________________
બંધનકરણ
આયુષ્યને આશ્રયીને કહે છે. “મધુવઠ્ઠISણું છમાસિ0ોતો'- અનપવર્ણનીય આયુષ્યને વિષે દેવ-નારક અને અસંખ્યય વર્ષના આયુષ્યવાલા યુગલિક તિર્યંચ મનુષ્યને વિષે પરભવના આયુષ્યની ઉત્કૃષ્ટ અબાધા ૬ માસ છે. કેમકે ૬ માસ આયુષ્ય બાકી રહે ત્યારે જ તેઓને પરભવના આયુષ્યનું બંધકપણું હોવાથી. કેટલાક તો યુગલીયાને પલ્યોપમનો અસંખ્યયભાગ પ્રમાણ અબાધા ઇચ્છે છે. (કહે છે.) તે પૂજ્ય ચન્દ્રાચાર્ય મહર્ષિએ પંચસંગ્રહ - ૫ માદ્વારની ગાથા ૪૧માં કહ્યું છે. પતિયાલાલમ્બસ ગાધીન વયેત- યુગલીયાને પલ્યોપમના અસંખ્ય ભાગ પ્રમાણ અન્ય આચાર્ય અબાધા કહે છે. બાકીના જીવોને તો પોતાના આયુષ્યનો ત્રીજો ભાગ રૂ૫ અબાધા કહ્યો જ છે, તે પણ નિયત રહેતો નથી, કેમકે પોતાના આયુષ્યની ત્રીજા ભાગની જેમ પોતાના આયુષ્યના ત્રીજા ભાગનો ત્રીજો ભાગ, પોતાના આયુષ્યનો ત્રીજા ભાગના ત્રીજા ભાગના ત્રીજા ભાગમાં પણ પરભવ આયુષ્યનો બંધ સ્વીકારેલો હોવાથી. અર્થાતુ પોતાના આયુષ્યના નવભાગ ૨૭ ભાગ રૂપે પણ અબાધાનો સંભવ છે. એ પ્રમાણે સંપ્રદાયનો મત છે.
भित्रमुहत्तं आवरणविग्ध-दंसणचउक्कलोभंते । बारस सायमुहुत्ता, अट्ट य जसकित्तिउच्चेसु ॥ ७६ ॥ भिन्न (अन्तः) मुहूर्तम् आवरणविघ्न-दर्शनचतुष्कान्तलोभस्य ।
द्वादश सातामुहूर्तः, अष्टौ च यशःकीर्युच्चैर्गोत्रयोः ।। ७६ ।। ગાથાર્થ :- ૫ જ્ઞાનાવરણ, ૪ દર્શનાવરણ, ૫ અંતરાય, અને સંજ્વલન લોભની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત તથા સાતાની ૧૨ મુહુર્ત, યશકીર્તિ અને ઉચ્ચગોત્રની ૮ મુહુર્ત પ્રમાણ જઘન્ય સ્થિતિ છે.
ટીકાર્ય :- તે પ્રમાણે ઉત્કૃષ્ટ સ્થિતિ કહીં, હવે જઘન્ય સ્થિતિને કહેવાની ઇચ્છાવાલા કહે છે. સાવરણને - પાંચ જ્ઞાનાવરણ વિનાઃ = ૫ અંતરાય, ચક્ષુ-અચક્ષુ - અવધિ - કેવલદર્શનાવરણરૂપ - દર્શનાવરણચતુષ્ક, નોમાનો - વિશેષણ પાછળ છે તે આગળ મુકવાથી અન્ત લોભ - સંજ્વલન લોભ સમાહાર દ્વન્દથી એક વચન છે. આ (પ્રકૃતિને)
૧૨૧ આયુકર્મના પુદ્ગલોને દ્રવ્યાયુષ અને દેવાદિગતિમાં સ્થિતિ કાલને કાલાયુષ કહે છે. તેમાં કાલાયુષના અપવર્તનીય અને અનપવર્તનીય એવા બે ભેદ
છે.- ૧. વિષશસ્ત્રાદિ બાહ્ય નિમિત્તથી અને રાગાદિ આંતરનિમિત્તથી જે આયુષ્યની સ્થિતિ ઘટે તે અપવર્તનીય આયુષ્ય કહેવાય છે, અને તેવા નિમિત્તથી જે આયુષ્યની સ્થિતિ ન ઘટે તે અનપર્વનીય આયુષ્ય કહેવાય છે. તેનો હેતુ આયુષ્યના બંધનની શિથિલતા અથવા મજબૂતાઇ છે. બંધન સમયે આયુષ્યનો શિથીલ બંધ કર્યો હોય તો તેનું અપર્વતન થાય છે, અને સખ્ત બંધ કર્યો હોય તો અપર્વતન થતું નથી. તેમાં અનપર્વતનીય આયુષ્યના સોપક્રમ અને નિરુપક્રમ એ બે ભેદ છે. ઉપક્રમ એટલે આયુષ્યને ઘટવાના નિમિત્તો. તે વડે સહિત હોય. અર્થાત્ વિષશસ્ત્રાદિ નિમિત્તો મળવાથી જે આયુષ્ય ન ઘટે પરંતુ આયુષ્ય પૂર્ણ થયું હોય ત્યારે તે નિમિત્તો થી મરણ થયું જણાય, તે સોપક્રમ અનપર્વતનીય. અને મરણ સમયે જેને આયુષ્ય ઘટવાના વિષશસ્ત્રાદિ નિમિત્તા પ્રાપ્ત જ ન થાય તે નિરુપક્રમ અનપર્વતનીય આયુષ્ય કહેવાય છે. અપર્વતનીય આયુષ્ય તો અવશ્ય સોપક્રમ હોય છે. કારણકે જ્યારે જ્યારે અપર્વતનીય આયુષ્ય હોય છે ત્યારે વિષ-શસ્ત્રાદિ નિમિત્તો અવશ્ય પ્રાપ્ત થાય છે. અન્ય કર્મોમાં પણ આ પ્રમાણે સમજવું. (તથા નીચે પ્રશ્ન અને ઉત્તરમાં આપેલ હકીકત અહીં પ્રસ્તુત નથી છતાં ઉપયોગી હોવાથી લીધી છે.) - પ્ર.- જો આયુષ્યનું અપવર્તન (સ્થિતિનું ઘટવું) થાય તો તે આયુષ્ય ફલ આપ્યા સિવાય નાશ પામે. તેથી તેમાં કૃતનાશ દોષોનો પ્રસંગ પ્રાપ્ત થાય, તથા આયુષ્યકર્મ બાકી હોવા છતાં મરણ પામે છે, માટે અકૃત અનિયમિત મરણની અભ્યાગ-પ્રાપ્તિ થવાથી અકૃતાભ્યાગમ ઘેષ પ્રાપ્ત થાય છે. વળી આયુષ્ય છતાં મરણની પ્રાપ્તિ થાય છે. માટે આયુષકર્મની નિષ્ફળતા પણ સિદ્ધ થાય છે.
ઉ. - આયુષ્યકર્મને કૃતનાશ, અકૃતાભ્યાગમ અને નિષ્ફળતા એ ઘેષો ખરી રીતે લાગતા નથી. કારણ કે જ્યારે આત્માને વિષ-શસ્ત્રાદિ ઉપક્રમ લાગે છે. ત્યારે આયુષ્ય કર્મ બધું એક સાથે ઉદયમાં આવે છે અને જલ્દીથી ભોગવાય છે, તેથી બાંધેલા આયુષ્યનો ફલ આપ્યા સિવાય નાશ થતો નથી. વળી સર્વ આયુષ્ય કર્મનો ક્ષય થયા પછી જ મરણ પ્રાપ્ત થાય છે. માટે અમૃત (અનિર્મિત) મરણની પ્રાપ્તિ થતી નથી. તેથી અકૃતાભગમ દોષ પણ નથી. તથા આયુષ્યકર્મનો જલદીથી ઉપભોગ થાય છે. અને બધું આયુષ્ય ભોગવાયા પછી જ મરણ થાય છે. માટે તે નિષ્ફળ પણ નથી. જેમકે ચારે તરફથી મજબૂત બાંધેલી ઘાસની ગંજીને એક તરફથી સળગાવી હોય તો તે અનુક્રમે ધીરે ધીરે બળે છે, પરંતુ તેનો બંધ તોડી નાખી છૂટી કરી નાખી હોય અને ચોમેર પવન વાતો હોય તો ચારે તરફથી સળગે છે અને બળી જાય છે, તેવી રીતે બંધ સમયે શિથીલ બાંધેલું આયુષ્ય ઉપક્રમ લાગતાં બધું એક સાથે ઉદયમાં આવે છે. અને શીધ્ર ભોગવાઇ તેનો ક્ષય થાય છે. તેમાં પપાતિક (દેવો તથા નારકો), અસંખ્ય વર્ષના આયુષ્યવાળા (મનુષ્ય અને તિર્યંચો) ચરમ શરીરી (તજ શરીર દ્વારા મોક્ષને પ્રાપ્ત થનારા) અને ઉત્તમ પુરૂષો (તીર્થકર ચક્રવર્યાદિ) ને અવશ્ય અનપર્વતનીય આયુષ્ય હોય છે. બાકીના જીવોને અપવર્તનીય અને અનપર્વતનીય એ બન્ને પ્રકારનું આયુષ્ય હોય છે. દેવો નારકો તથા અસંખ્ય વર્ષના આયુષ્યવાળા મનુષ્ય અને તિર્યંચો પોતાના આયુષ્યના છ માસ બાકી રહે ત્યારે પરભવાયુષનો બંધ કરે છે. બાકીના નિરુપક્રમવાળા તિર્યંચ અને મનુષ્યો પોતાના આયુષ્યનો ત્રીજો ભાગ બાકી રહે ત્યારે પરભવાયુષ્યનો બંધ કરે છે. અને સોપક્રમ આયુષ્યવાળા પોતાના આયુષ્યનો ત્રીજો, નવમો કે સત્તાવીસમો એમ ત્રિગુણ કરતાં છેવટે અંતર્મુહૂર્ત બાકી રહે ત્યારે પણ પરભવનું આયુષ્ય બાંધે છે. (જુઓ પંડિત ભગવાનદાસભાઇએ લખેલ નવતત્વ વિવેચન પૃ.૩૭.)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org