________________
૧૯૮
તત્વત્રયી–મીમાંસા.
, ખંડ ૧
છાતીમાં લાત મારી, તેમને જગાડયા છતાં પણ વિષ્ણુએ નમસ્કાર કર્યો, આસન આપ્યું, લાત મારતાં થએલી ઈજાની ક્ષમા માગી, ભૂગુના પગ ચાંપ્યા, એટલુંજ નહિ પણ લાત મારતાં છાતી ઉપર પડેલી ભૃગુના પગની ધૂળને પાપની નાશક માની? સાક્ષત વિષ્ણુ ભગવાને ભૂગુની લાત છાતીમાં ખાધી અને સેવા પણ તેટલી ઉઠાવી, ત્યારે તેમને બધા દેમાં મોટામાં મોટા રષિઓએ ઠરાવ્યા. વળી મહાભારતમાંની એક વાત એવી પણ સાંભળવામાં આવી છે કે-યુધિષ્ઠરના યજ્ઞમાં શ્રી કૃષ્ણ ભગવાનની પાસે બધા બ્રાહ્મણોએ પોતાના પગ ધોવડાવ્યા હતા આવા આવા પ્રકારના લેખે તો વિચાર થાય છે કે-પૂર્વ કાળમાં થએલા તે બધા કષિઓ અને બ્રાહ્મણ-બ્રમ્હાદિક દેવોના ભગત થયા હશે કે મદારીની પેઠે નચાવનારા થયાં હશે? બ્રમ્હાદિકને નીતિ વિનાના લખનારા શું જ્ઞાનીઓ હશે?
ઋષિઓએ ઠરાવેલા મોટામાં મોટા દેવ વિણું. તેમને વિચાર
વળી–હિંદુસ્તાનના દે–પૃ. ૪ર૭ થી
એ વાત ખરી છે કે હિંદુસ્તાનમાં લાખો મરદે, સ્ત્રીઓ, અને છોકરાંઅર્ધો માણસ અને અર્થે પક્ષી એવા ગરૂડના વાહન પર આરૂઢ થયેલી કે નાગ પર શયન કરતી ચતુર્ભુજ વિષ્ણુની પત્થરની પ્રતિમાઓ આગળ દંડવત્ પ્રણામ કરે છે, તેઓ વૃષભ પર નગ્ન આરૂઢ થયેલા, ભૂષણ તરીકે કપાલમાલા ધારણ કરનાર, ત્રિનેત્રવાળા, રાક્ષસ ભૂત શિવની પૂજા કરે છે, એ પણ ખરી વાત છે. એવાં મનુષ્ય છે કે તેઓ હજી પણ મયૂર પર સવાર થતા, હાથમાં ધનુષને બાણ ધારણ કરતા, છ મુખવાળા લડાઈના દેવ કાર્તિકેયને માને છે; અને હાથીના માથાવાળ, મૂષક વાહન, ચતુર્ભુજ ગણેશનું આવાહન કરે છે. “રે” એ વાત ખરી છે કે ઓગણીશમા સૈકાના પૂર્ણ પ્રકાશમાં કાલિકાદેવીની આકૃતિને તેના પિતાના જ શહેર કલકત્તાના મહેલામાંથી લઈ જાય છે, તે સમયે તેના છુટા વિખરાયેલા કેશ પગ સુધી પહોંચે છે તેણે મનુષ્યના માથાની માળા પહેરેલી હોય છે, તેની જીભ મુખમાંથી બહાર નીકળેલી હોય છે, અને તેને કમ્મર પટ લેહીથી ખરડાયેલો હોય છે. આ બધું ખરૂં છે; પરંતુ લખી, વાંચી કે વિચાર કરી શકે એવા ગમે તે કઈ હિંદુને પુછે કે તમે શું આજ દેને માને છે ? આ પ્રશ્ન સાંભળી તરતજ તમારા ભેળપણુ–દરેક વસ્તુ ખરી માની દેવાના સ્વભાવ તરફ તેઓ હસસે. હિંદુસ્તાનમાં પ્રજાકીય ધર્મ આ પ્રમાણે જીવતે મુએલે છે તે કયાં સુધી ટકશે તે કોઈથી કહી શકાશે નહી.”,
ઈતિ બ્રહાના સંબંધને વિચાર સંપૂર્ણ પ્રકરણ ૨૫ મું.
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org