________________
બંધનકરણ - સારસંગ્રહ
૨૦૭
જગતની અંદર એક એક છુટા પરમાણુઓ જેટલાં હોય તે દરેકને અથવા સમૂહને પરમાણુ વર્ગણા કહેવાય છે. એ જ પ્રમાણે બે પરમાણુની ઢિપ્રદેશી, ત્રણ પરમાણુની ત્રિપ્રદેશી એમ સંખ્યાત પ્રદેશો સુધીની સંખ્યાતી, અસંખ્યાત પ્રદેશો સુધીની અસંખ્યાતી અને અનંત પ્રદેશો સુધીની અનંતી વર્ગણાઓ થાય છે. પરમાણુ વર્ગણામાં બતાવ્યા પ્રમાણે અમુક પ્રદેશોની સંખ્યાવાળા એક એક સ્કંધને અથવા અમુક સરખા પ્રદેશોની સંખ્યાવાળા બધા સ્કંધોના સમૂહને વર્ગણા કહેવાય છે.
છુટા છુટા પરમાણુના સમૂહને પરમાણુ વર્ગણા કહી શકાય. પરંતુ એક એક પરમાણુમાં સમૂહ ન હોવાથી વર્ગણા કેમ કહી શકાય ? તેના જવાબમાં સમજવાનું કે એક એક પરમાણમાં પણ વર્ણ - ગંધ - રસ અને સ્પર્શ વગેરેના અવિભાજ્ય ભાગો અર્થાત્ ભાવ પરમાણુઓ અનેક હોય છે. તેથી તે અપેક્ષાએ તેઓનો સમૂહ હોવાથી પરમાણુને પણ વર્ગણા કહી શકાય અથવા પરમાણુમાં સ્કંધરૂ૫ વર્ગણા થવાની યોગ્યતા હોવાથી તેને વર્ગણા કહેવામાં કોઈ દોષ નથી.
વર્ગણા એ સ્કંધનો એકાર્યવાચી શબ્દ પણ છે. કારણ કે આજ ગ્રંથની ગાથા - ૨૦ની ટીકામાં એક એક વર્ગણાની અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ બતાવેલ છે અને તે એક એક સ્કંધની અપેક્ષાએ જ ઘટી શકે. ત્યાં જો સમાન પ્રદેશોની સંખ્યાવાળા સ્કંધોના સમૂહને વર્ગણા કહેવામાં આવે તો એક એક વર્ગણા સંર્પણ લોકપ્રમાણ અવગાહનાવાળી થાય એમ સમજવું જોઈએ.
અભવ્યથી અનંતગુણ અથવા સિદ્ધના અનંતમા ભાગ પરમાણુના બનેલા સ્કંધો દારિક શરીરને યોગ્ય જઘન્ય ગ્રહણ વર્ગણા બને છે. તેનાથી એક પણ પરમાણુ ઓછો હોય તેવા સ્કંધો ઔદારિકાદિ કોઈ પણ શરીરને યોગ્ય બનતા નથી એટલેકે કામમાં આવતાં નથી. આ ઔદારિક યોગ્ય જઘન્ય ગ્રહણ વર્ગણામાં એક એક પરમાણ ઉમેરતાં અનંતી ઔદારિક યોગ્ય વર્ગણાઓ બને છે. જઘન્ય ગ્રહણ વર્ગણામાં રહેલ પરમાણુઓથી અનંતભાગ અધિક પરમાણુઓ દારિકની ઉત્કૃષ્ટ ગ્રહણ પ્રાયોગ્ય વર્ગણામાં હોય છે. આ પ્રમાણે કાર્મણ સુધીની દરેક જઘન્ય ગ્રહણ વર્ગણામાં રહેલા પરમાણુઓનો અનંતમો ભાગ અધિક કરતાં પોતપોતાની ઉત્કૃષ્ટ ગ્રહણ વર્ગણા થાય છે.
સામાન્યથી જેમ જેમ પરમાણુઓ વધે છે તેમ તેમ તથાસ્વભાવે જ પરિણામ સુક્ષ્મ સૂક્ષ્મ થાય છે. દારિક ગ્રહણ પ્રાયોગ્ય ઉત્કૃષ્ટ વર્ગણાના સ્કંધમાં એક પરમાણુ અધિક હોય તેવા સ્કંધો ઔદારિકાદિ કોઈ પણ શરીરને ઉપયોગમાં આવતા નથી. તેથી અગ્રહણ વર્ગણા કહેવાય છે, કારણ કે પૂર્વ પૂર્વના શરીરો માટે સૂક્ષ્મ અને પછી પછીના શરીરો માટે સ્થૂલ પરિણામ થાય છે. તથાસ્વભાવે જ એક પરમાણુ અધિક કે ઓછો થવાથી યોગ્ય અને અયોગ્ય બની જાય છે. બે પરમાણુ અધિક, ત્રણ પરમાણુ અધિક યાવતુ અંતિમ ગ્રહણ યોગ્ય વર્ગણામાં અભવ્યથી અનંતગુણ અથવા સિદ્ધના અનંતમા ભાગ પ્રમાણ પરમાણુઓ વધે તેવા બધા સ્કંધો અંગ્રહણ યોગ્ય હોય છે. એ જ પ્રમાણે સર્વત્ર અંતિમ ગ્રહણ પ્રાયોગ્ય વર્ગણામાં અભવ્યથી અનંતગુણ અથવા સિદ્ધના અનંતમા ભાગ જેટલાં પરમાણુઓ વધે ત્યાં સુધીની વર્ગણાઓ અગ્રહણ યોગ્ય અને પછી એક પરમાણુ વધે ત્યારે ગ્રહણ યોગ્ય બને છે. એમ ઔદારિક અગ્રહણ, પછી વૈક્રિય ગ્રહણ-અગ્રહણ, આહારક ગ્રહણ-અગ્રહણ, તૈજસ ગ્રહણ-અગ્રહણ, ભાષા ગ્રહણ-અગ્રહણ, શ્વાસોચ્છવાસ ગ્રહણ-અગ્રહણ, મન: ગ્રહણ-અગ્રહણ અને કાશ્મણ ગ્રહણ યોગ્ય વર્ગણાઓ બને છે.
અંતિમ કાર્મણ ગ્રહણ વર્ગણામાં એક પરમાણુ અધિક થાય ત્યારે ધ્રુવાચિત્ત વર્ગણા બને છે. આ પ્રથમ ધુવાચિત્ત વર્ગણામાં સર્વ જીવ-રાશિથી અનંતગુણ પરમાણુઓ વધે ત્યાં સુધીની અનંતી ધ્રુવાચિત્ત વર્ગણાઓ છે. જે વર્ગણાઓ કાયમ માટે જગતમાં હોય જ છતાં તે વર્ગણાઓને જીવ કોઈપણ કાળે ગ્રહણ કરતો જ નથી માટે ધ્રુવાચિત્ત કહેવામાં આવે છે.
| સર્વોત્કૃષ્ટ ધ્રુવાચિત્ત વર્ગણામાં એક પરમાણુ ઉમેરતાં અધુવાચિત્ત જઘન્ય વર્ગણા થાય છે, એમાં એક એક પરમાણુ અધિક કરતાં સર્વ જીવરાશીથી અનંતગુણ પરમાણુ અધિક થાય ત્યાં સુધીની અનંતી અધુવાચિત્ત વર્ગણાઓ બને છે. જે વર્ગણાઓ જગતમાં કાયમ વિદ્યમાન નથી હોતી. પરંતુ કોઈકવાર તેમાંની કેટલીક હોય અને કેટલીક ન પણ હોય તેથી અધ્રુવ, એ પરિણામે રહેલ વર્ગણાઓને જીવ કોઈ પણ કાલે ગ્રહણ કરતો ન હોવાથી અચિત્ત કહેવાય છે. શાસ્ત્રોમાં કેટલાક સ્થાનોએ આ વર્ગણાઓને સાન્તર - નિરંતર વર્ગણા પણ કહેલ છે. સર્વાન્તિમ અધુવાચિત્ત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org