________________
૧૯૦
કર્મપ્રકૃતિ અને તે આ પ્રમાણે અહીં ધ્રુવપ્રકૃતિઓની જઘન્ય સ્થિતિને બાંધતો શુભ પ્રવૃતિઓનો બંધપ્રાપ્ત અનુભાગ ચાર સ્થાનિક બાંધે છે. અને અશુભ પ્રવૃતિઓનો બે સ્થાનિક બાંધે છે.
અને અજઘન્ય ધ્રુવ પ્રકૃતિઓની સ્થિતિને બાંધતો શુભપ્રકૃતિઓની અને અશુભ પ્રવૃતિઓની યથાયોગ્ય બબ્ધ થાય તો ત્રિસ્થાનિક ગત અનુભાગ બાંધે છે. અને ઉત્કૃષ્ટ ધ્રુવપ્રકૃતિઓની સ્થિતિ બાંધતો શુભ પ્રકૃતિનો બે સ્થાનક બાંધે અને અશુભ પ્રકૃતિઓનો ૪ સ્થાનિક બાંધે. તેથી શુભ પ્રવૃતિઓના રસના ત્રણ પ્રકારના ક્રમની અપેક્ષાએ અશુભ પ્રકૃતિરસ ત્રણ પ્રકારે ક્રમથી વિપરીત કહ્યું.
सबविसुद्धा बंधंति, मज्झिमा संकिलिट्टतरगा च । दुवपगडिजहन्नटिइं, सबविसुद्धा उ बंधंति ॥११॥ तिट्ठाणो अजहण्णं, विट्ठाणे जेट्टगं सुभाण कमा । सट्ठाणे उ जहन्नं, अजहन्नुक्कोसमियरासिं ॥९२॥ सर्वविशुद्धा बघ्नन्ति, मध्यमा संक्लिष्टतरकाश्च । ध्रुवप्रकृति जघन्यस्थिति, सर्व विशुद्धास्तु बघ्नन्ति ॥९१।। त्रिस्थानस्याजघन्यां, द्विस्थानस्य जयेष्ठां शुभानां क्रमात् ।
वस्थाने तु जघन्याम्, अजघन्योत्कृष्टामितरासाम् ।।१२।। ગાથાર્થ :- ટીકાની જેમ.
ટીકાર્થ :- હવે કયા જીવો શુભપ્રકૃતિ આદિનો ચતુઃસ્થાનક ગત રસાદિ બંધકો છે તે કહે છે- જે સર્વ વિશુદ્ધ પ્રાણીઓ તે પરાવર્તમાન શુભપ્રકૃતિઓનો ૪ સ્થાનિક રસને બાંધે છે. જે વળી મધ્યમ પરિણામવાલો તે ત્રિસ્થાનિક રસને બાંધે સંકૂિલખતર પરિણામવાલો બે સ્થાનિક બાંધે અને એ પ્રમાણે જેઓ તદ્યોગ્ય ભૂમિકા અનુસારથી સર્વ શુદ્ધ પરાવર્તમાન અશુભપ્રકૃતિ બાંધે તેઓ તેનો રસ દ્વિસ્થાનિક બાંધે, મધ્યમ પરિણામવાલો ત્રિસ્થાનિક અને સંકિલખતર પરિણામે ચતુઃસ્થાનક રસ બાંધે છે. એ પ્રમાણે અર્થથી સિદ્ધ થાય છે.
જે સર્વ વિશદ્ધ શુભપ્રકૃતિઓનો ચતુઃસ્થાનક રસ બાંધે તે ધ્રુવ પ્રકૃતિઓની જઘન્ય સ્થિતિ બાંધે, “તિદ્રા'' તે ષષ્ઠીના અર્થમાં સપ્તમી છે. પરાવર્તમાન શુભપ્રકૃતિઓનો ત્રિસ્થાનક રસના જે બંધકો છે તે અજઘન્ય મધ્યમ સ્થિતિને બાંધે છે. “વિટ્ટા” તિ શુભપ્રકૃતિઓનો દ્વિસ્થાનક રસના જે બંધકો છે તે ધ્રુવપ્રકતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિને બાંધે છે. તથા ઈતર તે પરાવર્તમાન અશુભપ્રકૃતિઓનો જઘન્ય દ્વિસ્થાનક રસને જે બાંધે તે ધ્રુવપ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિ સ્વસ્થાને એટલે પોતાની વિશુદ્ધ ભૂમિકા અનુસારે બાંધે છે. એ પ્રમાણે અર્થ છે.
ધ્રુવ પ્રકૃતિઓનો અતિજઘન્ય સ્થિતિ બન્ધનો એકાન્ત વિશુદ્ધિમાં જ સંભવ છે. અને ત્યારે પરાવર્તમાન અશુભપ્રકૃતિઓના બંધનો અભાવ છે. અને જે પરાવર્તમાન અશુભપ્રકૃતિઓનો ત્રિસ્થાનિક રસ બાંધે છે તે ધ્રુવપ્રકૃતિઓની અજઘન્ય (મધ્યમ) સ્થિતિને બાંધે છે. તથા જે પરાવર્તમાન અશુભપ્રકૃતિઓનો ચઉ-સ્થાનક રસ બાંધે છે તે ધ્રુવપ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે છે. (યંત્ર નં ૪૪ જુઓ)
थोवा जहनियाए, होति विसेसाहिओदहिसयाई । जीवा विसेसहीणा, उदहिसयपुत्त मो जाव ॥९३॥ स्तोक जघन्यिकायां, भवन्ति विशेषाधिका उदधिशतानि ।
जीवा विशेषहीनाः, उदधिशतपृथक्त्वं यावत् ।।९३॥ ગાથાર્થ :- ટીકાની જેમ.
ટીકાર્થ :- અહીં બે પ્રકારે જીવ પ્રરૂપણા છે. (૧) અનંતરોપનિધા અને પરંપરોપનિધા. ત્યાં અનંતરોપનિધાની પ્રરૂપણા કહે છે, પરાવર્તમાન શુભપ્રકૃતિઓનો ચઉસ્થાનિક રસને બાંધતો છતો ધ્રુવપ્રકૃતિઓની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org