SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ બંધનકરણ જીવ ગ્રહણ સમયે - એટલે યોગ્ય પગલા લેવાના સમયે સર્વ કર્મપ્રદેશોને વિષે એક એક કર્મપરમાણુને વિષે એ પ્રમાણે અર્થ છે. સર્વ જીવથી અનંતગણ અકથિત સ્વરૂપવાળા રસવિભાગોને ઉત્પન્ન કરે છે. અહીં તાત્પર્ય એ છે કે કર્મ પરમાણુઓ પૂર્વે જ્યારે કર્મપ્રાયોગ્ય વર્ગણારૂપે રહેલા હોય છે, તે અવસરે તેવા પ્રકારના રસવાળા નથી હોતા પરંતુ પ્રાય: નીરસ અને એક સ્વરૂપવાળા હોય છે. ગ્રહણ સમયે જ જીવના કાષાયિક અધ્યવસાય વડે તે (પુદ્ગલ પરમાણુઓને) સર્વ જીવથી અનંતગુણ રસવિભાગવાળા કરે છે. અને જ્ઞાનાવરણત્વાદિ વિચિત્ર સ્વભાવવાળા થાય છે. જીવોની અને પુદ્ગલોની શક્તિ અચિંત્ય રહેલી છે. આ વાત અસંગત નથી (અર્થાતુ માનવામાં આવતી નથી) કારણકે શુષ્ક-તૃણ આદિ અત્યંત નીરસ એવા પરમાણઓને ગાય આદિ વડે ગ્રહણ થતા ક્ષીર (દૂધ) આદિરૂપે અને સાત ધાતુરૂપે પરિણમાવે છે. ૯૦ કેટલાકનું માનવું એવું છે કે રસ (કર્મનો રસ) તે પુદ્ગલોનો સ્નેહ વિશેષ છે. તેની વિશેષ પ્રતીતિ આ પ્રમાણે છે. ૧. કર્મરસના વર્ણન પ્રસંગે ઘણે સ્થાને સ્નેહ શબ્દ આવે છે અને સ્નેહસ્પર્ધકના વર્ણન પ્રસંગે ઘણીવાર રસ શબ્દ આવે છે. એ પ્રમાણે પરસ્પર શબ્દ સાધર્યથી અનુમાન થાય છે કે સ્નેહ અને અનુભાગ (કર્મરસ) ને અતિ નિકટનો સંબંધ હોવો જોઇએ, ને તેથી કર્મરસને સ્નેહવિશેષ કહેવાનું કારણ મલે છે. ૨. “કર્મની ચિક્કરાતા તે રસ” એ અર્થ ઘણીવાર આવે છે. ને ચિક્કસતા તે સ્નેહ જ છે, માટે કર્મનો રસ તે સ્નેહ વિશેષ છે. ૩. પ્રકૃત્યાદિ ચાર મોદકના દ્રષ્ટાંતે કહેતાં પરસ્પર સંયોજક ધૃતરૂપ સ્નેહને રસ કહ્યો છે, તેથી પણ સમજાય છે કે મોદકમાં જેમ કણિક સંયોજક ધૃત એ રસ છે. તેમ કર્મમાં કર્માશુ સંયોજક સ્નેહ એ રસ છે. “ગ્રંથ લેખકનું મન્તવ્ય” કર્મ પુદ્ગલોનો સ્નેહ અને અનુભાગરૂપ રસ એ બે એક નથી. પરંતુ ભિન્ન છે. તે ભિન્નતા આ પ્રમાણે છે. કાર્યભેદ :- કર્મસ્કંધોને પરસ્પર જોડવા એ સ્નેહનું કાર્ય છે અને જીવને તદનુરૂપ (જે કર્મનો જે સ્વભાવ છે તે સ્વભાવ રૂપે) તીવ્ર મંદાદિ શુભાશુભ અનુભવ આપવો એ અનુભાગનું કાર્ય છે, એ પ્રમાણે કાર્યભેદે સ્નેહ અને અનુભાગ એ બે ભિન્ન છે. વસ્તૃભેદ :- સ્નેહ એ કર્માણુઓમાં રહેલો નિગ્ધ સ્પર્શ છે. (સર્વ સ્નેહવિભાગો અણુસંયોજક નથી પરંતુ કયગુણાધિકાદિ વિશિષ્ટ પરિણામે પરિણમેલ અવિભાગોજ અણસંયોજક છે.) ને અનુભાગ તે તદનુરૂપ અનુભવની તીવ્ર મંદતા છે. અથવા તદનુરૂપ તીવ્રમંદાદિ અનુભવ છે. એ પ્રમાણે વસ્તુભેદે પણ સ્નેહ અને અનુભાગ એ બે ભિન્ન છે. કારણભેદ - કર્મસ્કંધોમાં સ્નેહનું કારણ સ્નિગ્ધસ્પર્શરૂપ પુદ્ગલ પરિણામ છે. અને અનુભાગની ઉત્પત્તિમાં જીવના કાષાયિક અધ્યવસાય એ જ કારણરૂપ છે. એ પ્રમાણે કારણભેદે પણ સ્નેહ ને અનુભાગ એ બે ભિન્ન છે. જીવથી ભિન્ન પુદ્ગલોના સ્નેહ રૂપનો વિચાર સ્નેહપ્રત્યયમાં થાય છે. જીવે ગ્રહણ કરેલ અને ગ્રહણ કરાતા દારિક આદિ પુદ્ગલોનો પરસ્પર બંધમાં ગ્રહણ કરાતા સમયે જે સ્નેહ ઉત્પન્ન થાય છે, તે નામ પ્રત્યયથી વિચારાય છે. જીવની સાથે જે કર્મવર્ગણા જોડાય છે, તે પુગલોમાં ગ્રહણ વખતે જીવ સાથે જોડાવાના કારણભૂત જે રસ ઉત્પન્ન થાય છે. તેની વિચારણા પ્રયોગપ્રત્યયમાં છે. જીવને જે કર્મ બંધાય છે. તેમાં તે બંધ સમયે કષાયના કારણે જે રસ વિપાક યોગ્ય ઉત્પન્ન થાય છે. તે અનુભાગ પ્રરૂપણામાં આવે છે. પર્યાયભેદ :- સ્નેહ, રસ એ સ્નેહના પર્યાય છે. અને અનુભાગ, રસ, સ્નેહ, અનુભાવ, અનુભવ, તીવ્રમંદતા એ અનુભાગના પર્યાય છે. - પ્રરૂપણા ભેદ - સ્નેહની પ્રરૂપણા સ્નેહપ્રત્યય, નામપ્રત્યય, ને પ્રયોગ પ્રત્યયરૂપે કરેલી છે. અને અનુભાગની પ્રરૂપણા શુભ-અશુભ-ઘાતી-અઘાતી એકસ્થાન, દ્રિસ્થાનાદિરૂપે કરેલી છે, એ પ્રમાણે પણ સ્નેહ ને અનુભાગ એ બે ભિન્ન છે. પૂર્વપક્ષ :- માત્ર સ્નેહ એ જ અનુભાગ છે એમ અમો કહેતા નથી, પરંતુ કાર્મણ વર્ગણાના અણુઓ જે સમયે કર્મપણે પરિણમે છે, તે સમયે તે કાર્પણ અણુના સ્નિગ્ધસ્પર્શમાં અર્થાત્ સ્નેહમાં એક એવા પ્રકારનો નવો સંસ્કાર અથવા નવું સામર્થ્ય ઉપજે છે કે જે સંસ્કાર વા સામર્થ્યથી જીવને તદનુરૂ૫ તીવ્ર મંદદિ અનુભવ પ્રાપ્ત થાય, એ પ્રમાણે કર્મ પરિણામ સમયે જ તથાવિધ સંસ્કારપરિણત જે સ્નેહાવિભાગો (અથવા સ્નેહ) તે જ કર્મનો અનુભાગ રસ સંભવે છે, માટે અનુભાગ તે સ્નેહ વિશેષ છે. ઉત્તર :- તીવ્ર મંદાદિ અનુભવ આપવારૂપ સંસ્કાર પુદ્ગલના સ્નિગ્ધ સ્પર્શમાં ઉત્પન્ન થાય છે, તે કેવી રીતે માની શકાય ? જો કહો કે ઘણે સ્થાને નેહના સંબંધમાં રસ શબ્દ આવે છે, અને રસને પ્રસંગે સ્નેહ શબ્દ આવે છે, એ શબ્દ સાધર્મથી અનુમાન થાય છે કે કર્મના સ્નેહ અને રસને અતિ નિકટનો સંબંધ હોવો જોઇએ, ને તેથી કર્મરસને સ્નેહ વિશેષ કહેવાનું કારણ મળે છે. તો એ સંબંધમાં એટલું જ જાણવું બસ છે કે સ્નેહના વર્ણનમાં જ્યાં જ્યાં રસ શબ્દ આવે, ત્યાં તે રસ શબ્દ સ્નેહનો જ વાચક છે, પરંતુ અનુભાગવાચક નહીં. તથા કર્મરસના સંબંધમાં જ્યાં જ્યાં સ્નેહ શબ્દ આવે, ત્યાં સ્નેહ શબ્દને કર્મરસનો વાચક જાણવો, પરંતુ સ્નિગ્ધસર્ણવાચક નહીં. જો શબ્દના સાધર્મપણાથી જ અનુભાગને સ્નેહ વિશેષ કહેવામાં આવે તો કર્માણગત તિક્ત મધુરાદિ રસને વયમાણ મતાનુસારે કર્મરસ માનવો વધુ ઇષ્ટ થશે. માટે તીવ્ર મંદદિ અનુભવ રૂપ કર્મરસ, ને અણસંયોજક સ્નિગ્ધસ્પર્શરૂપ સ્નેહ, એ બે ને એકરૂપ અથવા આધારાધેય માનવું વાસ્તવિક નથી. પરંતુ જેમ દુગ્ધના પૌષ્ટિક ગુણની જે તીવ્રમંદતા તે સર્વ દુગ્ધને અંગે છે, પણ દુધના નિષ્પ સ્પર્શરૂપ સ્નેહમાં કે મધુરરસમાં પૌષ્ટિક ગુણની તીવ્રમંદતા રહેલી છે એમ કહી શકાય નહીં, તેમ કર્યાનુભવની તીવ્રમંદતા કર્મસ્કંધના સર્વ અાઓને આશ્રિત છે, પરંતુ કર્મસ્કંધના નિગ્ધસ્પર્શ કે તિક્તાદિ રસને આશ્રિત કહેવાય નહીં, માટે કર્માનુભાગને સ્નેહવિશેષ અથવા રસવિશેષ માનવો ઉચિત નથી. પુનઃ અનુકૃષ્ટિ વર્ણન પ્રસંગે કર્માનુભાગને “તીવ્રમંદતા” શબ્દથી જ વર્ણન કરશે, પુનઃ સ્નેહના અવિભાગ, વર્ગણા, સ્પર્ધકાદિ નામ પ્રત્યયાદિરૂપે જૂઘ કહ્યા છે. અને કર્માનુભાગના અવિભાગ, વર્ગના સ્પર્ધકાદિને ઘાતિ, અઘાતિ, એક સ્થાન, દ્રિસ્થાનાદિરૂપે જુઘ કહ્યા છે. તેથી સંભવે છે કે અનુભાગ તે સ્નેહવિશેષ અથવા વક્ષ્યમાન મતાનુસારે તિક્તાદિ ૨સ વિશેષ નહીં. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy