________________
૩૨૦ તવત્રયી–મીમાંસા.
' ખંડ ૧ પ્રોજનજ શું રહે? જે સર્વના કર્તા, સર્વ શકિતમાન, જેની ઈચ્છા પર આખા વિશ્વની સૃષ્ટિ અને નાશને આધારે છે તે શું મનુષ્ય દેહ ધારણ કર્યા સિવાય માત્ર પોતાની ઈચ્છા દ્વારા કેઈ અસુર અથવા માણસને સંહાર કરવા અથવા કાંઈ બીજું કામ તેમને ધાર્યું હોય તે સંપાદન કરવા શકિતમાનું ન હતા? કારણ જે એ દૈવી શકિતવડે તે સઘળાં કામ કરી શકે તે પૂછી તેમને માણસનું શરીર ધારણ કરવાની અગત્ય રહે નહિ અને જ્યારે પિતાની મરજીથીજ તેઓ માણસ દેહ ધારણ કરે તે પછી દેવી શકિત મારફત પ્રયોગ કરવા એ તેમને ઉદ્દેશ હાઈ શકે જ નહિ. માટે એ દેહ ધારણ કરવાનું પ્રયોજન શું? એવું કયું કામ છે કે જે જગદીશ્વર જે મનુષ્ય દેહ ધારણ ન કરે તે તેનાથી થઈ શકે નહિ, પારપડે નહી?”
બાબજીના ઉપરના વિચાર–“સંમાનિ સુજે ” વાળા જે ગીતાને કલેક છે તે અાગ્યેજ કરાવે છે. ઈચ્છા પ્રમાણે કાર્ય કરવા વાળા ઈશ્વરને યુગ યુગમાં જન્મની મહાવિટંબનામાં પાડવાની શી જરૂર? ઘેર બેઠાં કાર્ય કરનારને ટાંગડાતેડની મુસાફરી શા માટે?
(૪) જગદીશ્વર માણસજ ન થાય તે પછી મસ્યાદિક કયાંથી? કૃષ્ણ ચરિત્ર પ્રકરણ. ૧૨ મું. પૃ. ૫૬ માં
“જગદીશ્વર માણસનું રૂપ લે એ વાત સંભવિત છે ખરી?” વળી પ્રકરણ ૧૩ માના પૃ. ૬૩ માં બાબજી લખે છે કે “ રહજ બુદ્ધિવાળે માણસ પણ સમજી શકે કે-મત્સ્ય, કૂર્મ, વરાહ વગેરે વાર્તા જેવી કથાઓના વિષયભૂત પશુગણને ઈશ્વરાવાતાર જોડે કાંઈ દવે દાવીજ નથી”
(૫) કૃષ્ણની બાબતમાં બીનકુદરતી, નવરા બ્રાહ્મણે લખ્યું.
પ્ર. ૧૩ મું. પૃ. ૬૩ માંજ-“કૃષ્ણનું જે મૂલ વૃત્તાંત છે. તેમાં કઈ રીતના બિન કુદરતી બનાવ નથી. મહાભારત અને બધા પુરાણમાં હાલના નવરા બ્રાહ્મણોએ ઘણી નિરર્થક વાતે રચી ભરી દીધેલી છે.”
અમારા વિચાર પ્રમાણે વિષ્ણુના ૨૪ અને ૧૦ અવતારેની કલ્પના જૈન બૌદ્ધના અનુકરણ રૂપે-મસ્ય, કૂર્મ અને વરાહ જેવા પશુ ગણને જે ભગવાન ઠરાવ્યા તે પણ નવરા બ્રાહ્મણોએ ઈશ્વરની ફજેતી કરેલી જણાય છે કે કાંઈ સત્યરૂપનું લખેલું છે?
જુવે અમારે સંપૂર્ણ લેખ અને તટસ્થ રૂપે કરે સત્યાસત્યને વિચાર વધારે શું લખું !
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org