SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ બંધનકરણ ૧૭૯ (૧૪) તેનાથી તેઇન્દ્રિય પર્યાપ્તનો જઘન્ય સ્થિતિબંધ વિશેષાધિક છે. (કારણકે જે પ્રકૃતિ સંબંધી બેઈ૰ પર્યા નો ઉ∞ સ્થિ૰ બંધ ૨૫ સાગરો હોય છે તો તે પ્રકૃતિ સંબંધી પર્યાપ્ત તેઇ નો જધન્ય સ્થિતિબંધ દેશોન (પલ્યોપમ સંધ્યેયભાગ ન્યૂન) ૫૦ સાગરો હોય છે. અને ૨૫ થી ૫૦ એ દ્વિગુણ એટલે સંખ્યયગુણ છે પરંતુ દેશોન ૫૦ તે દ્વિગુણથી અલ્પ છે માટે વિશેષાધિક કહેવાય) (૧૫) તેનાથી તેઇન્દ્રિય અપર્યાપ્તનો જધન્ય સ્થિતિબંધ વિશેષાધિક છે. (કારણકે પર્યાપ્ત તેઇ થી અપ૰ તેઇ ની વિશુદ્ધિ અલ્પ છે, તેથી સ્થિતિબંધમાં વધારો થાય છે.) (૧૬) તેનાથી તેઇન્દ્રિય અપર્યાપ્તનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વિશેષાધિક છે. (કારણકે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ઉત્કૃષ્ટ સંક્લેશથી પ્રાપ્ત થાય છે. અને તે જ૰સ્થિ૰ બંધ કરતાં પલ્યો નો સંખ્યભાગ માત્ર અધિક છે. આ પ્રમાણે આગળ પણ જાણવું) (૧૭) તેનાથી પણ તેઇન્દ્રિય પર્યાપ્તનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વિશેષાધિક છે. (કારણકે અપર્યા તેઇ થી પર્યા તેઇ નો સંક્લેશ અધિક હોય છે. તેથી સ્થિતિ વધારે બાંધે. તેમજ તેઈ ના સર્વ સ્થિતિબંધો પલ્યોપમના સંખ્યાતમા ભાગ જેટલાં સ્થાનોમાં (પલ્યો૰ સંધ્યેયભાગ ન્યૂન ૫૦ આદિથી શરૂ કરીને સંપૂર્ણ ૫૦ આદિ સાગરોપમ સુધીમાં છે. અપર્યા કરતાં પર્યાપ્તના ઉ∞ સ્થિતિબંધમાં પલ્યો, સંધ્યેયભાગનો વધારો છે.) (૧૮) તેનાથી ચઉરિન્દ્રિય પર્યાપ્તનો જઘન્ય સ્થિતિબંધ વિશેષાધિક છે. (કારણકે પર્યાપ્ત તેઇ નો ઉ સ્થિતિબંધ જે પ્રકૃતિને અંગે ૫૦ સાગ જેટલો સંપૂર્ણ છે તે જ પ્રકૃતિને અંગે પર્યાપ્ત ચઉ નો જઘન્ય સ્થિતિબંધ દેશોન (પલ્યો, સંધ્યેયભાગહીન) ૧૦૦ સાગ જેટલો છે. અહીં વિશેષાધિકતા તેઇ ની જેમ જાણવી) (૧૯) તેનાથી પણ ચઉરિન્દ્રિય અપર્યાપ્તનો જઘન્ય સ્થિતિબંધ વિશેષાધિક છે. (કારણકે વિશુદ્ધિ અલ્પ હોવાથી સ્થિતિબંધ અધિક હોય છે.) (૨૦) તેનાથી પણ ચઉરિન્દ્રિય અપર્યાપ્તનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વિશેષાધિક છે. (કારણકે સંક્લેશ અધિક છે તેથી સ્થિતિ વધારે બાંધે. અને તે પથ્થો સં૰ ભાગ જેટલો વધે) (૨૧) તેનાથી પણ ચઉરિન્દ્રિ પર્યાપ્તનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વિશેષાધિક છે. (કારણકે સંક્લેશ અધિક છે, અને તે પલ્યો. અસં૰ ભાગ જેટલો વધુ કારણ કે બંધ સંપૂર્ણ ૧૦૦ સાગ ઇત્યાદિ છે. અને ચઉ ના સર્વે સ્થિતિબંધ પહ્યો ના સંખ્યાતમા ભાગ જેટલા સ્થાનોમાં છે.) (૨૨) તેનાથી અસંશિ પંચેન્દ્રિય પર્યાપ્તનો જધન્ય સ્થિતિબંધ સંખ્યયગુણ છે. (કારણકે ચઉ પર્યા, જીવ જે પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિ સંપૂર્ણ ૧૦૦ સાગ જેટલી બાંધે છે તે પ્રકૃતિની પર્યા અસંજ્ઞિ પંચે દેશોન (પલ્મોનો સંખ્ય ભાગ ન્યૂન) ૧૦૦૦ સાગ જેટલી સ્થિતિ બાંધે છે. અને ૧૦૦થી દેશોન ૧૦૦૦ દશ ગુણા હોવાથી સંખ્યાતગુણ ગણાય છે.) (૨૩) તેનાથી પણ અસંજ્ઞિ પંચેન્દ્રિય અપર્યાપ્તનો જધન્ય સ્થિતિબંધ વિશેષાધિક છે. (કારણકે પર્યાપ્તથી અપર્યાપ્તની વિશુદ્ધિ અલ્પ હોય છે તેથી સ્થિતિ વધારે બાંધે) (૨૪) તેનાથી પણ તે જ અસંશિ પંચેન્દ્રિય અપર્યાપ્તનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વિશેષાધિક છે. (કારણકે અહીં સંક્લેશ અધિક છે. તેથી સ્થિતિ વધારે બંધાય અને તે પલ્યો સં૰ ભાગ જેટલી વધારે બાંધે) (૨૫) તેનાથી પણ તે જ અસંશિ પંચેન્દ્રિય પર્યાપ્તનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વિશેષાધિક છે. (કારણકે અપર્યાપ્તથી પર્યાપ્તનો સંક્લેશ અધિક હોય છે. તેથી પલ્યો સંખ્યેયભાગ જેટલી સ્થિતિ વધારે બંધાય. આ અસંજ્ઞિ પંચે ના સર્વ સ્થિતિબંધ પહ્યો ના સંખ્યાતમા ભાગ જેટલાં સ્થાનોમાં એટલે પલ્યોપમના સંખ્યેયભાગ ન્યૂન ૧૦૦૦ આદિ સાગ૰ થી શરૂ કરીને સંપૂર્ણ ૧૦૦૦ આદિ સાગરોપમ સુધીમાં છે.) (૨૬) તેનાથી સંયતનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સંખ્યેયગુણ છે. (કારણકે જે પ્રકૃતિ પર્યાપ્ત અસંગ્નિ પંચેન્દ્રિયો ૧૦૦૦ સાગરોપ યુક્ત બાંધે છે, તે પ્રકૃતિને પ્રમત્ત મુનિ અંતઃકોડાકોડી સાગરોપમ યુક્ત બાંધે છે. અને ૧૦૦૦ સાગરોપમની અપેક્ષાએ દેશોન કોડાકોડી સાગરોપમ સખ્યાતગુણ છે.) ‘વિરણ - ઇત્યાદિ વિરતે એટલે સંયુતમાં આગળની અપેક્ષાએ અલ્પ સ્થિતિબંધ છે અને ત્યાં જઘન્ય ઉત્કૃષ્ટ વચમાં આવતાં નામના ક્રમથી કહેલા જ છે. તેથી સંયતના ઉત્કૃષ્ટ સ્થિતિબંધથી દેશવવિરતદ્વિક્રમાં એટલે તેના જઘન્ય ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વિષે તથા સમ્યક્ત્વ ચતુષ્ક એટલે અવિરત સમયષ્ટિ પર્યાપ્ત અને અપર્યાપ્તમાં દરેકને જઘન્ય ઉત્કૃષ્ટ સ્થિતિબંધમાં સ્થિતિબંધ સંખ્યાતગુણ કહેવો. તે આ પ્રમાણે કહે છે સંયતના ઉત્કૃષ્ટ સ્થિતિબંધથી (૨૭) દેશવિરતનો જઘન્ય સ્થિતિબંધ સંખ્યાતગુણ છે. (૨૮) તેથી તે જ દેશવિરતનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સંખ્યયગુણ છે. (૨૯) તેથી અવિરતસમ્યગ્દષ્ટિ પર્યાપ્તનો જઘન્ય સ્થિતિબંધ સંખ્યયગુણ છે. (૩૦) તેથી તે જ અવિરતસમ્યગ્દષ્ટિ અપર્યાપ્તનો જધન્ય સ્થિતિબંધ સંખ્યયગુણ છે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy