________________
૧૦
તત્ત્વત્રયી--મીમાંસા.
ખંડ ૧
પત્ની રૂપે રહે છે. એવી રીતે અનુક્રમે સર્વે વ્યવહારના નાશ થતાં ઉત્સર્પિણી કાળના ચેાથા આરામાં કેટલેક કાળ ગયા બાદ યુગળિક ધમ પ્રગટ થાય છે.
એ ચેાથે આરે પૂર્ણ થતાં ‘સુષમ ૐ નામના ત્રણ કાડાકોડી સાગરાપમના પાંચમે આરા બેસે છે. એ આરાની શરૂઆતમાં અવસર્પિણીના બીજા આરાના અંતની માફક એક ગાઉનું શરીર અને એક ચેપમનું આયુષ્ય હોય છે. ક્રમે કરીને તેમાં વૃદ્ધિ થતાં ખીજા આરાના અંતમાં તે ઉત્સર્પિણી કાળમાં બે ગાઉનું શરીર, ને એ પત્યેાપમનું આયુષ્ય થાય છે. તેની સાથે રૂપ સૌભાગ્ય, બળ, સમૃદ્ધિ વિગેરે પણ વૃદ્ધિ પામે છે. તે પછી ઉત્સર્પિણીનો છઠ્ઠો આરેા ‘સુષમસુષમ ’ નામને આવે છે, તેમાં પણ સારા કાળના પ્રભાવથી વૃદ્ધિ થતાં થતાં એના અંતમાં મનુષ્યનું ત્રણ ગાઉનું શરીર અને ત્રણ પત્યેપમનું આયુષ્ય થાય છે. મનુષ્યને અનુસરીને ગાય, ભેંસ, હાથી, ઘેાડા વિગેરે તિય ચામાં પણ એ ક્રમ સમજવો. ચાર કોડાકોડી સાગરાપમના ઉત્સર્પિણીના છઠ્ઠો આરા પૂરા થતાં વળી પાછે અવસર્પિણીને ચાર કાડાકોડી સાગરોપમને સુષમાસુષમ નામે પહેલેા આરેા બેસે છે. ત્યારથી વૃદ્ધિ થતી અટકીને ઉતરતા કાળની શરૂઆત થાય છે.
એવી રીતે દશ કાડાકોડી સાગરોપમની અવસર્પિણી અને દશ કાડાકેાડી સાગરોપમની ઉત્સર્પિણી મળીને વીસ કોડાકોડી સાગરોપમનું એક કાળચક્રે થાય છે. એવાં કાળચકો ભૂતકાળમાં અનતાં થઇ ગયાં છે અને અનતાં ભવિષ્યકાળમાં થશે. આવી રીતે ઉન્નતિ અને અવનતિના ક્રમથી જગત્ની સ્થિતિ બદલાયા કરે છે, પણ એની ઉત્પત્તિ કે સર્વથા નાશ થતે નથી.તેમ આવું વિશાળ, શાશ્ર્વતું જગત્ (જેમાં સ્વ, મર્ત્ય અને પાતાળના સમાવેશ થાય છે એને) કાઇ અમુક વ્યકિતએ બનાવ્યું. એવી કલ્પના પણ વિચારક વિદ્વાનોને હાસ્યાસ્પદ લાગે તેવી છે. આથી વિશેષ જાણવાની જિજ્ઞાસા રાખનાર વિદ્વાનેાએ અન્ય જૈન ગ્રંથા જોઇ લેવા.
નાઇતિ જૈન પ્રમાણે અવસર્પિણી-ઉત્સર્પિણી ( ઊતરતા ચઢતા ) કાલથી આદિ અંતવિનાના જગતનું સ્વરૂપ નામનું પ્રકરણ. ૨ જી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org