________________
પ્રકરણ ૪ થું. પૌરાણિક અને વૈદિક દૃષ્ટિએ જગત્ પપ ગર્ભ ધારણ કરે છે, પછી ક્રમથી વધે છે જન્મે છે, દાંતકાળમાં દાંત આવે છે, પછી બોલતા, ચાલતા, કાળક્રમથી જ થાય છે અને કાળ પ્રાપ્ત થતાં મરણ પણ થાય છે. આ બધું શું આપણે પ્રત્યક્ષ જોતા નથી ? શીતકાળમાં ઠં, ઉષ્ણ કાળમાં તાપ, અને વર્ષા કાળમાં વર્ષો મારા વિના બીજો કોણ કરે છે? સર્વજ્ઞપુરુષોએ બતાવેલા આ અવસર્પિણીના ત્રીજા અને ચોથા આરાની મધ્યમાં–૨૪ તીર્થકરે, ૧૨ ચકવર્તીઓ, વાસુદેવાદિકનાં નવત્રિક મળીને નેશઠ શિલાકા પુરુષે બતાવ્યા છે- તેઓને ઉત્પન્ન કરવાવાળો પણ હું જ છું અને તેઓને નાશ કરવાવાળે પણ હુંજ છું. તે સિવાય વૈદિકમાં પ્રસિદ્ધ-બ્રહ્મા,
વણુ અને મહાદેવને ત્રણ યુગાદિકના ક્રમથી મેંજ ઉત્પન્ન કર્યા છે. તેમજ વિષ્ણુના ૨૪ અને દશ-અવતારની પ્રસિદ્ધિ તે મેંજ કરેલી છે, અને તે બધાએને નાશ પણ મેંજ કરેલો છે. તે પછી બ્રહ્માદિક દે ને જગતની ઉત્પત્તિ કરવા વાળા કયા પ્રમાણથી લખીને બતાવ્યા? કદાચ તમે જણાવશે કે–પ્રલય દશામાં પ્રજાપતિએ આ સૃષ્ટિ ઉત્પન્ન કરી ત્યાં પણ આશ્રય તે માટે જ પડશે, કારણ તેવા પ્રકારને જ્યારે કાળ આવે છે ત્યારે જ તેઓ તેમ કરી શકે છે ને? તેથી ત્યાં પણ હું (કાળ) તે હાજર્જ રહીશ, ત્યારે તે કામ થવાનું છે. માટે એકજ દષ્ટિથી સૂક્ષ્મપણે જોશે તે–તમે મને જ્યાંને ત્યાં હાજરજ જેશે. જેમ અદ્વૈતવાળા અદ્વૈત અને દ્વિતવાળા દ્વૈત જુવે છે તે પ્રમાણે તો મને સર્વ સ્થાનમાં વ્યાપ્ત થએલે સુખેથી જોઈ શકશે.
|| ઇતિ પહેલે કાળવાદી
ઉપર મુજબ કાળવાદીને દુરાગ્રહ જોઈ બીજે સ્વભાવવાદી બે કેહે ભાઈ કાળ? જે વસ્તુઓમાં–ફેરફાર થવાને, સ્વભાવજ ન હોય તે તું એકલે રાંકડે શું કરવાને સમર્થ છે? માટે ખરૂં કાર્ય કરવાવાળે હું એકલો સ્વભાવજ છું? કાળને મારી પાછળ પાછળ ફરવું હોય તે ભલે ફર્યા કરે, બાકી ત્રણ કાળમાં પણ કાર્ય કરવાને સમર્થ થઈ શકે તેમ નથી. જુવે કે–પતિને સંગ સદાકાળ હોવા છતાં વાંઝણીને બાળક જન્મે છે? સ્ત્રીને મુંછ આવે છે? હથેલીમાં કેશ ઉગે છે? લીમડાને કેરી આવે છે? વસંત ઋતુ વિના બાગો પ્રફુલ્લિત થાય છે? મેરનાં પિંછાં કેણુ ચીતરે છે? સંધ્યારાગ કેણ કરે છે? બધા વનચર જીનાં જુદા જુદા પ્રકારનાં–મુખ, જુદા જુદા પ્રકારના કાન, હાથ, પગ, નખ મારા વિના (સ્વભાવ વિના) બીજે કેણ કરવાને આવે છે? હરણીનાં નેત્ર સુશોભિત, બેરીને અણુદાર કાંટે, એક સુધે અને બીજો વાંકે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org