________________
પ્રકરણ ૩૮ મું. વૈદિકે જારિમરણ. યજ્ઞકુંડને સમુદ્ર. ૩૦૫
જૂનામાં જૂનું વાયુ. પુ.-અવતારે, સાત સમુદ્રો, ફૂમ પુ. માંસંસ્કૃત સા. પૃ. ૩૮૦ થી–
જગતની ઉત્પત્તિ શિવાય-પૃથ્વી વિષેનાં પુરાણું વર્ણને, પ્રાચીન દેવતાઓ, સાધુઓ અને લડવઈઆઓનાં પરાક્રમ, વિષ્ણુના અવતાર વિષેના વૃત્તાંતે, સૂર્યવંશ તથા ચંદ્ર વંશના રાજાઓની નામાવલીઓ અને વિષ્ણુ અથવા શિવનાં સહસ્ત્ર નામની ટીપ, એ સઘળુ પુરાણમાં આપવામાં આવ્યું હોય છે. વળી પ્રાર્થના, ઉપવાસ, નૈવેદ્ય ઉત્સવ, યાત્રા, આદિ સાધવડે દેવતાઓની પૂજા કરવાના નિયમે પણ એ ગ્રંથમાં આપેલા હોય છે.
વાયુપુરાણ જે એક જુનામાં જુનું પુરાણ છે, તેને અમુક ભાગ મહાભારતની સાથે મળી આવે છે, પણ હરિવંશની સાથે એ પુરાણને સંબધ એના કરતાં પણ વધારે છે અને જગની ઉત્પત્તિનું વર્ણન જ્યાં આગળ આપવામાં આવ્યું છે ત્યાં આગળ તે હરિવંશના અને એના શબ્દે શબ્દ તેના તેજ જોવામાં આવે છે.
મસ્યપુરાણ પણ મહાભારત અને હરિવંશની સાથે ઘણું ગાઢા સંબધથી જોડાએલું છે. મનુ અને મત્સ્યની વાર્તાથી એ પુરાણની શરૂઆત થાય છે.
કૂર્મપુરાણમાં વિષ્ણુના જુદા જુદા અવતાર જેમાં એક ફર્માવતાર પણ છે, તેની હકીકત આપવામાં આવી છે અને દેવતાઓ તથા રાજાઓની વંશાવળી અને બીજી પણ કેટલીક હકીકતે આપવામાં આવી છે. તે ઉપરાન્ત મહાભારત અન્ય પુરાણોના સૃષ્ટિ વિષયક વિચારને અનુકૂળ રહીને સૃષ્ટિને સવિસ્તર હેવાલ પણ આપવામાં આવ્યો છે, એ પુરાણમાં જુદા જુદા સમુદ્રવડે એક બીજાથી છુટા પડેલા અને જેનું મધ્ય બિન્દુ એકજ છે એવી સાત ટાપુઓની દુનીયા બનેલી છે, એવું વર્ણન આપવામાં આવ્યું છે. એમાંને મુખ્ય ટાપુ જેની મધ્યમાં મેર પર્વત આવેલો છે તે જંબુઢાપ છે અને ભારતવર્ષ “ભારતલેકેને દેશ” અથવા હિંદુસ્થાન એ એને મુખ્ય વિભાગ છે.
ઈતિ વૈદિક યજ્ઞકુંડને સમુદ્ર, અવતારે ને સમુદ્રોનું સ્વરૂપ.
(૧) વૈદિકમતે ઘરણું વરાહને સંવાદ
કદ પુ. બીજે વૈષ્ણવ ખંડ, લેક ૧૦૫ ને અધ્યાય પહેલે પત્ર ૧ થી ચાર સુધી, પૃથ્વી વરાહને સંવાદ તેમાંને કિંચિત્ સાર.
39.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org