________________
૩૦૦
તત્ત્વત્રયી-મીમાંસા.
- ખંડ ૧
દેવતાઓના સમજાવ્યાથી તે શબને છે વૈરાગ્ય પામી દીક્ષા લીધી. ઘણે ભાગે વનમાં રહેતા ત્યાં એક મૃગ તેમને ભકત થયું હતું, તે વનમાં કેટલાક સુથારો લાકડાં કાપવા આપ્યા હતા. તેમને એક મોટા ઝાડની અડધી ડાળ કાપી; ખાવા નીચે ઉતર્યા. મૃગ બળદેવને આહાર માટે આ સુથારે તરફ દરી ગયે. સુથારેએ આ તપસ્વીને આદર પૂર્વક આહાર આપવા માંડે ત્યાં એકદમ પવનના સપાટાથી ડાળ ભાગી, તે દાનદાતા સુથાર, મૃગ અને તપસ્વી બળદેવ, એ ત્રણેના ઉપર પડતાં મરણ થયા અને પાંચમા દેવલોકમાં દેવતાપણે ઉત્પન્ન થયા.
ભગવાન નેમિનાથ પ્રાણીઓને બોધ આપી ગિરનાર ઉપર દેહત્યાગ કરી મેક્ષે ગયા.
પ્રદ્યુમ્ન, શાંબ વગેરે કુમારો, કૃષ્ણની આઠ પટરાણીઓ, ભગવંતના બંધુઓ, રાજીમતિ વગેરે દ્વારિકાના દહન પહેલાં નેમિનાથ ભગવાન પાસે દીક્ષા લીધી હતી તેઓ પણ મેક્ષમાં ગયાં. - વસુદેવ, રોહિણી અને દેવકી, નેમિપ્રભુનું ધ્યાન ધરતાં, કૃષ્ણ બળભદ્ર એમને બહાર કાઢવાને ઘણા પ્રયત્ન કરવા છતાં પણ દ્વારિકામાં અગ્નિથી બળી ગયાં અને સ્વર્ગે ગયાં.
શિવાદેવી, અને સમુદ્રવિજય મહેંદ્ર દેવલોકમાં ગયા અને બીજા દશાહ મહર્થિક દેવ થયા.
પાંડે કે જે કૃષ્ણનું મૃત્યુ સાંભળી સંસાર ત્યાગ કરી દ્રૌપદી સાથે સાધુ થયા હતા. તેઓ નેમિપ્રભુને વાંચવા માટે વિહાર કરતા કરતા ગિરનાર આવતા હતા. તેમણે ભગવાન નેમિનાથનું મૃત્યું જાણું અત્યંત ખેદ થયો, તેઓ સિદ્ધાચળ ઉપર ધ્યાનસ્થ રહ્યા, ત્યાં કેવળજ્ઞાન પામી ક્ષે ગયા અને સાધ્વી દ્રૌપદી કાળ કરી બ્રહ્મદેવલોકમાં ગઈ.
|| ઇતિ જેન પ્રમાણે બળદેવ બળભદ્ર, વાસુદેવ શ્રી કૃષ્ણ, અને પ્રતિવાસુદેવ જરાસંધનું, છેલ્લું નવમું ત્રિક કહી બતાવ્યું.
પુરાણમાં લખાએલો દ્વારિકાને નાશ.
હિંદુસ્તાનના દેવ પૃ. ૨૦૧–૦૨ થીએ વૃત્તાંતને અંતે એક મસ્ત મદ્યપાન કીડા થાય છે. તેમાં તેઓ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org