ્રમાણ મૂળ સંખ્યાતભાગ વૃદ્ધસ્થાનો છે તે, અને તેની વચ્ચે આવતા પૂર્વ-પૂર્વના સ્થાનની અપેક્ષાએ અનંતભાગ વૃદ્ધ અને અસંખ્યાતભાગ વૃદ્ધના જે સ્થાનો છે તે બધા સંખ્યાતભાગ વૃદ્ધ નથી પરંતુ એક કંડક પ્રમાણ મુળ સંખ્યાતભાગ વૃદ્ધસ્થાનોમાંના ઉત્કૃષ્ટ સંખ્યાત સુધીના અંતિમ સ્થાનની પહેલાના બધા સ્થાનો સંખ્યાતભાગ વૃદ્ધ ગણાય છે અને ત્યાર પછી ઉત્કૃષ્ટ સંખ્યાતવાર ઉત્કૃષ્ટ સંખ્યા પ્રમાણ મૂળ સંખ્યાતભાગ વૃદ્ધસ્થાનો આવે તેના અંતિમ સ્થાનંની પહેલાના ત્રણ પ્રકારની વૃદ્ધિવાળા સ્થાનો સંખ્યાતભાગ વૃદ્ધિવાળા સ્થાનોની અપેક્ષાએ સંખ્યાતગુણ વૃદ્ધિવાળા ગણાય છે. અને ત્યાર પછીના મૂળ સંખ્યાતભાગ વૃદ્ધના જેટલાં સ્થાનો બાકી છે તે અને સંખ્યાતગુણ વૃદ્ધિવાળા મૂળ કંડક પ્રમાણ સ્થાનો તથા ત્યાર પછીના પ્રથમ અનંતગુણ વૃદ્ધિવાળા સ્થાનની પહેલાં જે કંડક પ્રમાણ અસંખ્યાતગુણ વૃદ્ધિવાળા સ્થાનો છે તે અને તેની વચ્ચે આવતા અનંતભાગ વૃદ્ધાદિક પાંચેય પ્રકારના સ્થાનો અસંખ્યાતગુણ વૃદ્ધિવાળા ગણાય છે અને પ્રથમ અનંતગુણ વૃદ્ધિવાળા સ્થાનથી આરંભી ત્યાર પછીના પૂર્વ પૂર્વના સ્થાનની અપેક્ષાએ જે અનંતભાગ વૃદ્ધ વગેરે છએ પ્રકારના સ્થાનો છે તે બધાએ પ્રથમ અનંતગુણ વૃદ્ધિવાળા સ્થાનની પહેલાંના અસંખ્યાતગુણ વૃદ્ધિવાળા સ્થાનોની અપેક્ષાએ અનંતગુણ વૃદ્ધ જ છે.
અસત્કલ્પનાએ બતાવેલ સ્થાન યંત્ર નંબર ૧૯માં કુલ ૧૫૬૨૪ રસસ્થાનો છે. તેમાં ફકત પ્રથમના ૪ સ્થાનો અનંતભાગ વૃદ્ધ છે અને પ્રથમના ૨ ના અંકથી ૩ જા અંકની પહેલાના કુલ ૨૦ સ્થાનો છે તે બધા અસંખ્યાતભાગ અધિક છે અને તેની અપેક્ષાએ પ્રથમના ૩જા અંકથી પ્રથમના ૪થા અંકની પહેલાંના જે કુલ ૧૦૦ સ્થાનો છે તેમાંના કેટલાક સંખ્યાતભાગ અધિક, કેટલાક સંખ્યાતગુણ અધિક અને છેલ્લા કેટલાક અસંખ્યાતગુણ અધિક સ્પર્ધકોવાળા છે. અહીં કંડકની સંખ્યા ૪ની આપેલ હોવાથી મૂળ સંખ્યાતભાગ વૃદ્ધસ્થાનોમાં જ સંખ્યાતભાગ -સંખ્યાતગુણ અને અસંખ્યાતગુણ વૃદ્ધસ્થાનો કઇ રીતે છે તે બરાબર સમજાવી શકાય તેમ ન હોવાથી પછી કંડકની કોઇ નવી સંખ્યા કલ્પી બરાબર સમજાવીશું.
| મૂળ સંખ્યાતભાગ વૃદ્ધના છેલ્લા કેટલાક સ્થાનોમાં અસંખ્યાતગુણ વૃદ્ધ સ્પર્ધકો છે, તેથી પ્રથમના ૪ના અંકથી બતાવેલ સંખ્યાલગણ વૃદ્ધસ્થાનથી આરંભી પ્રથમના અનંતગણ વૃદ્ધના સ્થાનની (૬અંકની) પહેલાના કુલ ૩૦૦૦ રસસ્થાનો છે તે બધાએ પણ અસંખ્યાતગુણ વૃદ્ધ છે. અને તે અસંખ્યાતગુણ વૃદ્ધસ્થાનોની અપેક્ષાએ ૬ અંક રૂપ પ્રથમ અનંતગુણ વૃદ્ધસ્થાનથી આરંભી ષસ્થાનમાં આવતા છેલ્લા એકડા સુધીના જે ૧૨૫૦૦ સ્થાનો છે તે બધા અનંતગુણ વૃદ્ધ જ છે.
' ત્યાં ઉપર બતાવ્યા મુજબ અનંતભાગ વૃદ્ધના સ્થાનો એક કંડક પ્રમાણ જ છે. ત્યાર પછીના અને પ્રથમના સંખ્યાતભાગ વૃદ્ધસ્થાનથી પહેલાના પૂર્વ-પૂર્વના સ્થાનની અપેક્ષાએ અનંતભાગ અને અસંખ્યાતભાગ વૃદ્ધ હોવા છતાં બધા અસંખ્યાતભાગ વૃદ્ધ જ છે અને તેવા સ્થાનો કંડકવર્ગ અને કંડક પ્રમાણ હોવાથી પૂર્વના સ્થાનોથી : અસંખ્યાતગુણ છે. અને અંસખ્યાતભાગ વૃદ્ધસ્થાનોથી સંખ્યાતભાગ વૃદ્ધસ્થાનો તેમ જ સંખ્યાતગુણ વૃદ્ધસ્થાનો અનુક્રમે સંખ્યાતગુણ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org