________________
બંધનકરણ
૧૮૭ ૧ સ્થિતિ સમુદાહારઃ- માં પણ ત્રણ અનુયોગ દ્વારો છે. (૧) પ્રગણના, (૨) અનુકષ્ટિ (૩) તીવ્રમંદતા ત્યાં (૧) પ્રગણના :- પ્રરૂપણા કહે છે. ઉત્કૃષ્ટ સ્થિતિના છેલ્લા સમય સુધી જેટલાં સમયો તેટલાં સ્થિતિસ્થાનો જઘન્ય સ્થિતિ સહિત પ્રત્યેક (સ્થાને) થાય છે. એક એક સ્થિતિસ્થાન બંધાતે છતે તે બંધના કારણભૂત જે કષાયિક અધ્યવસાય નાના જુદાજુદા જીવોની અપેક્ષાએ અસંખ્ય લોકાકાશપ્રદેશ પ્રમાણ હોય છે. અહીં બે પ્રકારે પ્રરૂપણા છે. ૧. અનંતરોપનિધા ૨. પરંપરોપનિધા
૧. અનંતોપનિધાની - પ્રરૂપણા કહે છે. “સા રિસેતુ'' આયુષ્ય સિવાય (સાત કર્મોમાં) દૂસ્તાનું જઘન્ય સ્થિતિબંધથી આગળ બીજા વિગેરે સ્થિતિબંધસ્થાનને વિષે વિશેષ વૃદ્ધિ વિશેષાધિક વૃદ્ધ જાણવી. તે આ પ્રમાણે કહે છે. - જ્ઞાનાવરણની જઘન્ય સ્થિતિમાં તેના બંધના કારણભૂત અધ્યવસાય નાના જીવની અપેક્ષાએ અસંખ્યય લોકાકાશપ્રદેશ પ્રમાણ છે. અને તે બીજા (સ્થિતિસ્થાનમાં રહેલ અધ્યવસાયોની) અપેક્ષાએ સર્વથી થોડા છે. તેથી બીજી સ્થિતિમાં વિશેષાધિક છે. તેથી પણ ત્રીજી સ્થિતિમાં વિશેષાધિક, એ પ્રમાણે ત્યાં સુધી કહેવું કે જ્યાં સુધી ઉત્કૃષ્ટ સ્થિતિ થાય. એ પ્રમાણે સર્વ પણ (બીજા-૬) કર્મોને વિષે જાણવું. ““માઝમસંવાઢિ ' આયુષ્યમાં જઘન્યસ્થિતિથી શરૂ કરીને દરેક સ્થિતિબંધમાં અસંખ્યયગુણવૃદ્ધિ કહેવી. તે આ પ્રમાણે કહે છે. - આયુષ્યની જઘન્ય સ્થિતિમાં તેના બંધના કારણભૂત અધ્યવસાય અસંખ્યય લોકાકાશપ્રદેશ પ્રમાણ છે. અને તે બીજાની અપેક્ષાએ સર્વથી અલ્પ છે. તેથી બીજી સ્થિતિમાં અસંખ્ય ગુણ, તેથી પણ ત્રીજી સ્થિતિમાં અસંખ્યયેગુણ, એ પ્રમાણે ત્યાં સુધી કહેવું, જ્યાં સુધી ઉત્કૃષ્ટ સ્થિતિ થાય.
આ બરાબર છે. પણ અહીં એક પણ સ્થિતિમાં જો અધ્યવસાયસ્થાનો અસંખ્યય પરસ્પર વિચિત્ર સ્વીકારીએ તો સ્થિતિનું પણ વિચિત્રપણું પ્રાપ્ત થાય. એ પ્રમાણે નથી, કેમકે વિચિત્ર પણ જુદા જુદા અધ્યવસાયોનું અવિચિત્ર એવી એક સ્થિતિ ઉત્પન્ન કરવાની શક્તિપણું માનવાથી કહેલ દોષનો અભાવ થતો હોવાથી. સ્થિતિની અવિચિત્રતામાં અધ્યવસાયની વિચિત્રતા જ ન થાય. એ પ્રમાણે નથી, કારણકે સ્થિતિના હેતુભૂત (કારણભૂત) અધ્યવસાય વિચિત્રતામાં સ્થિતિની વિચિત્રતાનું નિયામકપણું નથી. (નિર્ણાયક નથી). દેશ-કાળ-રસ વિભાગ વિચિત્રનું ત્યાં નિયામકપણું (નિર્ણાયકપણું) છે. (અર્થાત્ સ્થિતિના કારણભૂત અધ્યવસાયની ભિન્નતામાં સ્થિતિની વિચિત્રતા કારણ નથી. પરંતુ દેશ-કાળ-રસ વિભાગ જ કારણ છે.
અથવા અધ્યવસાયની વૈચિત્રતાના કારણભૂત દેશાદિ વૈચિત્ર્યતાથી એક સ્થિતિમાં પણ વૈચિત્ર્ય છે. અથવા સમય સમય માત્ર દૂર થવાથી. દરેક સમયે અન્યથા– ભિન્ન ભિન્નત્વ સ્વીકારવાથી અસંખ્યય સમયાત્મક એક પણ સ્થિતિની વિચિત્રતા થાય છે. એક પણ વસ્તુનું કથંચિત્ વિચિત્રપણું-અવિચિત્રપણું સ્વીકારવામાં સ્યાદ્વાદનું જ શરણ છે.
અને આ વાત પંચસંગ્રહના પાંચમા દ્વારની ગાથા-પ૮ માં કહ્યું છે કે, “મસંવતોરાવપસન્નયા રીમાિવોસ | દિવસાયા તિ, વિસા મસાલા'' અર્થ:- જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ સ્થિતિના બંધમાં હેતુભૂત
અધ્યવસાયો અસંખ્ય લોકાકાશપ્રદેશ પ્રમાણ છે. કારણ કે તે જઘન્યાદિ સ્થિતિના અસંખ્યાતા વિશેષો છે. આ રીતે વધારે કહેવાથી સર્યું.
पल्लासंखियभागं, गंतुं दुगुणाणि जाव उक्कस्सा । नाणंतराणि अंडगुलमूलच्छेयणमसंखतमो ॥८८॥ पल्योपमासङ्ख्येय भागं गत्वा, द्विगुणानि यावदुत्कृष्टम् ।
नानान्तराण्याङ्गुल - मूलच्छेदनकानामसङ्ख्येयतमः ॥८॥ ગાથાર્થ :- જઘન્યથી ઉત્કૃષ્ટ સ્થિતિ સુધીમાં પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિસ્થાનો વારંવાર વ્યતિક્રાન્ત થતાં દ્વિગુણવૃદ્ધિસ્થાનો આવે. તે દ્વિગુણવૃદ્ધિસ્થાનો અંગુલવર્ગમૂળ છેદનકના અસંખ્યાતમા ભાગ પ્રમાણ : થાય.
ટીકાર્ય :- તે પ્રમાણે અનંતરોપનિધાની પ્રરૂપણા કરી. હવે પરંપરોપનિધાની પ્રરૂપણા કહે છે. આયુષ્ય સિવાયના સાત કર્મની જઘન્ય સ્થિતિમાં જે અધ્યવસાયસ્થાનો છે. તેથી પલ્યોપમના અસંખ્ય ભાગ માત્ર સ્થિતિ જઈને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org