________________
પ્રકરણ ૩૨ મું. વેદિકોમાં સમુદ્ર મંથનથી ૧૪ રત્ન, ૧૩૩
આ ચક્રવર્તીના ૧૪ રનેમાં ઉદ્ભવતા મારા વિચાર–
વૈદિકએ વાસુદેવના સંબંધે-જેનોના ઈતિહાસને ગ્રહણ કરી, ઉવા છતા લેખ લખ્યા છે. તે મારા પૂર્વના લેખથી આપ સજજને જોઈ શકશે અને સત્યા સત્યને વિચાર પણ કરી શકશે એવી મને ખાતરી છે. પરંતુ ચક્રવતીઓ પણ ૧૨ થયા છે. તેમના સંબંધે કઈ ખાસ લેખ લખાએલે પુરાણમાં જનાતે નથી, ખાસ શ્રી કષભદેવના પુત્ર ભરત પહેલા ચક્રવતી થયા છે તેમને જડભરતના નામથી જાહેર કર્યા છે. બીજા સાઠ હજાર પુત્રના પિતા સગર ચક્રવતીને એક રાજા તરીકે પ્રસિદ્ધિમાં મુક્યા છે. ઉપર બતાવેલાં ૧૪ રને ચક્રવતીના પુણ્ય બલથી તે તે સમયમાં ઉત્પન્ન થએલાં તેમને આવીને મલે છે. જેમકે અકબરનાં ગણાતાં નવ રત્ન, વિકટેરીયાના પુણ્ય યોગથી ભરૂચ આદિના પુલના બાંધવાવાળા કારીગરે, પથ્થરના કેઈલા, ઘાસલેટના કુવા આદિ મલી આવ્યું તેમ ૧૪ રત્ન મલ્યા પછીથી જ તે ચકવતી બને છે.
પરંતુ વૈદિકેએ ચક્રવત આનાં કાર્યક્રમ ઉડાવી દઈને તેમના સંબંધવાળાં ૧૪ રત્નોની સંખ્યા ને ગ્રહણકરી, તેના નામાદિકમાં ફેરફાર કરી, સમુદ્રના મંથનથી ઉત્પન્ન થએલાં લખીને બતાવ્યાં, પરંતુ લક્ષમી, ધનંતરી, ગાય, હાથી, દેવાંગના અને ઘડે સમુદ્રના મંથનથી કેવી રીતે ઉત્પન્ન થઈ ગયાં? અને મેરૂ પર્વતના જપાટા લાગતાં જીવતાં જાગતાં બહાર કેવી રીતે આવ્યાં? વિષ્ણુએ આ ચાલતા ચાર યુગના દશ અવતાર ધારણ કર્યા, તેમાં ક૭૫ બીજે છે, તે સમુદ્રના તલીએ જઈ બેઠા પછી આ ૧૪ રત્નો બહાર કાઢયાં અને ચંદ્રમાં પણ તે વખતે બહાર આવ્યું તેના પહેલાં અનેક યુગો વહી ગયા તેમાં શું અંધારૂ જ હતું? ૨૪ અવતારમાં ચઉદ અવતાર ધવંતરિને છે. તે ક્યા અને આ ૧૪ રનેમાના ક્યા?
સીતાના સ્વયંવર મંડપમાં ૭ મા અવતાર રામચંદ્ર ધનુષના ટુકડા કર્યા, ૬ ઠા-અવતાર પરશુરામે મેટી ઝકકો ઝકકી કરી તે પોતે પોતાના સ્વરૂપને કેવી રીતે ભૂલી ગયા? સમુદ્રના મંથન પછી જે રત્ન ધનુષ રૂપે બહાર આવ્યું તે ધjષ કે કઈ બીજું?
શ્રી કૃષ્ણજીની પાસે–લમી, મણિ, ધનુષ્ય શંખ એ વસ્તુઓ હતી તે સમુદ્રના મંથન પછી બહાર કાઢેલી હતી તે કે કેઈ બીજી ?
આ બધા મારા લેખને વિચાર કરી સત્યનિષ્ઠાથી યથાર્થ રૂપે જે સત્ય લાગે તે બહાર પાડવાની ભલામણ કરું છું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org