________________
પ્રકરણ ૧૭ મું. જૈન પ્રમાણે દેશમાં હિંસાની સરૂઆત. ૧૫૩ વાળવાના ઉપાય ખેળવા લાગ્યા. તેવામાં સૂક્તિમતી નગરીની પાસે નિરાધાર બનેલા આ પર્વતને જેબ્રહ્મણના વેષે તેને મલ્યો અને કહેવા લાગ્યો કે હે પર્વત ! હું તારા પિતાને મિત્ર શાંડિલ્ય બ્રાહ્મણ છું. તારે પિતા અને હું ગૌતમ ઉપાધ્યાયના પાસે ભણતા હતા. મહે સાંભળ્યું કે નારદે અને લોકોએ પર્વતને ઘણે દુઃખી કર્યો છે. પણ તું ફિકર કરીશ નહી. હું તારા પક્ષમાં રહીને મંત્રોથી લોકેને વિહિત કરીશ. એમ કહી. પર્વતની સાથે રહ્યો. લેકેને નરકમાં નાંખવાને માટે ઘણું ઘણા પ્રકારથ વ્યાહિત કર્યા. કેઈને આધિ, વ્યાધિ, ઉપાધિ, અને ભૂતાદિકના દે લગા લોકોને આકુલવ્યાકુલ કરતો રહ્યો. જે લોકો પર્વતને આદર-સત્કારકરતા, તેનુ વચન માનતા તેને સારું કરી દેતે અને શાંડિલ્યની આજ્ઞાથી પર્વત પણ લોકોને સારું કરી દેતે. એવી રીતને ઉપકાર કરીને લોકોને પિતાના પક્ષમાં મેળવતે.
હવે પેલા કાળ નામના અસુરે સગર રાજાને અને તેની રાણીઓને ભયંકર રોગમાં સપડાવી દીધા એટલે તેમને પર્વતને તેડાવ્યું અને તેની આજ્ઞા પણ માન્ય કરી. ત્યારે શાંડિલ્યની સાથે મળીને તેણે તે બધાના રોગોની શાંતિ કરી આપી. પછી પર્વતે પણ ઉપદેશ આપવાનું શરૂ કર્યું તેના મુખ્ય મુદ્દાઓ આ પ્રમાણે છે –
સાત્રામણ નામને યજ્ઞ કરી તેમાં મદ્યપાન કરવાથી (શરાબ દારૂ પીવાથી) કેઈ પણ દેષ લાગતું નથી.
ગોસવ નામના યજ્ઞમાં અગમ્ય સ્ત્રી (ચંડાલાદિ કુળમાં જન્મેલી નારી) આદિ તથા માતા, બહેન, બેટી વિગેરેની સાથે વિષય સેવન કરવું જોઈએ.
માતૃમેધ યજ્ઞમાં માતાને વધ, અને પિતૃમેધમાં પિતાને વધ, અંતર્વેદી કુરૂક્ષેત્રાદિકમાં કરે તે કાંઈ દોષ નથી.
તથા કાચબાની પીઠ ઉપર અગ્નિ સ્થાપન કરે, કદાચિત્ કાચ ન મળે તે બ્રાહ્મણના માથાની ખાપરી ઉપર અગ્નિ સ્થાપન કરીને હેમ કર, કારણ કે જે ખોપરી હોય છે તે કાચબાના જેવી જ હોય છે.
આ પ્રમાણે યજ્ઞ કરવામાં કાંઈ દેષ લાગતું નથી કેમકે તેમાં લખેલું
सर्व पुरुषैवेदं यद्भूतं यद् भविष्यति । ईशानोऽयं मृतत्वस्य, यदन्नेनातिरोहति ॥
20
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org