________________
બંધનકરણ - સારસંગ્રહ
૨૦૫ તે સ્પર્ધક કહેવાય છે. હજા એક જીવના પ્રદેશો ઘણા બાકી રહે છે પણ હવે પૂર્વની છેલ્લી વણાના આત્મપ્રદેશોમાં રહેલ વીર્યાવિભાગોથી એક એક વીર્યાવિભાગ અધિકવાળા જીવપ્રદેશો હોતા નથી. એજ પ્રમાણે બે-ત્રણ-ચાર, સંખ્યા કે અસંખ્યાત વિવિભાગ અધિકવાળા પણ જીવપ્રદેશો હોતા નથી. પરંતુ અસંખ્યાત લોકાકાશપ્રદેશ પ્રમાણ અધિક વીયવિભાગવાળા જીવપ્રદેશો હોય છે. તેથી જ અસંખ્યાત લોકાકાશપ્રદેશ પ્રમાણ અંતર છે.
તે પછી પૂર્વની જેમ બીજા સ્પર્ધકની પ્રથમ વર્ગણા અને ત્યારબાદ એક એક વીર્યાવિભાગની વૃદ્ધિવાળા પૂર્વ-પૂર્વથી ઓછા ઓછા જીવપ્રદેશના સમૂહરૂપ બીજી વગેરે, એમ ફરી પણ શ્રેણિના અસંખ્યાતમા ભાગ પ્રમાણ વર્ગણાઓનું બીજુ સ્પર્ધક થાય છે. તે પછી ફરીથી અસંખ્યાત લોકાકાશપ્રદેશ પ્રમાણ અધિક અધિક વીર્યાવિભાગવાળા જીવપ્રદેશો હોય છે, એમ શ્રેણિના અસંખ્યાતમા ભાગમાં રહેલ સ્પર્ધકો થાય ત્યારે તે જીવના બધા પ્રદેશો પૂર્ણ થાય છે.
(૫) (યોગ) સ્થાન પ્રરૂપણા :- તે સ્પર્ધકોના સમૂહનું પ્રથમ જઘન્ય યોગસ્થાન થાય છે. આ રીતે ચડતા ચડતાં વીર્યવાળા જુદા જુદા જીવોની અપેક્ષાએ સૂચિશ્રેણિના અસંખ્યાતમા ભાગમાં રહેલા અસંખ્ય પ્રદેશ પ્રમાણ અસંખ્યાત યોગસ્થાનો હોય છે. વિવક્ષિત કોઈપણ એક સમયે એક જીવના સર્વ આત્મપ્રદેશોનો વીર્ય વ્યાપાર તે યોગસ્થાન કહેવાય છે. અહીં સ્થાવર પ્રાયોગ્ય એક એક યોગસ્થાનમાં અનંતા સ્થાવર જીવો અને ત્રસ પ્રાયોગ્ય એક એક યોગસ્થાનમાં ઉત્કૃષ્ટથી અસંખ્ય જીવો હોય છે. તેથી જીવો અનંત હોવા છતાં યોગસ્થાનો અસંખ્યાત જ હોય છે.
() અનંતરોપ્રનિધા પ્રરૂપણા - પૂર્વ પૂર્વના યોગસ્થાનથી પછી પછીના તરતના જ યોગસ્થાનમાં અંતર વિના કેટલાં સ્પર્ધકો અધિક હોય એમ શોધવું તે અનંતરોપનિધા કહેવાય છે, તથાસ્વભાવે જ ઓછા ઓછા વીર્યવાળા જીવપ્રદેશો વધારે વધારે અને અધિક અધિક વીર્યાવિભાગવાળા જીવપ્રદેશો મશ: ઓછા ઓછા હોય છે, તેથી દરેક જીવના પ્રદેશો સરખા હોવા છતાં પછી પછીના યોગસ્થાનમાં વર્ગણાઓ ઘણી ઘણી થાય છે અને વર્ગણાઓ ઘણી થવાથી અંગુલના અસંખ્યાતમા ભાગમાં રહેલ આકાશપ્રદેશ પ્રમાણ અસંખ્યાત-અસંખ્યાત સ્પર્ધકો વધતાં જાય છે.
(૭) પરંપરોપનિધા પ્રરૂપણા :- કોઈ પણ અમુક યોગસ્થાનના સ્પર્ધકોથી કેટલાં યોગસ્થાનો ગયા પછીના યોગસ્થાનમાં બમણા સ્પર્ધકો થાય એમ પરંપરાએ સ્પર્ધકોનો વિચાર કરવો તે પરંપરોપનિધા કહેવાય છે.
• સર્વ જઘન્ય પ્રથમ યોગસ્થાનથી શ્રેણિના અસંખ્યાતમા ભાગે રહેલ યોગસ્થાનો ઓળંગ્યા પછીના યોગસ્થાનમાં સ્પર્ધકો બમણાં થાય છે, ત્યાંથી પુન: તેટલાં યોગસ્થાનો ઓળંગ્યા પછીના યોગસ્થાનમાં બમણાં અને સર્વ જઘન્ય યોગસ્થાનથી ચારગણા થાય છે. એમ સર્વોત્કૃષ્ટ અંતિમ યોગસ્થાન સુધી પૂર્વ પૂર્વના યોગસ્થાનથી શ્રેણિના અસંખ્યાતમા ભાગ પ્રમાણ યોગસ્થાનો ઓળંગી ઓળંગી પછી પછીના યોગસ્થાનમાં બમણાં બમણાં સ્પર્ધકો હોય છે. સર્વ યોગસ્થાનોના પ્રમાણભૂત શ્રેણિના અસંખ્યાતમાં ભાગથી જેટલાં જેટલાં યોગસ્થાનો ઓળંગી જે જે યોગસ્થાનોમાં બમણાં સ્પર્ધકો થાય છે તે તે યોગસ્થાનોના પ્રમાણભૂત શ્રેણિનો અસંખ્યાતમો ભાગ-અસંખ્યાતગુણ નાનો હોય છે, તેથી એવા દ્વિગુણવૃદ્ધિના સ્થાનો પણ કુલ સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમના અસંખ્યાતમા ભાગે રહેલ સમય પ્રમાણ અસંખ્યાતમાં ભાગ પ્રમાણે અસંખ્યાત છે અને એક એક વૃદ્ધિની વચમાં રહેલ સ્થાનો શ્રેણિના અસંખ્યાતમા ભાગ પ્રમાણ હોવાથી દ્વિગુણવૃદ્ધિના સ્થાનોથી અસંખ્યાતગુણ હોય છે.
(૮) વૃદ્ધિ પ્રરૂપણા :- ક્ષયોપશમ તથા બાહ્ય નિમિત્તોની વિચિત્રતા હોવાથી કોઈ પણ જીવને કાયમ માટે સરખો યોગ રહેતો નથી, પરંતુ અસંખ્યાતભાગ - સંખ્યાતભાગ - સંખ્યાતગુણ અને અસંખ્યાતગુણ એમ ૪ પ્રકારે હાનિવાળો હોય છે. ઉત્કૃષ્ટથી પણ દરેક પ્રદેશમાં વિર્યાવિભાગો અસંખ્યાત જ હોય છે, માટે અનંતગુણ વૃદ્ધિ કે હાનિ સંભવતી નથી. અસંખ્યગુણ વૃદ્ધિવાળા કે હાનિવાળા યોગસ્થાનોમાં જીવ નિરંતર અંતર્મુહુર્ત સુધી અને બાકીની ત્રણ પ્રકારની વૃદ્ધિ કે હાનિવાળા યોગસ્થાનોમાં નિરંતર ઉત્કૃષ્ટથી આવલિકાના અસંખ્યાતમા ભાગ પ્રમાણ કાળ સુધી રહી શકે છે. અને જઘન્યથી ચારે વૃદ્ધિ તથા હાનિઓ એક-બે સમય સુધી હોય છે.
(૯) સમય પ્રરૂપણા :- કેવલ અપર્યાપ્તમાં જ સંભવી શકે તેવા શરૂઆતના અસંખ્ય યોગસ્થાનોમાં જીવ એક સમયથી વધારે રહી શકતો જ નથી. કારણકે અપર્યાપ્ત જીવો દરેક સમયે અસંખ્યગુણ વધતાં યોગવાળા હોય છે. પરંતુ પર્યાપ્તના જઘન્ય યોગસ્થાનથી સર્વ અન્તિમ ઉત્કૃષ્ટ યોગસ્થાન સુધીના યોગસ્થાનોમાં જીવ એક સમયથી વધારે કાળ પણ રહી શકે છે અને તેને અવસ્થાન કાળ કહેવાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org