________________
પ્રકરણ ૩૮ મું. જૈનમાં શ્રી કૃષ્ણવાસુદેવનું નવમુંત્રિક. ૨૯૯ તે પ્રમાણે રહ્યા. તેમને પરણાવવા તેમના માતાપિતા ઉપરાન્ત કૃષ્ણ અને તેમની પત્નીઓએ ઘણું ઘણું આગ્રહપૂર્વક પ્રયત્ન કર્યો અને પરણવાની કત્રિમ હા પડાવી કન્યા શોધતાં કૃષ્ણને સત્યભામાએ કહ્યું કે મારી રાજીમતી નામે નાની બહેન છે તે નેમિકુમારને બરાબર એગ્ય છે. કૃષ્ણ ઉગ્રસેન પાસે રાજીમતીની માગણી કરતાં તેમણે ઘણા આનંદ પૂર્વક હા કહી અને તુરતજ લગ્ન કરવાના નિશ્ચય ઉપર આવ્યા. શ્રાવણ શુદિ ૬ ને દિવસ નકકી કર્યો. તે દિવસે નેમિકુમાર સર્વ પરિવારની સાથે ઉગ્રસેનને ત્યાં પરણવા ગયા. પણ ત્યાં તેમને લગ્ન ભેજન માટે પશુઓને એકઠાં કરેલાં જોયાં. દયાવીર નેમિકુમારે તે પશુઓને છે મૂકાવ્યાં અને પિતે રથ પાછા વળાવી ઘેર આવ્યા. વર્ષપર્યત અમેઘ દાન આપી નેમિકુમારે રેવતાચળના સહસ્ત્રામવનના ઉપવનમાં દીક્ષા અંગીકાર કરી, તેમનો સાથે એક હજાર રાજાઓએ પણ દીક્ષા લીધી. દેવકીના નાના પુત્ર ગજસુકુમારે ચોવન વયમાં પોતાની બન્ને ભાર્યાની સાથે નેમિપ્રભુ પાસે દીક્ષા લીધી, ધ્યાન માટે તેઓ સ્મશાનમાં રાત્રે ઉભા હતા ત્યાં તેમના બ્રાહ્મણ સસરા સોમ શર્માએ તેમના માથા ઉપર અંગારા ભરૅલી ઠીબ મુકી, જેઓ શુભધ્યાનથી કેવળજ્ઞાન પામી આયુષ્ય પૂર્ણ કરી મોક્ષમાં ગયા. આ મરણના સમાચાર તેમના કુટુંબને પડતાં વૈરાગ્યપાંમી વસુદેવ શિવાય નવદશાહએ તથા પ્રભુની માતાએ અને કૃષ્ણના અનેક કુમારોએ વળી નેમિનાથના ભાઈઓએ પણ દીક્ષા લીધી તેમજ રાજીમતીએ તેમના પરિવારે બીજો ભર્તા કરવા કહ્યા છતાં અને નેમિપ્રભુના નાના ભાઈ રથને મેચ તેમની માગણી કરવા છતાં તેને તિરસ્કાર કરી તેણે બોધ આપી દીક્ષા લીધી.
નેમિકુમારને દીક્ષા લીધા પછી ચેપનમે દિવસે કેવળજ્ઞાન થયું હતું. કૃષ્ણ મહારાજાએ એક વખત પૂછ્યું કે આ દ્વારિકા નગરીને, યાદવોને અને મારે નાશ શી રીતે થશે ઉત્તરમાં ભગવાને કહ્યું કે-દ્વીપાયન ઋષિને શાંબ વિગેરે કુમારો દારૂ પી હેરાન કરતાં તે યાદવ સહિત દ્વારિકાને બાળી નાખનારો થશે. અને તમારા ભાઈ જરાકુમારથી તમારું મૃત્યું થશે. તે પ્રમાણે શાંબ પ્રમુખ કુમારોએ દારૂ પી મત્ત થઈ દ્વીપાયન ત્રાષિને સંતાયો. તેણે દ્વારિકા યાદ સહિત બાળી નાખવાનું નિયાણું કર્યું અને તે ઋષિ મરી અનીકુમાર નામે દેવ થયો, તેણે પૂર્વવૃત્તાંત જાણી આખ્ખી નગરી અને તેમાંના બધા માણસોને બાળી ભસ્મ કર્યો. માત્ર કૃષ્ણ અને બળદેવજ બહાર નીકળવા પામ્યા. કૃષ્ણતૃષા લાયવાથી ઝાડ નીચે સૂતા હતા ત્યાં જરાકુમારે મૃગ જાણી બાણ માર્યું. જેથી તેમનો કાળ થયો અને તેમનો આત્મા–ત્રીજી પાતળ ભૂમિમાં ગયે. બળદેવ તેમના માટે પાણી લેવા ગયા હતા તે પાછા આવતાં ભાઈને મરેલો જણ્યા છતાં ભાઈના નેહથી કૃષ્ણના શરીરને છ માસ સુધી લઈને ફર્યા. છેવટે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org