________________
.
૧૫૪
તત્રયી–મીમાંસા.
-
ખંડ ૧
ભાવાર્થ –આ દુનિયામાં જે કાંઈ દેખાય છે તે સર્વ બ્રહ્મરૂપજ છે. જ્યારે એક બ્રહ્મ રૂપજ છે તે પછી એક બીજાને મારવાવાળે કેણ છે? તે માટે યથારૂચિ (ઈચ્છા પ્રમાણે) યજ્ઞમાં હિંસા કરીને ના માંસનું ભક્ષણ કરે. એમાં કઈ પણ પ્રકારને દેષ નથી. કેમકે યજ્ઞમાં દેવેશ (દેવતાઓના માટે) કરવાનું હોવાથી માંસ પવિત્ર થઈ જાય છે.
પર્વતે આવી રીતને ઉપદેશ આપીને સગર રાજાને પોતાના મતમાં સ્થિર કર્યો અને સગરની પાસે અનેક પ્રકારના હિંસક યજ્ઞ કરાવતે રહ્યા. હવે પિલે કાલાસુર પોતાનુ વૈર વાળવાને લાગ જોઈને સગર રાજાની પાસે રાજ સૂયાદિક યજ્ઞ પણ કરાવવા લાગે અને યજ્ઞમાં. મરાતા જીવેને વિમાનમાં બેસાડતો હોય તે દેખાવ દેવમાયાથી દેખાડતો લેકેને પ્રતીતિ કરાવવા લાગ્યો. એટલે પછી લોકો નિશંકપણે જીવેની હિંસારૂપ ય કરવાને પ્રવૃત્તિમાન થયા તેથી પર્વતના મતને પ્રસાર થતે ગયે. સગર રાજ પણ ચ કરવામાં તત્પર થ. આવા પ્રકારના અનેક અઘેર કર્મ કરીને સુલસા અને સગર એ બને મરીને નરકમાં ગયાં ત્યારે પેલો મહાકાળ નામનો અસુર ત્યાં નરકમાં સગર રાજાના જીવને ઘણા પ્રકારની વિટંબના કરીને પોતાનું વૈર લેતે રહ્યો. .
આ બધી વાત કહેતા નારદે છેવટમાં કહ્યું કે હે રાવણ! આ જીવોની હિંસા રૂપ યોની પ્રવૃત્તિ વિશેષ કરીને તે આ પાપી પર્વતથીજ ચાલેલી છે. પણ આ વખતે તે અટકાવ્યું.
આ વાત સાંભળ્યા પછી રાવણે પ્રણામ કરીને નારદને વિદાય કર્યો.
આ ઈતિહાસ જૈનોના આવશ્યક સૂત્રમાં, આચારદિનકરમાં, ત્રિષષ્ટિશલાકા પુરૂષ ચરિત્ર વિગેરેમાં વિસ્તારથી લખાયેલ છે ત્યાંથી જોઈ લે.
આ સગર રાજા અને સાઠહજાર પુત્રના પિતા સગરચકવતી આ બનેમાં અબજોના અબજો વર્ષોનું છેટું જૈન ઇતિહાસથી જણાય છે એ વાત ખાસ ધ્યાનમાં રાખવા લાયક છે. | ઇતિ જેન પ્રમાણે-વસુ પછી પર્વતની દશા, કાલાસુરની સહાયથી સગરની પાસે કરાવેલાં પાપો. પ્રકરણ ૧૭ મું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org