________________
----
પ્રકરણ ૨ જુ. જૈન દષ્ટિએ જગત.
અવસર્પિણી એટલે ઉતરત–પડતે કાળ, એમાં અનુક્રમે મનુષ્યના આયુષ્ય બળ, બુદ્ધિ, શરીર વિગેરે ક્ષય પામતા જાય છે. તેમ ઉત્સર્પિણી કાળમાં એથી ઉલટા ક્રમે કરી વૃદ્ધિ પામતા જાય છે.
ઉત્સર્પિણી કાળને પહેલે આરે (“દુ:ષમ દુષમ” નામે) એકવીસ હજાર વર્ષ પ્રમાણને હોય છે. એની સ્થિતિ પણ અવસર્પિણના છઠ્ઠા આરા જેવી હોય છે. ફેર માત્ર એટલેજ કે જેમ અવસર્પિણમાં કેમે કરીને અપક્રાંતિ થતી આવે છે, તેમ ઉત્સર્પિણીકાળમાં ઉત્કાંતિ થતી જાય છે. ઉત્સર્પિણીને પહેલે આરે પૂર્ણ થતાં અને બીજા આરાની શરૂઆતમાં પૂર્વના કમ પ્રમાણે મનુષ્યનું એક હાથનું શરીર અને વીસ વર્ષનું આયુષ્ય હોય છે.
દુષમ નામના બીજા આરામાં પણ એ ઉત્ક્રાંતિને વેગ આગળ વધતા જાય છે, આ આરાનું પ્રમાણ પણ અવસર્પિણીના પાંચમા આરાની માફક એકવીસ હજાર વર્ષના પ્રમાણવાળું હોય છે. આ આરામાં પહેલા આરા કરતાં જગતની સ્થિતિ સારી હોય છે. અને તેમાં પણ કાળના પ્રભાવે કરીને સુધારે થતો જાય છે. બીજા આરાના અંતમાં, ને ત્રીજા આરાના પ્રારંભમાં મનુષ્યનું શરીર સાત હાથનું, ને આયુષ્ય ઉત્કૃષ્ટપણે પ્રાયઃ ૧૨૦ વર્ષનું પૂર્વના કેમે કરીને થાય છે. ત્રીજા આરાની શરૂઆતમાં ૮૯ પક્ષ ગયા બાદ પ્રથમ તીર્થકરને જન્મ થાય છે. તે પછી પશ્ચાનુક્રમે કરીને સર્વ૨૪ તીર્થકરે, ૨ ચક્રવતિઓ, વાસુદેવે, બળદેવે તેમજ ૯ પ્રતિવાસુદેવે એ ત્રેસઠ શલાકા પુરુષે આ આરામાં ઉત્પન્ન થાય છે. આ દુષમ સુષમ” નામના ત્રીજા આરાનું પ્રમાણ અવસર્પિણના ચેથા આરાની માફક બેંતાલીશ હજાર વર્ષ ન્યૂન એક કેડાછેડી સાગરેપમનું હોય છે. એવી રીતને એ આરે પૂરો થતાં “સુષમદુષમ” નામને ઉત્સપિણને ચે આરે બે કેડા કેડી સાગરોપમના પ્રમાણવાળ બેસે છે. આ આરાનું પ્રમાણ અવસપિણીના ત્રીજા આરાની માફક સમજવું. ફેર એટલેજ કે અવસપિણમાં ક્રમે કરીને જેમ હાનિ થતી જાય છે, તેમ આ ઉત્સપિણીકાળમાં વૃદ્ધિ થતી જાય છે. આ ચેથા આરાનાં ૮૯ પક્ષ ગયે વીસમા તીર્થંકર ઉત્પન્ન થાય છે. એ ચોવીસમા તીર્થંકરના મોક્ષ ગમન બાદ કેટલાક સમય પછી લેકે બહુ સુખી, સતિષી, અપકષાયવાળા, અલ્પવિષયવાળા, સરળસ્વભાવી અને સમૃદ્ધિવંત હેવાથી નાનામેટાને વ્યવહાર દૂર થાય છે. સર્વ કેઈ સરખા બળ, બુદ્ધિ, રૂપ, સૌભાગ્ય અને સુખી હેવાથી ધર્મમાં પ્રમાદી થતાં જૈનધર્મને લેપ થાય છે. કાળના પ્રભાવે હવે કલ્પવૃક્ષે પ્રગટ થવા માંડે છે. અને બાળક, બાળકીને જોડલા રૂપે જન્મ થાય છે અને એજ આપસ આપસમાં સ્નેહ ધારણ કરીને પતિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org