________________
પ્રકરણ ૩૮ મું જૈનમાં શ્રીકૃષ્ણવાસુદેવનું નવમુત્રિક. - ૨૯૫ જમાડવા માંડે ત્યાં અકસ્માત પડદે ખસી જવાથી તે તેની માના જોવામાં આવ્યું. આથી તેને તેની માએ કેપથી માર મારી ખાળમાં ધકેલી દીધે.શેઠે સાફ કરી તેને કેટલેક બોધ આપે. મા દીકરાના વૈરનું કારણ શેઠે જ્ઞનવાન મુનિને પૂછ્યું. મુનિએ કહ્યું કે લલિત અને ગંગદત્ત પૂર્વે બે ભાઈઓ હેઈ વનમાંથી લાકડાં ભરી ગાદ્ધ હાંકી લાવતા હતા. મોટેભાઈ આગળ હતું, તેણે ચીલામાં પડેલી સાપેનને જોઈ, તેથી ગાડુ ફેરવી સાપેનને બચાવી અને પાછળના નાના ભાઈને કહ્યું કે ભાઈ ચીલામાં સાપેન છે માટે તેને બચાવજે પણ નાનાએ તેને મારવાના ઉમંગમાં ગાડુ તેના ઉપર ચલાવ્યું. સાપેન મરી તમારી પત્ની થઈ અને એ બે ભાઈઓ મરી તમારે ત્યાં પુત્ર થયા. નાનાએ પૂર્વે સાપેનને મારી તેથી તેઓને વચ્ચે વૈર છે. આ પછી ત્રણે જણે ચારિત્ર લીધું તેઓ મરણ પામી મહાશુક્ર દેવલોકમાં દેવતાપણે ઉત્પન્ન થયા. ગંગદત્તે માનું અનિષ્ટપણું સંભારી વિશ્વ વલ્લભ થયાનું નિયાણું કર્યું.
- વસુદેવ કે જે નગર છોધ પરદેશ ચાલ્યા ગયા હતા તેઓ દેશ દેશના રાજાઓની બહોતેર હજાર કન્યાઓ પરણ્યા હતા. તેમાંની એક રહિણી કે જે અરિષ્ટપુરના રૂધિર રાજાની પુત્રી હતી તેણે પેટે લલિતનો જીવ બળભદ્રના પદને સૂચવતે અવતર્યો. વસુદેવે તેનું નામ રામ પાડયું જેમાં બળભદ્રના નામથી લેકેમાં વિખ્યાત થયા.
એક વખતે કંસે નેહથી વસુદેવને મથુરામાં આવવા વિનંતી કરી, વસુદેવ સમુદ્ર વિજયની આજ્ઞાથી ગયા. ત્યાં કંસે વસુદેવને પિતાના કાકા દેવક જે મૃતીકાવતીના રાજા હતા, તેની પુત્રી દેવકીને પરણવાનું કહ્યું. આ લગ્નને માટે કંસ અને વસુદેવ મૃતીકાવતીમાં આવ્યા પણ દેવકે કન્યાનું માગું કરવાને રિવાજ નથી, એમ તેમને ના કહી. પણ નારદે દેવકી પાસે આવી વસુદેવના ગુણગાન કર્યા તેથી તે બાળા વસુદેવ ઉપર સ્નેહ રાગવાળી થઈ હતી, તેની આ રૂચિ જોઈ દેવકે વસુદેવને પોતાની પુત્રી આપી. પહેરામણિમાં અનેક ધન સાથે દશ ગોકુળના પતિ નંદને, કટિ ગાય સાથે આપે. તે બધાં મથુરામાં પાછા આવ્યાં, જ્યાં કંસે પોતાના મિત્રના વિવાહની ખુશાલીને લઈ, માટે મહોત્સવ આરંભ્યો.
આ અરસામાં કંસના અનુજ બધુ અતિમુકત કે જેને સંસાર ત્યાગ: કરી શમણપણું લીધું હતું, તે તપથી કૃષ્ય થઈ ગએલા કંસને ઘેર પારણને માટે આવ્યા. જીવયશાએ ઉત્સવના આનંદ તરીકે મદિરાપાન કર્યું હતું, તેણે આ મુનિની કેટે વળગી આ દીયર વખતસર ઠીક આવી પહોંચ્યા. આપણે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org