________________
બંધનકરણ
૧૧૩
ટીકાર્થ:- હવે ૯મી વૃદ્ધિસ્થાન પ્રરૂપણા કરાય છે. - અહીં જીવોનો પરિણામ વિશેષથી કર્મ પરમાણુના રસની પૂર્વે કહેલ સ્વરૂપ અનુસાર ૬ પ્રકારે વૃદ્ધિ અથવા હાનિ કરે છે. ત્યાં વૃદ્ધિ અથવા હાનિ કેટલો કાલ રહે છે. તે અવશ્ય નિરૂપણ કરવું જોઇએ. ત્યાં બે વૃદ્ધિ-હાનિ અંતિમ એટલે અનંતગુણવૃદ્ધિ અને અનંતગુણહાનિ રૂપનો સમય અંતર્મુહૂર્ત જાણવો. અંતર્મુહુર્ત કાલ સુધી નિરંતર (પ્રતિસમયે) જીવો પૂર્વ પૂર્વ અનુભાગસ્થાન અપેક્ષાએ અનંતગુણ અધિક અથવા અનંતગુણહીન અનુભાગસ્થાન *બાંધે છે. તથા બાકીના પ્રથમ પાંચ વૃદ્ધિ અથવા હાનિનો આવલિકાનો અસંખ્ય ભાગ માત્ર કાલ જાણવો. નિરંતર પ્રતિસમય અનુભાગ પ્રથમ પાંચ વૃદ્ધિ અથવા હાનિ આવલિકાના અસંખ્યયભાગ માત્ર કાલ જીવ બાંધે છે. એ પ્રમાણે અર્થ છે. અને આ હાનિ વૃદ્ધિ કાલ-પ્રરૂપણા ઉત્કૃષ્ટથી જાણવી જઘન્યથી તો સર્વ પણ એક અથવા બે સમય હોય છે. તે પ્રમાણે જાણવું.
ઇતિ વૃદ્ધિસ્થાન પ્રરૂપણા સમાપ્ત ( - અથ ૧૦મી સમય પ્રરૂપણા - )
चुतराई जावठ्ठग-मेत्तो जावं दुगं ति समयाणं । ठाणाणं उक्कोसो, जहण्णओ सबहिं समओ ॥ ३९ ॥ चतुरादि यावदष्ट-मित्तो यावद् द्विकमिति समयानाम् ।
સ્થાનાનામુન્શી, ગયચતઃ સવેષા સમયઃ || ગાથાર્થ :- ચાર સમયથી આઠ સમય સુધી, ને આઠ સમય સુધીથી બે સમય સુધીના ઉત્કૃષ્ટ અવસ્થાન કાલવાળા અનુભાગસ્થાનો છે, ને સર્વ અનુભાગમસ્થાનો જઘન્યથી તો એક જ સમયની સ્થિતિવાળા છે.
ટીકાર્થ :- હવે અનુભાગબંધસ્થાનને વિષે બંધને આશ્રયીને અવસ્થાને કાલમાન વિચારતાં કહે છે. - ચાર જેની આદિમાં તે ચતુરાદિવૃદ્ધિ અને તે અવસ્થિતિ કાલ નિયમથી સમયોની ત્યાં સુધી જાણવી. જ્યાં સુધી આ ત્યાંથી આગળ ઉપરના સમયોની હાનિ ત્યાં સુધી કહેવી જ્યાં સુધી બે સામયિક આવે અને તે વૃદ્ધિ અથવા હાનિ ચતુરાદિ સ્થાનોની અનુભાગબંધસ્થાનોની ઉત્કૃષ્ટથી છે. જઘન્યથી સર્વ ઠેકાણે એક સમય જાણવો. અહીં આ ભાવના છે. જે અનુભાગબંધસ્થાનો જીવ ફરી ફરી તે જ ચાર સમય સુધી બાંધે તે ચતુઃ સામયિકાનિ, અને તે પ્રથમ અનુભાગસ્થાનથી શરૂ કરીને અસંખ્યયલોકાકાશપ્રદેશ પ્રમાણ હોય છે. તેની ઉપર પંચસામયિક, તે પણ અસંખ્યયલોકાકાશપ્રદેશ પ્રમાણ છે. તેથી ઉપર સ્થાનો ષટ્સામયિક, તે પણ અસંખ્યયલોકાકાશપ્રદેશ પ્રમાણ છે. તેથી ઉપર સખસામયિક, તે પણ અસંખ્યયલોકાકાશપ્રદેશ પ્રમાણ છે. તેથી ઉપર અસામયિક તે પણ અસંખ્ય લોકાકાશપ્રદેશ પ્રમાણ છે. તેથી ઉપર સપ્તસામયિક તે પણ અસંખ્યયલોકાકાશપ્રદેશ પ્રમાણ છે. તેથી ઉપર "સામયિક તે પણ અસંખ્યયલોકાકાશપ્રદેશ પ્રમાણ છે. એ પ્રમાણે ત્યાં સુધી કહેવું જ્યાં સુધી બે સામયિક થાય. (ચિત્ર નં-૮ જુઓ).
ઇતિ ૧૦મી સમય પ્રરૂપણા સમાપ્ત
૯૩ વિવલિત સમયે જીવ જે અનુભાગ અધ્યવસાયસ્થાનમાં વર્તે છે, તેથી બીજે સમયે અનંતગુણાધિક અનુભાગ અધ્યવસાયસ્થાનમાં વર્તે, તેથી ત્રીજે
સમયે પણ અનંતગુણાધિક અધ્યવસાયસ્થાનમાં વર્તે, એ પ્રમાણે અંતર્મુહૂર્ત સુધી નિરન્તરપણે અનંતગુણાધિકરૂપ ચઢતાં ચઢતાં અધ્યવસાય સ્થાનમાં વર્તતો રહે તે અંતર્મુહૂર્વકાળ પ્રમાણની અનંતગુણવૃદ્ધિ જાણવી. તથા અનંતગુણહાનિ પણ એ પ્રમાણે જ સમજવી. (અહીં હાનિ વા વૃદ્ધિ
ષસ્થાનકની પરિપાટીએ સ્પર્ધક અપેક્ષાએ સંભવે છે. પછી બહુશ્રુત કહે છે તે સત્ય) ૯૪ જીવ યદનુરૂપ અનુભાગ અધ્યવસાયમાં વર્તે તદનુરૂપ રસવાળા કર્મપ્રદેશો બાંધે માટે કારણે કાર્યોપચાર અપેક્ષાએ અનુભાગ અધ્યવસાયના સંબંધમાં
વર્તે છે." એ શબ્દને બદલે “બાંધે છે.” એ શબ્દ આપેલો છે. ૫ પ્રથમની પ વૃદ્ધિ આ પ્રમાણે પ્રથમની ૫ હાનિ આ પ્રમાણે છે. ૧ અનંતભાગવૃદ્ધિ
૧ અનંતભાગહાનિ ૨ અસંખ્યયભાગવૃદ્ધિ
૨ અસંખ્ય ભાગહાનિ ૩ સંખ્યયભાગવૃદ્ધિ
૩ સંખ્યયભાગહાનિ ૪ સંખ્યયગુણવૃદ્ધિ
૪ સંખ્યયગુણહાનિ ૫ અસંખ્યયગુણવૃદ્ધિ
૫ અસંખ્ય ગુણહાનિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org