________________
१४८
'
' તત્રયી–મીમાંસા.
.
ખડ ૧
'બિલકુલ દેખાતું નહી, જાણે રાજા અદ્ધરજ બેઠેલા હોય તેમ લેકે દેખતા તેથી વિશેષ પ્રસિદ્ધિ એવી થઈ કે–સત્યના પ્રભાવથી વસુરાજાને દેવતાઓ અરજ રાખે છે. દૈવી ડરથી બીજા રાજાઓ પણ વસુરાજાની આજ્ઞા માનવા લાગ્યા. કેમકે સાચી કે જુઠી ઉત્તમ પ્રસિદ્ધિ જય કરવા વાળી હોય છે. અને ખેટા કામની પ્રસિદ્ધિ કઈ પ્રસંગે દુઃખ આપનારી પણ થાય છે."
એક વખતે ફરીથી હું (નારદ). સૂક્તિમતીમાં આવ્યું અને પર્વતને મળવા ગયો. નાગવેદ ભણાવી રહ્યા હતા, તેમાં “ ” આ કૃતિને અર્થ બકરાને હેમ કરે એ પર્વતે કર્યો. મેં કહ્યું કે-ભાઈ! તું બ્રાંતિથી એ અર્થ કેમ કરે છે? ગુરૂમહારાજે તે ત્રણ વર્ષના ધાન્યને હમ કરે” એ અર્થ કહી બતાવ્યું હતું કેમકે- ગાયત્ત રચા (વાવવાથી જે ન ઉગે તે ધાન્ય અજ કહેવાય) તે ધાન્યને હામ કરવાનું ગુરૂજીએ કહ્યું હતું. તે વાત પર્વતે માની નહીં અને નિઘંટથી અજા ને અર્થ બકરી સિદ્ધ કરવા લાગે ત્યારે મેં કહ્યું કે શબ્દના અર્થ ગણુ અને મુખ્ય એમ બે પ્રકારે થાય છે ખરો, પણ ગુરૂનું વચન અને કૃતિને અર્થ અન્યથા કરે છે તેથી મહાપાપ થાય છે. છેવટે અમે બન્ને સહાધ્યાયી વસુરાજાને મધ્યસ્થ ઠહરાવી કહાચ્છેદની પ્રતિજ્ઞા ઉપર આવ્યા. મેં પણ કબુલ કર્યું. કેમકે મને સત્યવાદી વસુરાજા ઉપર પૂર્ણ વિશ્વાસ હતે.
આ પર્વતની માતાએ ખાનગી પણે પર્વતને કહ્યું કે બેટા ! તું તારા હઠને છેડી દે. નારદનું કથન સત્ય છે. મેં પણ ધાન્યને જ અર્થ સાંભળેલ - છે. પર્વતે કહ્યું કેમાતાજી હવે તે જે થવાનું હોય તે થાય, પણ મારાથી ફરી શકાય નહીં. પર્વતની માતા ઘણુ જ દુ:ખીની થઈ. છેવટે પુત્રના બચાવને માટે વસુરાજાની પાસે ગઇ વસુરાજાએ ઘણે સત્કાર આપી કહ્યું કે-માતાજી! મને આજ્ઞા કરે શું આપું ? ત્યારે બ્રાહ્મણીએ કહ્યું કે- મારે બીજુ કંઈ પણ જોઈતું નથી માત્ર મને સુત્રની ભિક્ષા આપ. વસુરાજા પણ આ વાત સાંભળીને બેલી ઉઠયે કે-હે માતાજી! ગુરૂના પુત્રની સાથે ગુરૂજીની પેઠે જ વર્તવું જોઈએ એ શ્રુતિસ્મૃતિને પણ આદેશ જ છે તે પછી મારા ભાઈને કણ મારી શકે તેમ છે ? હુતે એમજ સમજું છું કે મારા ભાઈને મારનારને યમરાજનું તેડું જ થએલું છે. માતાજી મને બધી વાત કહે. ત્યારે બ્રાહ્મણીએ નારદ અને પર્વતને બધે સંવાદ કહી બતાવ્યું, અને છેવટમાં ' કહ્યું કે-જે તારા ભાઈની રક્ષા કરવી હોય તે અજ શબ્દને અર્થ બકરે કે
બકરી કરી બતાવે તેજ થાય તેમ છે. મહાત્માઓ પોપકારના માટે પિતાના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org