________________
બંધનકરણ
૧૫૩
તથા અશુભધ્રુવબંધિની જ્ઞાનાવરણ-૫, દર્શનાવરણ-૯, મિથ્યાત્વ, ૧૬ કષાય, જુગુપ્સા, ભય, ઉપઘાત, અશુભવર્ણાદિ-૪, અંતરાય-૫ રૂ૫ ૪૩ પ્રકૃતિઓનો અજઘન્ય અનુભાગબંધ ચાર પ્રકારે તે આ પ્રમાણે કહે છે. - જ્ઞાનાવરણ-૫, અંતરાય-૫, દર્શનાવરણ-૪ = ૧૪ પ્રકૃતિઓનો ક્ષપકને સૂક્ષ્મસં૫રાયના છેલ્લા સમયે થાય છે. સંજ્વલન-૪ નો અનિવૃત્તિ બાદરે ક્ષેપકને પોતપોતાના બંધવિચ્છેદ સમયે થાય છે. નિદ્રા - પ્રચલા - ઉપઘાત - ભય - જુગુપ્તા અપ્રશસ્ત વર્ણ-ગંધ-રસ-સ્પર્શ, એ ૯ પ્રકૃતિઓનો અપૂર્વકરણે ક્ષેપકને યોગ્ય પોતપોતાના બંધના અંત્ય સમયે થાય છે. પ્રત્યાખ્યાનાવરણ-૪નો સંયમની ઇચ્છાવાળો દેશવિરત પોતાના ગુણસ્થાનકના અંત્ય સમયે હોય, કારણકે તે બંધકમાં તેનું અતિવિશુદ્ધપણું છે. અપ્રત્યાખ્યાનાવરણ-૪નો અવિરત સમ્યગુદૃષ્ટિ ક્ષાયિક સમ્યકત્વ અને સંયમ એકી સાથે પ્રાપ્ત કરતાં હોય, કારણકે તે બંધકમાં તેનું અતિવિશુદ્ધપણું છે. થીણદ્વિત્રિક - મિથ્યાત્વ - અનંતાનુબંધિ-૪ =૮ પ્રકૃતિઓનો સમ્યકત્વ અને સંયમ એકી સાથે પામવાની ઇચ્છાવાલો મિથ્યાદૃષ્ટિ અંત્ય સમયે જઘન્ય અનુભાગબંધ પામે છે. અને તે એક સમય માત્ર હોવાથી સાદિ-અધ્રુવ, પછી બીજે સર્વ પણ અજઘન્ય અને તે જ્ઞાનાવરણ-૫, અંતરાય-૫, દર્શનાવરણ-૪નો ઉપશાંતમોહે, નિદ્રા-પ્રચલા, ઉપઘાત, અપ્રશસ્તવણદિ-૪, ભય-જુગુપ્સાનો ઉપશમશ્રેણિમાં અનિવૃત્તિબાદરે, પ્રત્યાખ્યાનાવરણ આદિનો પ્રમત્ત સંયતાદિમાં બંધવિચ્છેદ થવાથી (બંધ) ન હોય ત્યાંથી પડેલાને હોય તેથી સાદિ, તે સ્થાન નહીં પામેલાને અનાદિ, ધ્રુવ-અધવ-અભવ્ય-ભવ્ય અપેક્ષાએ છે. આ જ શુભ અથવા અશુભ ધ્રુવબંધિની પ્રકૃતિઓનો કહેલ બાકીના વિકલ્પો સાદિ-અધ્રુવ છે. તે આ પ્રમાણે કહે છે. - તેજસ આદિ આઠ પ્રકૃતિઓ શુભધ્રુવબંધિનીનો ઉત્કૃષ્ટ-સાદિ-અધ્રુવપણે પહેલાં જ કહ્યો છે. જઘન્ય અજઘન્ય તો સંજ્ઞિ પર્યાપ્ત મિથ્યાદૃષ્ટિને વિષે પર્યાયથી (વારાફરતી) પામે છે. અતિસંક્વિઝમાં જઘન્ય, સુવિશુદ્ધિમાં તો અજઘન્ય એ પ્રમાણે સાદિ-અધ્રુવપણું આ બંને (જઘન્ય-અજધન્ય રસબંધ)નો હોય છે.
અશુભધ્રુવબંધિનીઓનો તો જઘન્ય સાદિ-અધવપણે પહેલા જ કહ્યો છે. ઉત્કૃષ્ટ (અનુભાગબંધ) મિથ્યાદૃષ્ટિ સંક્ષિપર્યાપ્ત, સર્વસંક્લિષ્ટ પરિણામે એક અથવા બે સમય પામે છે. પછી ફરી પણ મંદ પરિણામે અનુત્કૃષ્ટ એ પ્રમાણે આ બંને (ઉત્કૃષ્ટ-અનુત્કૃષ્ટ) પણ સાદિ-અધ્રુવ છે.
અધુવબંધિનીનો તો જઘન્ય-આદિ ચારે પણ અધુવબંધિપણું હોવાથી જ સાદિ-અધ્રુવ છે. સાદિ-અનાદિ પ્રરૂપણા કરી. (યંત્ર નં ૩૨ જુઓ)
ઇતિ સાધાદિ પ્રરૂપણા સમાપ્ત :(-: અથ સ્વામિત્વ પ્રરૂપણા વિષે ઉત્કૃષ્ટ અનુભાગબંધ સ્વામિત્વ પ્રરૂપણા:- )
હવે સ્વામિત્વ પ્રરૂપણા કરાય છે. ત્યાં અશુભપ્રકૃતિઓનો તેના બંધકમાં ચરમ (છેલ્લા) બંધ સમયે વર્તતો અત્યંત વિશુદ્ધ હોવાથી એક સમય જઘન્ય અનુભાગ બાંધે, પોતાના બંધવિચ્છેદથી ઉપર પણ જઇને પડતો અજઘન્યરસ બાંધે છે. શુભપ્રકૃતિઓનો તે છેલ્લા બંધકમાં અત્યન્ત વિશુદ્ધ હોવાથી ઉત્કૃષ્ટ અનુભાગ બાંધે. મન્દપરિણામવાળો તો અનુત્કૃષ્ટ બાંધે છે. તથા સકલ અશુભપ્રકૃતિઓનો ઉઘાત, આતપ, તિર્યંચ અને મનુષ્ય આયુષ્યનો સંશિ મિથ્યાદૃષ્ટિ એક સમય ઉત્કૃષ્ટ અનુભાગ બાંધે છે. તેમાં પણ અશુભ પ્રવૃતિઓને વિષે નરકત્રિક, બેઇન્દ્રિય - તે ઇન્દ્રિય - ચઉરિન્દ્રિય જાતિ, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણનો સંજ્ઞિ મિથ્યાદૃષ્ટિ તિર્યંચ કે મનુષ્ય ઉત્કૃષ્ટ અનુભાગબંધનો સ્વામી થાય. (ઉત્તરપ્રકૃતિઓના જઘન્યાદિ ચાર અનુભાગબંધ વિષે સાદ્યાદિ ભાંગા પ્રદર્શક યંત્ર નં. ૩૨)
ઉત્તરપ્રકૃતિઓના નામ જઘન્ય રસ | અજઘન્ય રસ ઉત્કૃષ્ટ રસ | અનુષ્ટ રસ ભાંગા શુભધ્રુવબંધિ તેજસ - કાર્મણ, શુભવર્ણ, સાદિ-અધ્રુવ | સાદિ-અધ્રુવ | સાદિ-અધુવ | સાદિ અનાદિ ૮૦ અગુરુલઘુ - નિર્માણ =૮ પ્રકૃતિ
ધ્રુવ - અધ્રુવ અશુભધ્રુવબંધિ - જ્ઞાના-૫, દર્શ૦-૯,
સાદિ-અધ્રુવ | સાદિ અનાદિ સાદિ-અધ્રુવ | સાદિ-અધ્રુવ |૪૩૦] મિથ્યા, ૧૬ કષાય, ભય, જુગુપ્સા, ઉપઘાત, અપ્રશસ્તવર્ણાદિ-૪, અંતરાય-૫ =૪૩
ધ્રુવ - અધ્રુવ અધુવબન્ધિ - ૭૩ સાદિ-અધુવ | સાદિ-અધ્રુવ | સાદિ-અધ્રુવ | સાદિ-અધ્રુવ ૫૮૪
૧૦૯૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org