SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ કર્મપ્રકૃતિ વિષે રિ (- અંતર્મુહૂર્ત જઘન્ય સ્થિતિ છે. અંતર્મુહૂર્ત અબાધાકાલ અને અબાધાકાલ પૂર્ણ થયે કર્મદલિક નિષેક થાય છે. “સાય' રિ- સાતાવેદનીયની જઘન્ય સ્થિતિ ૧૨ મુહુર્ત અને અંતર્મુહૂર્ત અબાધાકાલ અને અબાધાકાલ પૂર્ણ થયે કર્મદલિક નિષેક થાય છે. અને આ જઘન્ય કાષાયિકી સ્થિતિનું જ પરિણામ કહ્યું અન્યથા સાતવેદનીયની જઘન્ય સ્થિતિ બે સમય માત્ર સયોગીકેવલિ આદિમાં પ્રાપ્ત થાય છે એ પ્રમાણે જાણવું. તથા યશકીર્તિ ઉચ્ચગોત્રને વિષે આઠ મુહૂર્ત જઘન્ય સ્થિતિ છે, અને અંતર્મુહૂર્ત અબાધાકાલ છે, અને અબાધાકાલ પૂર્ણ થયે કર્મલિક નિષેક થાય છે. दो मासा अद्धद्धं, संजलणे पुरिस अट्ठ वासाणि । भित्रमुहुत्तमबाहा, सबासि सबहिं हस्से ॥ ७७ ॥ द्वौ मासावर्धा) संज्वलने, पुरुषेऽष्टौ वर्षाणि । મિત્ર (બનઃ) મુહૂર્તમવાથી, સર્વાસામાં સર્વસ્મિન પૂર્વે (નવ) || ૭૭ | ગાથાર્થ - સંજવલન કષાયની બે માસ અને અર્ધ અર્ધ જઘન્ય સ્થિતિ છે. તથા પુરુષવેદની ૮ વર્ષ, પૂર્વે કહેલી અને હજી આગળ કહેવાશે તે સર્વ પ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિબંધમાં અબાધાકાળ અંતર્મુહુર્ત પ્રમાણ જ હોય છે. ટીકાર્થ :- સંજ્વલનનો બે માસ અને અર્ધો અર્થો જઘન્ય સ્થિતિ છે. આ પ્રમાણે કહે છે. - સંજ્વલન ક્રોધની જઘન્ય સ્થિતિ બે માસ છે, સંજ્વલન માનની એક માસ અને સંજ્વલન માયાની અર્ધમાસ છે. તથા પુરુષવેદની આઠ વર્ષ જઘન્ય સ્થિતિ છે. સર્વની પણ અંતર્મુહૂર્ત અબાધાકાલ છે, અબાધાકાલ પૂર્ણ થયે, કર્મદલિક નિષેક થાય છે. જઘન્ય અબાધાકાલ પરિણામ સૂત્રથી પ્રતિપાદન કરતાં કહ્યું છે. “મફત” તિ- સર્વપણ કહેલી અને કહેવાશે તે પ્રકૃતિઓનો સર્વથી જઘન્ય સ્થિતિબંધને વિષે ભિન્નમુહૂર્ત = અંતર્મુહુર્ત અબાધા જાણવી. અને તે પ્રમાણે પહેલા પ્રતિપાદન કર્યું અને આગળ કહેશે. खुड्डागभवो आउसु, उववायाउसु समा दस सहस्सा । उक्कोसा संखेज्जा, गुणहीणमाहारतित्थयरे ॥ ७८ ॥ क्षुल्लकभव आयुषो-रुपपातायुषोः समा दशसहस्त्राणि । उत्कृष्टात् सङ्ख्येय, गुणहीना तीर्थंकराहारकयोः ॥७८ ॥ ગાથાર્થ - મનુષ્પાયુને તિર્યંચાયુની જઘન્ય સ્થિતિ શુલ્લકભવ પ્રમાણ છે. દેવ અને નરકાયુની જઘન્ય સ્થિતિ ૧૦,૦૦૦ વર્ષ પ્રમાણ છે. તથા આહારક અને તીર્થંકર નામકર્મની જઘસ્થિ , સ્વઉત્કૃષ્ટ સ્થિતિથી સંખ્યયગુણ હીન છે. ટીકાર્ય :- હવે આયુષ્ય કર્મની જઘન્યસ્થિતિ પ્રતિપાદન કરતાં કહે છે. તિર્યંચ આયુષ્ય અને મનુષ્ય આયુષ્યની જઘન્ય સ્થિતિ ક્ષુલ્લકભવ છે. તેનું શું માન ? તો કહે છે - ૨૫૬ આવલિકા = ૧ શુલ્લકભવ, ૧ મુહુર્ત બે ઘટિકા પ્રમાણ છે, બે ઘડીમાં ૩૭૭૩ શ્વાસોચ્છવાસ થાય છે. અને ૬૫,૫૩૬ ક્ષુલ્લકભવ થાય છે. તેથી તે ૬૫,૫૩૬ મુહૂર્તગત ક્ષુલ્લકભવ રાશીને મુહર્તગત શ્વાસોચ્છવાસની રાશી વડે ભાગે છતે જે પ્રાપ્ત થાય તે એક શ્વાસોચ્છવાસમાં ક્ષુલ્લકભવનું પ્રમાણ છે. અને તે ૧૭ ભવો છે, તથા તે ભાગાકાર કરતાં જે ૧૮ મા ભવના પણ ૧૩૯૫ અંશ વધે છે. અને તેથી ૧ શ્વાસોચ્છવાસમાં ૧૮મો ક્ષુલ્લકભવ પૂર્ણ કરવામાં ૨૩૭૮ અંશ ઓછા પડે છે. તેથી ૧ શ્વાસોચ્છવાસમાં સાધિક ૧૭ ક્ષુલ્લકભવ થાય છે. એ પ્રમાણે સ્પષ્ટ થાય છે, અને આ ક્ષુલ્લકભવનું ગ્રહણ સર્વ ધરિક શરીરીઓને હોય છે. એ પ્રમાણે શ્રી ભગવતીજીમાં પણ કહ્યું છે. વળી તે આવશ્યક ટીકામાં ક્ષુલ્લકભવનું ગ્રહણ વનસ્પતિને (સૂક્ષ્મ નિગોદ) વિષે જ પ્રાપ્ત થાય છે. એમ કહ્યું છે તે મતાંતર છે એ પ્રમાણે બહુશ્રતો કહે છે. અહીં પણ “સરે હસ્તે’ એ વચનથી અંતર્મુહૂર્ત અબાધાકાળ છે, અને અબાધાકાળ રહિત કર્મલિક નિષેક થાય છે. તથા ઉપપાત આયુષ્યવાળા દેવ-નારકોના આયુષ્યની જઘન્યસ્થિતિ ૧૦,૦૦૦ વર્ષ છે. અંતર્મુહૂ અબાધાકાળ, અને અબાધાકાળ રહિત કર્મદલિક નિષેક થાય છે. તીર્થકર અને આહારકની જઘન્ય સ્થિતિને કહે છે. “વોસ' રિ - આહારકશરીર, આહારક અંગોપાંગ અને તીર્થંકરનામની જે ઉત્કૃષ્ટ સ્થિતિ અંતઃકોડાકોડીસાગરોપમ પ્રમાણ પૂર્વ કહી તે સંખ્યયગુણહીન જઘન્ય સ્થિતિ થાય છે. અને તે પણ અંતઃકોડાકોડીસાગરોપમ પ્રમાણ જ છે. Jain Education Interational For Personal & Private Use Only wwwinbrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy