________________
'
ખડ ૧
3०४
તત્ત્વનયી મીમાંસા. જેનોમાં જાતિ મરણ છે. વૈદિકમાં કયા જ્ઞાનને ભેદ? જાતિ મરણવાળા શગાલ અને વાનર. &દ. પુ. બ્રહ્મખંડ અધ્યાય. ૩૪ મે. પત્ર ૬૧ થી
એક જંગલમાં-શગાલ અને વાનર એ બેને જાતિ મરણ જ્ઞાન થઈ જતાં આપસ આપસમાં પૂછવા લાગ્યાં કે-વાનર પૂછે છે કે હે શગાલ ! તું દુર્ગધ વસ્તુનું ભક્ષણ કરવાવાળે કેમ થયે? શગાલે જવાબ વાળ્યો કે-મેં બ્રાહ્મણને એક આઢક ધાન્ય આપવાનું કહી ને આપ્યું નહિ તેથી હું છૂગલ ( શિયાલી) . શગાલે પૂછયું કે ભાઈ ! તું વાનર કેમ થયે? મેં પૂર્વ ભવમાં બ્રાહ્મણોનું શાક ચોર્યું હતું. તેથી હું વાનર થયો. પછી તે બને ત્રાષિના કહેવાથી ધેનુ કોટિ તીર્થના સ્નાનથી પાપ મુકત થયાં. અને વિમાનમાં બેસી સ્વર્ગમાં ચાલ્યાં ગયાં.
આમાં વિચારવાનું કે-જાતિ સ્મરણ વૈદિક મતમાં કયા જ્ઞાનને ભેદ મનાય છે? અમારા વિચાર પ્રમાણે જેનોથી ઉછીતે લીધેલ હોય ! બીજી વાત પાણીના સ્નાન માત્રથી પાપ મુક્તિ અને વિમાનમાં બેસી સ્વર્ગે ગયા ! શરીર છેને કે તેના તે શરીરથી? વળી વિમાન લઈને કોણ આવ્યું ? મેટા મોટા પુણ્યાત્માએ ઘણાએ થઈ ગયા પણ વિમાનમાં બેસી કે સ્વર્ગે ગયા જણાતા નથી, તેમ પુરાણકાર સિવાય કેઈએ લેખીને પણ બતાવ્યા હોય એમ પણ જ. ણાતું નથી. ખુદ પુરાણકારોનેજ લેવા કોઇ વિમાન લઈને આવેલું જણાતું નથી. કઢિપત કથા પણ કાંઇ ગ્યતાવાળી હોવી જોઈએ.
ઇતિ જેનોમાં જાતિ સ્મરણ છે, વૈદિકમાં ક્યા જ્ઞાનને ભેદ. તેને વિચાર.
જ્યાં ત્યાં યજ્ઞના નામે વિશુ તે પ્રાયે દેડતા ખરા? સ્કંદ પુ. બ્રહ્મખંડ અધ્યાય ૩૭ મે. પત્ર ૬૮ થી
“કુલ્લ ગામમાં મુદ્દગલ મુનિએ યજ્ઞ કરવા માંડયા. ત્યાં મહાવિષ્ણુ પધાર્યા વિશ્વકર્મા દ્વારા મુગલના આશ્રમમાં કુંડ દા . ગાયને દૂધની ધારા કરવાની આજ્ઞા કરી. તેથી કુંડ પુરાઈ ગયે. ક્ષીર સાગર નામ આપી ભગવાન અંતર્ધાન થઈ ગયા.”
આ મુદ્દગલ મુનિના પ્રસંગથી યજ્ઞના કુંડનો ક્ષીર સાગર બને તે કાયમ રહેલું હશે કે વિપણું ભગવાન પાછો ઉઠાવીને લઈ ગયા હશે? પૌરાણિકે ખુલાશે કરીને આપે તે ખરે?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org