SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મપ્રકૃતિ - અથ ૨જી નામપ્રત્યયસ્પર્ધક પ્રરૂપણા:-) णामप्पओगपच्चयगेसु वि, णेया अणंतगुणणाए । धणिया देसगुणा सिं, जहवजिट्टे सगे कटु ॥ २३ ॥ नामप्रयोगप्रत्ययोरपि, ज्ञेया अनन्तगुणनया । निचिता देशगुणा एषां, जघन्यज्येष्ठे खके कृत्वा ॥ २३ ॥ ગાથાર્થ :- આ સ્નેહપ્રત્યય, નામપ્રત્યય અને પ્રયોગપ્રત્યય સ્પર્ધકને વિષે આપ અપણી જઘન્ય અને ઉત્કૃષ્ટ વર્ગણાને પૃથક પૃથક સ્થાપીને તેને વિષે સંગ્રહિત કરેલા સકલ પુદ્ગલગત સ્નેહવિભાગો અનંતગણ અનંતગુણપણે અનુક્રમે છ એ વર્ગણાઓમાં કહેવાં. ટીકાર્થ:- આ પ્રમાણે સ્નેહપ્રત્યયસ્પર્ધક પ્રરૂપણા કરી, હવે નામપ્રત્યયસ્પર્ધક, પ્રયોગપ્રત્યયસ્પર્ધક પ્રરૂપણા કરવા માટે કહે છે. અહીં નામપ્રત્યયસ્પર્ધક પ્રરૂપણાને વિષે ૬ અનુયોગ દ્વાર છે. (૧) અવિભાગ પ્રરૂપણા, (૨) વર્ગણા પ્રરૂપણા, (૩) સ્પર્ધક પ્રરૂપણા, (૪) અત્તર પ્રરૂપણા, (૫) વર્ગણા પુદ્ગલ નેહાવિભાગ સકલ સમુદાય પ્રરૂપણા અને (૬) સ્થાન પ્રરૂપણા. (૧) અવિભાગ પ્રરૂપણા:- ત્યાં ઔદારિક આદિ પાંચ શરીર પ્રાયોગ્યના પરમાણુનો જે રસ તે કેવલિ બુદ્ધિરૂપ શસ્ત્રથી છેદીએ અને છેદીને નિર્વિભાગ ભાગો કરાય તે અવિભાગ, ગુણપરમાણુ અથવા ભાવપરમાણુ કહેવાય. આ અવિભાગ પ્રરૂપણા કરી. (૨) વર્ગણા પ્રરૂપણા:- ત્યાં એક સ્નેહાવિભાગ યુક્ત પુદ્ગલો શરીર યોગ્ય ન થાય. પંદર બંધન યોગ્ય પણ ન થાય એ સ્નેહાવિભાગ પણ નહીં. સંખેય પણ નહીં, અસંખેય પણ નહીં અનંત પણ નહીં. પરંતુ સર્વજીવથી, અનંતગુણ વડે “અનંતાનંત વડે જ તેઓનો સમુદાય તે પ્રથમ વર્ગણા અને તે જઘન્ય થઇ. (૩) સ્પર્ધક પ્રરૂપણા:- તેથી એક એક અવિભાગ વૃદ્ધિથી નિરન્તર ત્યાં સુધી વર્ગણા કહેવી, જ્યાં સુધી અભવ્યથી અનંતગુણ અને સિદ્ધથી અનંતભાગ જેટલાં થાય છે. તેઓનો સમુદાય તે એક પ્રથમ સ્પર્ધક. તેથી આગળ એકાદિ સ્નેહાવિભાગ અધિક પરમાણુ પ્રાપ્ત નથી. પરંતુ સર્વજીવથી અનંતગુણ વડે અનંતાનંત જ અધિક પ્રાપ્ત થાય છે. તેઓનો સમુદય તે બીજા સ્પર્ધકની પ્રથમ વર્ગ. અને તેના સ્નેહાવિભાગ પ્રથમ સ્પર્ધકની પ્રથમ વર્ગણામાં રહેલ સ્નેહાવિભાગથી દ્વિગુણા (બમણા) હોય છે. તેથી એક એક સ્નેહાવિભાગ વૃદ્ધિથી નિરન્તર વર્ગણાં ત્યાં સુધી કહેવી, જ્યાં સુધી અભવ્યથી અનંતગુણ સિદ્ધથી અનંતભાગ જેટલાં થાય. તેઓના સમુદાય તે બીજું સ્પર્ધક. તેથી એક આદિ સ્નેહાવિભાગ વૃદ્ધિ પરમાણુ પ્રાપ્ત નથી, પરંતુ સર્વ જીવથી અનંતગુણ વડે અનંતાનંત સ્નેહાવિભાગ વૃદ્ધિથી પ્રાપ્ત થાય છે. તેઓનો સમુદાય તે ત્રીજા સ્પર્ધકની પ્રથમ વર્ગણા. તેના સ્નેહવિભાગ પ્રથમ સ્પર્ધક સંબંધી પ્રથમ વર્ગણાથી ત્રણ ગુણા થાય છે. તેથી એક એક સ્નેહાવિભાગ વૃદ્ધિથી પૂર્વે કહી તેટલા પ્રમાણની વર્ગણા કહેવી. તેઓનો સમુદાય તે ત્રીજું સ્પર્ધક. એ પ્રમાણે જે સંખ્યાનું સ્પર્ધક વિચારીએ તેની આદિ વર્ગણામાં પ્રથમ સ્પર્ધકની પ્રથમ વર્ગણામાં રહેલ સ્નેહવિભાગને તે સંખ્યાની ગુણતાં પ્રાપ્ત થાય છે. અને તેવા સ્પર્ધકો અભવ્યથી અનંતગુણ સિદ્ધથી અનંતભાગ જેટલાં પ્રમાણ થાય છે. ૬૭ ઘરિકાદિ ૫ શરીરમાંના કોઇપણ શરીરપણે પરિશમતા નથી. ૬૮ તાત્પર્ય એ છે કે સર્વ જીવથી અનંતગુણ નેહાવિભાગયુક્ત પરમાસુ(સ્વરૂપતઃ પ્રદેશ વ્યપદેશભાક, પરંતુ અંધાતિરિક્ત કેવલ પરમાણુ નહીં.) દેહપશે પરિમવા યોગ્ય છે. અથવા દેહપણે પરિણમતા પુગલસ્કંધોના પ્રત્યેક પ્રદેશમાં જઘન્યથી જઘન્ય પણ સર્વ જીવથી અનંતગુણ નેહાવિભાગો અવશ્ય હોય છે. એ જઘન્ય સ્નેહાવિભાગ યુક્ત જેટલાં પરમાણુઓ છે તે સર્વનો સમુદાય તે પ્રથમ વર્ગણા(આ પ્રરૂપણામાં પરમાણુ અથવા પુદગલ એવા શબ્ધથી સર્વત્ર ત~ાયોગ્ય સ્કંધાતરવર્તિ પ્રદેશ જાણવાં, પરંતુ છટા પરમાણુ અથવા વણકાદિસ્કંધ ન જાણવાં. એ વાત અવિસ્મરણાર્થે પુનઃ કહી છે.) ૬૯ પંચસંગ્રહમાં ઘરિકૌઘરિક બન્ધન યોગ્ય પ્રથમવર્ગના કહી છે. ૭૦ યથા પ્રથમ સ્પર્ધક ગત પ્રથમ વર્ગણામાં ૧૦ સ્નેહાવિભાગ છે. તો પાંચમાં સ્પર્ધકની પ્રથમ વર્ગનામાં ૫૦૦ દસમા સ્પર્ધકની પ્રથમ વર્ગશામાં ૧000, વીસમા સ્પર્ધકની પ્રથમ વર્ગશામાં ૨000, હજારમા સ્પર્ધકની પ્રથમ વર્ગણામાં ૧,૦૦,૦૦૦ ને લાખમા સ્પર્ધકની પ્રથમ વર્ગણામાં ૧,00,00,000 સ્નેહવિભાગ હોય છે. Jain Education International For Personal & Private Use Only www.jalnelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy