SearchBrowseAboutContactDonate
Page Preview
Page 999
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૩૫ મું. અનેકાંતવાદને આશ્રય લેનારા દર્શનકાર. ૨૬૭ અને વિશેષ એ બે વસ્તુના ધર્મ જ કહે છે, અને એજ વાત પાતંજલ યોગ ભાષ્ય બતાવે છે– (૧) સામાન્ય વિષમનોsઈસ્ય (સમાધિ ) (२) यएतेष्वऽभिव्यक्ताऽनऽभिव्यक्तेषु धर्मेष्वानु पाती सामान्य विशेषात्मा सोऽन्वयी घमा (મિતિ પા. સુ. ૧૪) (૨) સામાન્ય વિશેષ સમુદાયોત્ર દ્રવ્યું (વિમ્, સૂ. ઇ ઈ ) આ ઉપર બતાવેલા ભાગના ત્રણે પાઠેનો મતલબ એ જ છે કે-પદાર્થ માત્ર સામાન્ય વિશેષ ઉભય સ્વરૂપના જ છે. અને જૈનોના અનેક ગ્રંથોમાં પણ એજ બતાવેલું છે. (પૃ. ૪૫ થી)- મીમાંસક ઘુરીણ-પાર્થસાર મિશ્ર-શાસ્ત્ર દીપિકા. પૃ. ૩૮૭ માં सर्वेष्वऽपि वस्षु इयमपि गरियमपि गाः अयमपिवृक्षोऽयमपि, इति व्यावृत्ताऽनुवृत्ताकारं प्रत्यक्षं देशकालाऽवस्थांतरे वऽविपर्यस्त मुदीयमानं सर्वमेव तर्काभासं विजित्य ध्याकारं १ वस्तु व्यवस्थापयन् केनाऽन्येन शक्यते बाधितुं नहिततोऽन्यद् बलवत्तर मस्ति प्रमाणं तन्मूलत्वात् सर्वप्रमाणानाम् । આ સૂત્રને તાપર્ય એ છે કે–સંસારમાં જેટલી વસ્તુઓ છે તેટલી બધીએ સામાન્ય વિશેષ ઉભય સ્વરૂપ ને જ ધારણ કરીને રહેલી છે. ગો શબ્દ-આ ગાય, આ ગાય, એમ પોતાની જાતિમાં અનુવૃત્તિ-એકાકારની પ્રતીતિ કરાવે છે. અને વિજાતીય અવાદિકથી વ્યાવૃત્તિ-પૃથક સ્વરૂપનું ભાન પ્રત્યક્ષ થાય છે, તે પછી વસ્તુમાત્રને-અવય વ્યતિરેક અથવા સામાન્ય વિશેષ રુપ સિદ્ધ કરવામાં આ પ્રત્યક્ષ પ્રમાણથી અધિક બલવાનું પ્રમાણ કયું છે? પ્રમાણ તે બધાએ પ્રત્યક્ષને જ આધીન છે, માટે પદાર્થ તે બધાએ સામાન્ય વિશેષ સ્વરૂપના જ હોય છે. આ લેખથી એ પણ સિદ્ધ છે કે-વસ્તુનું સ્વરૂપ એકાંતપણાનું છે જ નહીં પણ અનેકાંતના સ્વરૂપ થી જ રહેલું છે. તેથી નતો કેવલ જાતિમાં કે વ્યકિતમાં રહ્યા વગર ધર્માધર્મીમાં–જાતિ વ્યક્તિમાં એ બન્ને સ્વરૂપથી પ્રગટ પણાથી જ રહેલું છે. આ લેખથી એ પણ સમજવાનું છે કે-જે જે ઠેકાણે અપેક્ષાને વિચાર કર્યા વગર એકાંત પણાને આગ્રહ થએલે છે, તે સિદ્ધ રૂપને કે, સત્ય રૂપને થએલે નથી. પણ પોતાના મતની ખેંચા તાણથી જ થએલો છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005563
Book TitleTattvatrai Mimansa Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorAmarvijay
PublisherJain Sangh Samast
Publication Year1932
Total Pages1174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy