________________
*કા// BEST 4
-
૧૩૪
તત્ત્વત્રયી–મીમાંસા.
ખંડ ૨
સજજને? આપણા હિંદુઓના વેદાદિક શાસ્ત્રમાં આ સુષ્ટિની રચના કરવાવાળા તો ઘણાએ દે થઈ ગએલા મનાયા છે, અને લખાઈ પણ ગયા છે. તે તો તમે એ પણ સાંભળ્યા જ હશે. તેમજ યુગ યુગમાં અવતાર લઈ દુષ્ટોના નાશક અને સજજનેના ઉદ્ધારકતે ખાસ વિષ્ણુ ભગવાન જ થએલા અને થવાના સાંભળીએ છીએ. અને માન્ય એવી ગીતામાં તે વિષ્ણુ ભગવાન પિતે જ તેમ કરવાનો દા કરી રહ્યા છે. પણ આ માર્કંડેય પુરાણું જોતાં તે શક્તિ દેવી જ એ વાતને દાવો કરતી જણાવી છે. તે હવે વિચારવાનું કેન્સજજને ને ઉદ્ધાર કરવા અને દુષ્ટોને નાશ કરવા આ દુનીયામાં વારંવાર દેવી આવતી હશે કે ગીતામાં બતાવેલા વિષ્ણુ ભગવાન્ આ વિષયમાં આપણે હવે ન્યાય કોણ પાસે માગ ? જુવે નીચેને લેખ--
આર્યોના તહેવારોનો ઇતિહાસ-પુ કર૩ માં–
માકડેય પુરાણમાં દેવી મહાભ્યમાં કહેવું છે કે-જગતમાં જ્યારે તામસી અને ફૂર વૃત્તિના લોકો પ્રબળ થઈને-સાત્વિક, ઉદાર અને શાંતચિત્ત લોકોને ત્રાસ આપે છે, ત્યારે તેમના હાથથી સજજનો ને છોડાવીને તેમને ફરીથી . સુખાસન પર બેસાડવા માટે પરમ સમર્થ એવી શક્તિ દેવી વારંવાર આવતાર ગ્રહણ કરે છે. દેવીના આવા અનેક અવતાર થયા છે. તેણે કરેલાં મહાન કૃત્યની સ્તુતિ કરીને ભકતજનોએ જયારે પોતાના અંતઃકરણમાનો પ્રેમ અને આદર પ્રશંસાના શબ્દમાં વ્યકત કર્યો, ત્યારે એક વખતે દેવીએ એવું અભય વચન આપ્યું કે “અહા ભકત ? હું તમારા સરંક્ષણ માટે સદૈવ તત્પર રહીશ. સંકટ સમએ અનન્ય ભાવથી મારે શરણ આવશે કે તરત હું પ્રગટ થઈને (પૃ. ૪ર૪ થી ) તમને દુઃખ મુકત કરીશ. હું તમારા ઉપર હમેશાં પ્રસન્ન રહું માટે દરેક આશ્વિન શુકલ પ્રતિપદાથી, નવ દિવસ ઘટ પૂજા, હોમ હવન વગેરે વિધિઓથી મારું પૂજન કરે છે. મારા ઊપર અચલ નિષ્ઠા રાખીને સંકટ સમયે જે મારી કરૂણ માગશે તેમના કલ્યાણ માટે હું સદૈવ તત્પર રહીશ.” આ ઉપરથી નવરાત્રે પાલવાને રિવાજ પ્રચલિત થશે.”
આ વિષયમાં જરા વિચાર કરી જોઈએ–દેવીએ કહ્યું કે “અહે ભકત? હું તમારા ઉપર પ્રસન્ન રહે માટે આધિન પ્રતિપદાથી નવ દિવસ ઘટ પૂજા, હોમ, હવન વગેરેથી મારું પૂજન કરે છે.” તે - આ વાત માર્કડ ઋષિને દેવીએ કહેલી કે વ્યાસ ત્રાષિને? કેમકે અઢારે પુરાણના કર્તા વ્યાસ જણાવ્યા છે. આ નવરાત્રના સંબંધે ભવિષ્ય પુરાણું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org