________________
ક
-
-
-
પ્રકરણ ૩૩ મું. વૈદિકે-રામાયણ-રકંદ પુત્ર ના વિષ્ણુને બલિ. ૨૪૩ મારું શરીર બની ગયું. એટલે સૂયક, ઈદ્રાદિક અને શેષાદિકેએ મારી સ્તુતિ કરી પછી મેં બલિનો હાથ પકડીને-એક પગથી પૃથ્વી અને બીજ પગથી ત્રણે લેક માપીને કહ્યું કે હે બલિ? મને ત્રિજો પગ મૂકવાને સ્થાન આપ ? એટલે બલિએ મસ્તક ધર્યું. મેં તેના ઉપર પગ મૂકીને રસાતાલમાં બેસી ઘાલ્યો તે દાનવ વિનયથી નમ્ર મારી પૂજા કરવાવાળા હતું તેથી મેં તેને વચન આપ્યું કે હું તારી પાસે સદા રહીશ, તેથી અષાઢ સુદિ ૧૧ ના શયન દિવસથી એક મૂતિ બલિના આશ્રયથી અને બીજી મૂર્તિ ક્ષીરસમુદ્રમાં શેષનાગના પૃષ્ટ ઉપર સુતી રહે છે. તે કાર્તિક માસ સુધી તેથી આ ભાદરવા સુદિ અગીઆરસ મહા પવિત્ર છે. પિતામહની પૂજા કરતાં મેક્ષમાં જાય છે.
સજજને ? છઠ્ઠા પુરૂષપુંડરીક નામના વિષ્ણુરૂપે કૃષ્ણની પેઠે મહારાજા થએલા છે. તેમના સમયમાં=પ્રતિવિષ્ણુરૂપે બલિ પણ મહાન રાજા થએલા છે. વાસુદેવની સ્ત્રીનું હરણ રાવણની પેઠે કરેલું તેથી પુંડરીકના હાથે બલિરાજા માણે તે સત્યરૂપના લેખને પુરાણુકાએ કેવી રીતે અસત્યરૂપે ગોઠવેલા છે તે વિચારપૂર્વક જોશે? બીજું વધારે શું કહું! એકાદશીના ચેથી કલમના બલિને વિચાર આપ સજજને જ કરી લેશે હું ક્યાં સુધી લખીશ.
| ઈતિ વૈદિકમતના વિષ્ણુ અને બલિના સંબંધની કથાઓ.
છઠ્ઠા વિષ્ણુ પ્રતિવિષ્ણુની સમીક્ષા. - જેનોના ઈતિહાસ પ્રમાણે–આ અવસપણીના કાળમાં કષભદેવાદિક ૨૪ તીર્થકરશે, ભરતાદિક બાર ચકવર્તીઓ અને ત્રિપૃષ્ટ વાસુદેવાદિક નવનું ત્રિક થએલું છે. એ જ પ્રમાણે દરેક ચોવીશ ચોવીશ તીર્થકર પરત્વે ૬૩ શલાકા પુરૂષ સદાકાળ નિયમ પ્રમાણે ભિન્ન વ્યકિતરૂપે થતા આવ્યા છે અને ભવિષ્યમાં પણ થયા કરવાનાજ કેમકે આ સંસારની નથી તે આદિ તેમજ નથી તેને અંત આ વાતની સૂચના અમે વારંવાર કરતા આવ્યા છીએ. તેથી જણાવવાનું એ છે કે-અઢારમા તીર્થંકર સુધીમાં–સાત ચક્રવર્તીઓ અને પાંચ વિષ્ણુ, પ્રતિવિષ્ણુનું ત્રિક ભિન્ન ભિન્ન વ્યક્તિરૂપે કહી બતાવ્યું છે. હવે આગળ પાંચ ચકવર્તીઓ અને ચાર વિષ્ણુ પ્રતિવિષ્ણુનું ત્રિક કહેવાનું બાકી રહેતું હતું. તેથી આ ૧૮મા અને ૧૯ મા તીર્થંકરના અંતરમાં થએલા આ છઠ્ઠા વિષ્ણુ પ્રતિવિષ્ણુનું ત્રિક કહી બતાવ્યું છે. આના સબધે જુદા જુદા પુરાણકારોના મત પણ લખીને બતાવ્યા છે. માત્ર તેના સંબધે કિંચિત્ વિચાર કરીને બતાવીએ છીએ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org