________________
પ્રકરણ ૧૫ મું.
જૈન પ્રમાણે દેશમાં હિંસાની સરૂઆત. * ૧૪૭
વસુ, પર્વત અને હું (નારદ) એમ ત્રણે જણ પાઠ કરીને અગાસી ઉપર ઉંધી ગયા. ઉપાધ્યાયજી જાગતા હતા. તેવામાં આકાશમાર્ગે જતાં. જ્ઞાનવાન બે ચારણમુનિઓ પરસ્પર એવી વાત કરવા લાગ્યા કે-આ ત્રણ છાત્રોમાંથી બે નરકમાં અને એક સ્વર્ગમાં જશે. આ વાત સાંભળતાં ઉપાધ્યાયજી વિચાર ગ્રસ્ત થયા કે શું મારા ભણાવેલા છાત્ર નરકે જશે? અને આ ત્રણમાં સ્વર્ગને અધિકારી કચે? એ વિચાર કરી પરીક્ષા કરવા માટે પીઠાના(લેટના) ત્રણ કુકડા બનાવી ત્રણેને એકેકે અપીને કહ્યું કે-જ્યાં કઈપણ જુએ નહી ત્યાં જઈને એને મારે. અમે ત્રણે તે કુકડા લઈને જંગલમાં ગયા. વસુ અને પર્વત એ બે તે મનુષ્ય વગરના જંગલમાં જઈ મારીને પાછા આવ્યા.હું જંગલમાં ગયે પણ વિચાર કરવા લાગે કે કઈ દેખે નહી ત્યાં જઈને મારે એવી ગુરૂજીની આજ્ઞા છે. પ્રથમ તે હુંજ દેખું છું તેમજ વનપાલ, લેકપોલ, ગ્રહ, નક્ષત્રો અને જ્ઞાનીઓ પણ એ દેખી રહ્યા છે. એવી કઈ જગ્યા છે કે-જ્યાં કઈ દેખેજ નહી? માટે ગુરૂજીની આજ્ઞા મારવાની નથી, માત્ર આપણી પરીક્ષા કરવાને માટેજ આ કાર્ય અને સોંપ્યું હોય. એ વિચાર કરી હું કુકડાને અખંડિતજ લઈ પાછે ગુરૂજીની પાસે ગયે. નહી મારવાના બધાં કારણે કહી બતાવ્યાં. ગુરૂજી મને સાધુ સાધુ (સારૂ સારૂ) કહી ઘણા હર્ષથી પિતાની છાતીએ લગાવી
ભેટ.
વસુ અને પર્વત પણ એટલામાં આવી પહોંચ્યા. તે કહેવા લાગ્યા કે મારતી વખતે અને કેઈએ પણ દેખ્યા નથી. ગુરૂજી ઘણુ ખિન્ન થઈ બેલ્યા કે–અરે મૂર્ખાઓ! તમો જાતે જતા હતા કે નહી તેમજ વનપાલે, લોકપાલ, ગ્રહ, નક્ષત્ર, તારાઓ અને જ્ઞાની પુરૂષે પણ દેખતા હતા. પાપિચ્છે તમે કેવી રીતે મારીને આવ્યા? ' છેવટમાં વિચાર કર્યો કે-પાણી જેવા પાત્રમાં પડે છે તેવા સ્વરૂપનું બને છે, વિદ્યાને પણ એજ સ્વભાવ છે. અરે મારા ભણાવેલાં અને પ્રાણથી પ્યારા મારા છાત્ર થઈને નરકમાં જશે? એમ બધા સંસારને શુન્ય જાણી દીક્ષા ગ્રહણ કરી સદ્દગતિમાં ગયા. અભિચંદ્ર રાજાએ પણ રાજ્ય છે સાધુવૃત્તિ અંગીકાર કરી.
અભિચંદ્રની ગાદી ઉપર વસુ બેઠા, ઉપાધ્યાયની ગાદી પર્વતને મળી અને હું (નારદ) મારા સ્થાન ઉપર ચાલ્યા ગયે. - વસુ રાજા હમેશાં સત્ય જ બોલતા તેથી તેઓ સત્યવાદી તરીકે જગતમાં પ્રસિદ્ધ થયા. વિશેષ પ્રખ્યાતિમાં મુખ્ય કારણ એ પણ હતુ કે-વસુ રાજાને સ્ફટિક રત્નનું એક એવું ગુપ્ત સિંહાસન મળ્યું હતું કે તે સૂર્યના પ્રકાશમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org