________________
તત્ત્વત્રથી–મીમાંસા.
- ખંડ ૧ “મેરૂ પર્વત ઉપર હજાર જજન પિપલાના ઝાડ નીચે, એક ભવ્ય મકાનમાં વસિષ્ટ, અત્ર, માર્કંડેય આદિ ઋષિએથી અને ઈદ્ર લેક પાસાદિકથી સેવિત વરાહ ભગવાન પાસે–પૃથ્વી આવી, જેના સ્તન મેરૂપર્વત જેટલા છે, તેની ઇલા પિંગલા બે સખિઓએ વરાહ ભગવાનને વધાવ્યા, ભગવાને પૃથ્વીનું આલિંગના કરી કુશલતા પુછી, પછી કહેવા લાગ્યા કે હે દેવિ ? મેં શેષનાગના માથા ઉપર સ્થાપીને તારા ઉપર લેક સ્થા, તારી સાહાચ્ય માટે હું આવ્યું હતું, પણ તું શું કરવાને આવી? પછી દેવીએ કહ્યું કે આપે મને પાતાલમાંથી ઉદ્ધરીને, શેષનાગના ફણના રત્ન પીઠ ઉપર સ્થિર કરી અને મારા ઉપર પર્વતેને સ્થાપ્યા અને તે પર્વતે મને ધારણ કરવાને સમર્થ છે પણ તેમાં મુખ્ય પર્વત કયા? તે મને જણ? પછી આગળ મેરૂપર્વતાદિક પર્વતે ગણાવ્યા છે તે બધે અધિકાર પહેલા અધ્યાયથી જોઈ લે.”
(૨) આગળ એજ ખંડને બીજો અધ્યાય ગ્લૅક ર૭ને છે તેમાં પૃથ્વીએ વરાહને પૂછયું કે-હે ભગવાન ! આપ કયા મંત્રની આરાધનાથી પ્રસન્ન થાઓ? પછી વરાહ ભગવાને ઉત્તર આપ્યો કે
ॐ नमः श्री वराहाय, धरण्युद्धरणाय च । वह्निजाया समायुक्तः, सदा जप्यो मुमुक्षुभिः ॥१०॥
હે દેવિ ! આ મંત્રને દેવતા હુંજ છું. એને ચાર લાખ વખત, જાપ કરી પછી હામ કરે અને પછી શંખ ચક્રાદિના સ્વરૂપે મારું ધ્યાન કરવું. સર્વ કામનાની સિદ્ધિને પ્રાપ્ત થઈ અન્ત મેક્ષમાં જાય.
પૃથ્વીએ ફરીથી પૂછયું કે–એ મંત્રથી પૂર્વે કેને કેને ફળ મેળવ્યું? ઉત્તરમાં વરાહ ભગવાન પિતે કહે છે કે હે પૃથ્વી ! પૂર્વે કૃતયુગમાં એક બ્રાહ્મણે એ મંત્રનો જાપ કર્યો, પછી મને દેખીને મારાથી વર મેળવી મારાપદને પ્રાપ્ત થયે. વળી દુર્વાસા ઋષિના શાપથી સ્વર્ગથી ભ્રષ્ટ થએલ-ઈદ્ર એ મંત્રથી પાછા ઇંદ્રપદને પ્રાપ્ત થયું. તેમજ બીજા અનેક મુનિઓ પણ આ મંત્રના જાપથી પરમગતિને પ્રાપ્ત થયા. વળી શેષનાગ કશ્યપ ઋષિથી એ મંત્રને પ્રાપ્ત થઈને અને શ્વેતદ્વીપમાં જાપ કરીને ફરી પાછો ધરણીધર થયે. માટે એ મંત્રને જાપ મનુષ્યએ જરૂર કરે ઈત્યાદિ.
. (૩) ડુબેલી પૃથ્વીને-નાકમાંથી નીકળી વરાહ લાવ્યા..
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org