________________
પ્રકરણ ૧૯ મું. પુરાણકાલ તેમાં લખાયેલ ઇતિહાસ. ૧૬૩
આ ફકરાથી–ડ. શાહેબે એ જણાવ્યું કે-નવીન મતવાળાઓ બીજા મતનાં અનેક તત્વોને સંગ્રહ કરતાં તેમાં ઉંધી છતી કલ્પનાઓ કરી પિતે પિતાના મતને અનાદિના ઈશ્વર પ્રણીત ઠરાવવા મેટી ધમપછાડ કરી મુકે છે તે પ્રમાણે જૈન મતવાળાઓએ કરેલું નથી તેથીજ જૈનોનું કથન સત્ય લેવામાં એગ્ય છે.
જેનોની માન્યતા એ છે કે- દરેક અવસર્પિણીમાં અને ઉત્સપિરણીમાં સત્યના પ્રકાશ કરવાવાળા, સર્વજ્ઞ તીર્થંકરો નિયમ પ્રમાણે વીશ, ચેવીશ, થયાજ કરે છે અને તે બધાએ તીર્થંકરના કથન કરેલા ત એકજ સ્વરૂપના હોય છે. જે વખતે જે તીર્થંકર થયા હેય તે વખતે તેમણે જ શાસન મનાય ઉદાહરણ તરીકે જેમ કે આ અવસર્પિણીમાં ૨૩ મા શ્રી પાર્શ્વનાથ અને ૨૪ મા શ્રી મહાવીર આ બે તીર્થકરેના વચમાં અંતર માત્ર વર્ષ ૨૫૦ નું જ છે તે પણ આજે શ્રી પાર્શ્વનાથ તીર્થંકરનું શાસન નહી મનાતાં ચોવીશમાં તીર્થંકર શ્રી મહાવીર સ્વામીનું જ શાસન મનાય છે. જે પાશ્વનાથને ગણઘર કેશી સ્વામીના શિષ્યો હતા તે પણ આજ શાસનમાં ભલ્યા તેમના નામથી પરંપરા જે ચાલી તે આજ વિદ્યમાન છે.
ઈ. સ. ૮૦૦ પૂર્વે તે-યજ્ઞયાગાદિકના વિધાનવાળા-વેદ અને તેને પીઠને થાબડનારા બ્રાહ્મણ ગ્રંથેજ પ્રસિદ્ધિમાં હતા અને અનાદિના ઈશ્વરની પ્રેરણાથી ઉત્પન્ન થયાની છાપ પણ તેના ઉપરજ મારવામાં આવી હતી પરંતુ તત્ત્વ દષ્ટિના કે ઈતિહાસની દષ્ટિાના કેઈ ગ્રંથે હતા એવું એક પણું પ્રમાણ જ આવતું નથી પણ ઈ. સ. ૫૦૦ પૂર્વેની આસપાસમાં તત્વના વિષયમાં ઉપનિષદને નામ અને ઈતિહાસના વિષયમાં ભારત મહાભારત અને રામાયણનાં નામ પ્રસિદ્ધમાં મુકાયાં છે તેથી વિચારવાનું કે-ઉપનિષદોથી જે તના વિચારે પ્રગટ થયા છે અને ભારતાદિકથી જે પૂર્વકાલને ઈતિહાસ પ્રગટ થયે તે વૈદિકના પંડિતે કયા અનાદિના ઈશ્વરની પ્રેરણાથી મેળવેલા બતાવે છે? આ વાત શું વિચારવા જેવી નથી? એકંદરે અનેક સુજ્ઞ પંડિતેના વિચારો જોતાં અમારૂ અનુમાન એ છે કે-જેન અને બૌદ્ધ ધર્મની વિશેષ જાગૃતિના સમયમાં નિંદરૂપ યશ યાગાદિકના કાર્ય કમને બાજુ ઉપર છે દઈને તે સમયના વૈદિકમતના ચતુર પંડિતેએ જૈન અને બૌદ્ધ મતના અનુયાયીઓની સાથે ઘાલમેળ થતાં અરસપરસના વિચારનું સંમિશ્રણ કરી તત્વ વિષયના સંબંધમાં ઊપનિષદ્ ગ્રથને અને ઈતિહાસ વિષયના સંબંધમાં ભારતાદિક ગ્રંથને કાર્યક્રમ ઉભે કર્યો હોય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org