________________
પ્રકરણ ૩૪ મું. વૈદિકે– ૬ઠા૭મા અવતારના ઝઘડાની સમીક્ષા. ૨૫૩
(૧) એકજ વિષ્ણુના-છઠા અવતાર પરશુરામ અને સાતમા અવતાર રામ તેમના મેળાપની સમીક્ષા
જેનોના અને પુરાણોના લેખે આદર્શરૂપે મૂક્યા છે. પ્રત્યક્ષપ્રમાણુ કઈ નથી. આકર્ષરૂપે ઇતિહાસ કયે? તેટલું જુવો.
જૈન ઇતિહાસ પ્રમાણે પરશુરામ પછી રામચંદ્રજી લાખો વર્ષના છેટે થએલા છે. તેને વિચાર અમો આગળપર જણાવીશું. જમદગ્નિએ સાઠ હજાર વર્ષ તપના અંતે રેણુકાની સાથે લગ્ન કર્યું છે. તેમના પુત્ર પરશુરામ થયા છે. અને તે પરશુરામના છેલ્લા સમયે બાળકરૂપ સુભૂમ નામના આઠમાં ચક્રવતીના હાથે મરાણ છે અને તે સુલૂમ પણ સાઠ હજાર વર્ષના અન્ત મર્યો છે. તેથી પરશુરામ અને રામને સંબન્ધ વિચારવા જેવો છે. તે શિવાય જૈન ઈતિહાસ પ્રમાણે ૧૧ રૂદ્રોની જુદી જુદી વ્યકિતઓ જુદા જુદા કાળમાં થએલી છે. અને સ્કંદપુરાણુવાળાએ એકજ રૂદ્રના અગીઆર સ્વરૂપ અગીઆર બ્રાહ્મણના સંબધે પ્રગટ થએલા જણાવેલા છે. તેને લેખ આજ ગ્રંથમાં અમોએ આપેલો છે તે જુવે. તે સિવાય કુમારપાળ રાજાને લેખ પણ એજ ગ્રંથથી અમે આપેલો છે તેથી સ્કંદપુરાણ આધુનિક જ ગણાય વળી આ ગ્રંથના પૃ. ૨૨૧ માં-બ્રહ્માના પ્રાણ ગયા એટલે તેમના દેહથી ૧૧ રૂદ્ધ પેદા થયા એમ પણ જણાવ્યું છે. તેથી વિચારવાનું કેન્સેળમાં તીર્થકર સુધીમાં ૧૦ રૂદ્રો થઈ ગયા છે અને ૧૧ મા ૨૪મા તીર્થકરના સમયમાં થયા છે. અને પરશુરામ અને મુશ્મ ૧૮ મા અને ૧૯ માં તીર્થકરના મધ્યકાળમાં થયાને આ અધિકાર આપણે લખી રહ્યા છીએ. તેથી રૂદ્રના ધનુષનો સંબન્ધ રામાયણમાં લખેલ વધારા પડોજ ગણાય. બીજી વાત એ છે કે પરશુરામ અને રામ વિષ્ણુના અવતાર રૂપે હોત તે શત્રુઓની પેઠે સામસામી ઘણુ લાંબા કાળસુધી જકકા જક્કી જ શું કરવાને કરતા? શું પિતે પિતાના સ્વરૂપને પણ ઓળખી શક્યા નહિ? એ વાત આપણાથી માની શકાશે ખરી કે *વળી બીજો વિચાર એ પણ છે કે એક જ વિષને એકજ કાળમાં બે અવતાર લઈ શત્રુઓની પેઠે સામસામી અજ્ઞાનીઓની પેઠે અથડાવવાની શી જરૂર પદ્ધ હતી ? આ ઇતિહાસમાં કેટલી સત્યતા છે અને કયાંથી ઉઠાવીને કયાં ગોઠવ્યો છે અને કેવા સ્વરૂપમાં મૂકી દીધા છે તેને ૪ આરસીમાં--
પિતાને પડછાયો જોઈ અજ્ઞાની પંખીયો ચાંચો મારતા જોયા છે. પણ માણસે જોયા નથી. આતો સાક્ષત ભગવાન પોતાના બે રૂપમાં ભૂલા કેમ પડ્યા ? જરા વિચાર કરશે કે?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org