________________
જૈન દૃષ્ટિએ જગત. વર્તમાન સમયને યુગ અવસર્પિણી કાળને હેવાથી જૈન ગ્રંથમાં સ્વાભાવિક રીતે જ આ યુગને ઈતિહાસ વિગતવાર લખાએલો છે.
વર્તમાન સમયને–અવસર્પિણીને યુગ સુષમા સુષમનામના પહેલા આરાથી શરૂ થાય છે. એ આરાની શરૂઆતમાં સુખ, શાન્તિ, આરોગ્ય, સગવડતા અને સ્વતંત્રતા હતી. મનુષ્ય સુંદર ઘાટના અને અલ્પ વિષય કષાયવાળા હતા. તે સમય ઉચ્ચ નીચના વ્યવહારથી કે રાજા પ્રજીના ભેદથી રહિત હતે. કષાય રહિતપણે એમનું જીવન સુખમાં, ઉપભેગમાં અને અનેક પ્રકારની મન પસંદ ક્રીડામાં વ્યતીત થતું હતું. અસિ, મણી અને કૃષિ રહિત તે સમયનો લોક વ્યવહાર હોવાથી તેમને કાંઈ કામ કે વ્યવસાય કરે પડતે નહી. તેમના પ્રબળ પુણ્યના સંગે દશ જાતિના કલ્પવૃક્ષો એમને જે કાંઈ જોઈતું તે બધું આપતા હતા. પૃથ્વીમાં સાકર કરતાં પણ અધિક મીઠાશ હતી, પાણી પણ અમૃત કરતાં વધારે મધુરતાવાળું હતું. આયુષ્ય પણ વિશેષ લાંબુ એટલે ત્રણ પલ્યોપમના પ્રમાણવાળું, ને શરીરની ઉંચાઈ પણ ત્રણ ગાઉની હતી. બાળક અને બાલિકા એક સાથે જન્મતા અને જમ્યા પછી લગભગ સાત અઠવાડિયામાં તેઓ સનેહનો ઉપભેગા કરવાને લાયક થઈ જીવન પર્યત તે યુગલ-પતિપત્ની રૂપે રહેતા. વાઘ, સિંહ, જેવા ક્રૂર પ્રાણિઓ પણ તે સમયમાં અલ્પ કષાય વાળાં હતાં ચાર કેડા કે સાગરોપમના પ્રમાણે વાળો એ આરે પૂર્ણ થતાં ત્રણ કટાકેટી સાગરોપમના પ્રમાણવાળા સુષમ નામના બીજા આરાની શરૂઆત થઈ.
પહેલા આરાની શરૂઆતની સ્થિતિમાં કાળના દેશે કરી ન્યૂનતા થતી ચાલી. બીજા આરાના પ્રારંભમાંના મનુષ્યનું આયુષ્ય બે પપમ અને શરીર ઓછું થતાં થતાં બે ગાઉના પ્રમાણુવાળું રહ્યું. પૃથ્વી, પાણી તેમજ વનસ્પતિ વિગેરેમાં પણ પહેલા આરાની શરૂઆત કરતાં રસકસ ઓછા થયા. ક્રમે કરીને કાળના સ્વભાવથી સમયના વહેવા સાથે એમાં પણ ન્યૂનતા થતાં બીજા આરાના અંતમાં અને ત્રીજા આરાની શરૂઆતમાં એક પલ્યોપમનું આયુષ્ય અને એક ગાઉનું શરીર પ્રમાણ થયું. પૃથ્વી આદિમાં પણ પ્રથમના કરતાં રસકસની ન્યૂનતા થઈ.
૧ દશ કલ્પ વૃક્ષના નામ અને ગુણે૧ માંગ–માદક વસ્તુ આપનાર. ૬ ચિત્રાંગ–માલ્યઆદિ આપનાર. ૨ ભૃગરાજ–ભાજન આપનાર. ૭ ચિત્રરસસ્વાદુ ભોજન આપનાર. ૩ ત્રુટિતાંગ-વાદ્ય આપનાર. ૮ ભવન–ગૃહ વિગેરે આપનાર. ૪ દીપશિખા––ઉદ્યોત આપનાર. ૯ મયંગભૂષણાદિ આપનાર. - જ્યોતિ–-પ્રકાશ આપનાર. ૧૦ અનગ્ન––વસ્ત્રાદિ આપનાર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org