SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ કર્મપ્રકૃતિ વર્ગણામાં એક પરમાણુ અધિક કરતાં પ્રથમ ધ્રુવન્ય વર્ગણા થાય છે, તેમાં એક એક પરમાણુ ઉમેરતાં યાવતું સર્વ જીવથી અનંતગુણ પરમાણુ ઉમેરીને ત્યાં સુધીની પ્રથમ ધ્રુવન્ય વર્ગણાઓ છે. જે વર્ગણાઓ ક્યારે પણ જગતમાં હોય જ નહીં પરંતુ પછીની વર્ગણામાં કેટલા પરમાણુઓ અધિક છે. માત્ર એ હકીકત બતાવવા માટે જ જેની વિચારણા કરવામાં આવી હોય તેને ધ્રુવશુન્ય વર્ગણા કહેવાય છે. આગળની પણ ધૃવશુન્ય વર્ગણાઓનો આ જ અર્થ સમજવાનો છે. પ્રથમ ઉત્કૃષ્ટ ધ્રુવશૂન્ય વર્ગણામાં એક પરમાણુ અધિક કરતાં જઘન્ય પ્રત્યેક શરીરી વર્ગણા થાય છે. તેમાં એક એક પરમાણુ અધિક કરતાં જઘન્ય પ્રત્યેક શરીરી વર્ગણામાં રહેલ પરમાણુઓને સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમના અસંખ્યાતમાં ભાગે રહેલ અસંખ્યાત પ્રદેશ પ્રમાણ રાશિથી ગુણાકાર કરવાથી જેટલાં પરમાણુઓ થાય તેટલાં પરમાણુઓ ઉમેરવાથી ઉત્કૃષ્ટ પ્રત્યેક શરીરી વર્ગણા થાય છે. પ્રત્યેક શરીરી જીવોને સત્તામાં રહેલ ઔદારિકાદિ પાંચેય શરીર નામકર્મની વર્ગણાઓમાં સ્વભાવિક પરિણામથી સર્વ જીવ રાશિ થકી અનંતગણ પરમાણુઓથી બનેલ અનંતા સ્કંધો જોડાયેલા હોય છે. તે પ્રત્યેક શરીરી વર્ગણા કહેવાય છે. અને તે વર્ગણાઓ જઘન્ય યોગે પણ અનંતી ગ્રહણ થાય છે. અને જઘન્યથી ઉત્કૃષ્ટ યોગ ક્ષેત્ર પલ્યોપમના અસંખ્યાતમા ભાગમાં રહેલ પ્રદેશોનો ગુણાકાર જેટલો હોય છે. તથા યોગના અનુસાર ગ્રહણ કરાતી દારિકાદિ શરીર નામકર્મની વર્ગણાઓમાં એ વર્ગણાઓના પ્રમાણમાં પ્રત્યેક શરીરી વર્ગણાઓ પણ કુદરતીએ ગ્રહણ થાય છે, માટે તેટલી જ હોય છે. એ જ પ્રમાણે બાદર નિગોદી અને સૂક્ષ્મ નિગોદી વર્ગણાઓની સંખ્યા માટે પણ જાણવું.... ઉત્કૃષ્ટ પ્રત્યેક શરીરી વર્ગણામાં એક પરમાણુ અધિક થતાં દ્વિતીય જઘન્ય ધૃવશૂન્ય વર્ગણા થાય છે. એ પ્રમાણે વારંવાર એક એક પરમાણુ ઉમેરતાં જઘન્ય ધ્રુવન્ય વર્ગણામાં જેટલાં પરમાણુઓ છે તેઓને અસંખ્ય લોકાકાશના અસંખ્ય પ્રદેશો વડે ગુણવાથી જેટલી સંખ્યા થાય તેટલાં પરમાણુઓ વધતાં ઉત્કૃષ્ટ દ્વિતીય ધ્રુવશુન્ય વર્ગણા થાય છે અને તેમાં એક પરમાણુ અધિક થાય ત્યારે જઘન્ય બાદર નિગોદી વર્ગણા થાય છે. એ મુજબ વારંવાર એક એક પરમાણુ અધિક કરતાં જઘન્ય વર્ગણામાં રહેલા પરમાણુઓની સંખ્યાને સૂક્ષ્મ ક્ષેત્રે પલ્યોપમના અસંખ્યાતમાં ભાગમાં રહેલા અસંખ્ય પ્રદેશોએ ગુણવાથી જેટલી સંખ્યા થાય તેટલાં પરમાણુઓ અધિક ઉમેરતાં ઉત્કૃષ્ટ બાદર શરીરી વર્ગણા થાય છે. બાદર નામકર્મના ઉદયવાળા નિગોદના જીવોને સત્તામાં રહેલ ઔદા, તે - અને કાશ્મણ નામકર્મના પુલોમાં સર્વ જીવ રાશિથી અનંતગુણ પરમાણુઓ સ્વભાવિક રીતે જ સંયુક્ત થયેલા હોય છે, તે બાદર નિગોદી વણા કહેવાય છે. કેટલાયેક બાદર નિગોદ આત્માઓને વૈક્રિય તથા આહારક શરીર નામકર્મ પણ સત્તામાં હોય છે. પરંતુ તે બન્નેની પ્રથમથી જ ઉદ્ગલના થાય છે. તેથી તેની વિવક્ષા કરી નથી. બાદર નિગોદ ઉત્કૃષ્ટ વર્ગણામાં એક પરમાણુ અધિક થાય ત્યારે ત્રીજી જઘન્ય ધૃવશુન્ય વર્ગણા થાય છે. એમાં એક એક પરમાણુ અધિક કરતાં જઘન્ય વર્ગણામાં રહેલ પરમાણુઓને અંગુલ માત્ર ક્ષેત્રના પ્રદેશોના એક આવલિકામાં જેટલાં સમયો હોય તેટલાં વર્ગમૂળ કાઢી તેમાંના છેલ્લા વર્ગમૂળના અસંખ્યાતમા ભાગમાં જેટલાં આકાશ પ્રદેશ હોય તેટલી સંખ્યા વડે ગુણાકાર કરવાથી જેટલી સંખ્યા આવે તેટલાં પરમાણુઓ અધિક થાય ત્યારે ઉત્કૃષ્ટ તૃતીય ધવશન્ય વર્ગણા થાય છે. તેમાં એક પરમાણું અધિક થાય ત્યારે સૂક્ષ્મ નિગોદ વર્ગણા થાય છે. એમાં એક એક પરમાણુ અધિક ઉમેરતાં જઘન્ય વર્ગણામાં રહેલ પરમાણુઓને આવલિકાના અસંખ્યાતમાં ભાગમાં રહેલ અસંખ્યાત સમયો વડે ગુણતા જેટલી સંખ્યા થાય તેટલાં પરમાણુઓ અધિક કરવાથી ઉત્કૃષ્ટ સૂક્ષ્મ નિગોદ વર્ગણા થાય છે. અહી ટીકામાં (ગાથા ૨૦મી) સૂક્ષ્મ નિગોદના જીવોને જઘન્ય યોગથી ઉત્કૃષ્ટ યોગ આવલિકાના અસંખ્યાતમા ભાગમાં રહેલ અસંખ્યાત સમયોના ગુણાકાર પ્રમાણ કહેલ છે. પરંતુ યોગના અલ્પબદુત્વમાં સર્વત્ર જઘન્ય યોગથી ઉત્કૃષ્ટ યોગ સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમના અસંખ્યાતમાં ભાગમાં રહેલ અસંખ્ય પ્રદેશ પ્રમાણ ગુણાકારે કહેલ છે. અને યોગને આધીન કર્મપ્રદેશ ભેગા થાય, અને તેને આધીન સૂક્ષ્મ નિગોદ વર્ગણા હોય. છતાં અહી આમ કેમ કહ્યું છે ? તેનું રહસ્ય બહુશ્રતો (તત્ત્વજ્ઞાની) જાણે ! Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy