________________
તત્રયી–મીમાંસા.
. ખંડ ૧
~~~~~~~~
~
બે કટાકોટી સાગરોપમના પ્રમાણવાળે સુષમદુઃષમ નામને ત્રીજે આરે બેઠે. કાળના પ્રભાવે કરી એમાં પણ ન્યૂનતા થતાં થતાં લગભગ ત્રીજા આરાના અંત સમયમાં વિમળવાહન નામના પુરૂષને જાતિસ્મરણ જ્ઞાન થયું. એ સમયમાં કલ્પવૃક્ષે કરમાવાં લાગ્યાં. એટલે તે સમયના મનુષ્યમાં કષાયની પ્રવૃત્તિ થવા લાગી, તેઓ મારૂ, તારું કરવા લાગ્યા તેથી તે બધાઓએ મળીને વિમળવાહનને ( તેનામાં અધિકતા જેવાથી) મેટ કરી સ્થાપે. એ રીતે ત્રીજા આરાના અંતમાં વિમળવાહન પહેલા કુલકર થયા.
એ વિમળવાહનની વંશપરંપરામાં અનુક્રમે સાતર કુલકર થયા. તેમાં છેલલા કુલકર નાભિ રાજા થયા. એ નાભિરાજાના પુત્ર જગપ્રસિદ્ધ રાષભદેવ થયા. એ અરસામાં મનુષ્યમાં વિષય કષાયની પ્રવૃતિ દિન પ્રતિદિન અત્યંત વધતી જતી હેવાથી કુલકરેને જુદી જુદી નીતિનું બંધારણ કરવાની જરૂર પડી હતી.
જગતપ્રસિદ્ધ ઋષભદેવના સમયમાં કાળના દેષે કરીને મનુષ્યોમાં અનેક પ્રકારની રાગ દ્વેષાદિકની પ્રવૃત્તિ જણાવા લાગી જેથી એક રાજાની તેમને જરૂર જણાઈ, વળી કલ્પવૃક્ષે પણ ઓછાં થઈ જવાથી તેમજ અલ્પ ફલ આપવાથી મારું, તારું એ રીતનું મેહબંધન એમનામાં વધી ગયું. આ પ્રમાણેના અનેક કારણેથી ગરષભદેવને પહેલા રાજા નિમવામાં આવ્યા. એમણે અનેક પ્રકારના સુધારા વધારા કરી પુરુષની બહેનેર અને સ્ત્રીઓની સઠ કળા, તેમજ શિપ આદિ અનેક કળાઓ બતાવી વ્યવહાર-ધર્મની શરૂઆત કરી.
અત્યાર સુધી બાળક-બાળકી સાથે જન્મતાં તે મનુષ્ય “યુગળીયા એ નામથી ઓળખાતાં હતાં અને પતિપત્ની તરીકે જીવન પર્યન્ત રહેતા. પરંતુ હવે બાળક બાળકી સાથે જન્મતા ન હોવાથી ઇષભદેવે લગ્નપ્રણાલિકાની શરૂઆત કરી અને ઉંચ નીચ એવાં માણસનાં ચાર કુળ પાડયાં. ત્રીજા આરાના અંતમાં એવી રીતે યુગલિક ધર્મ દૂર થતાં વ્યવહારિક ધર્મની શરૂઆત થઈ. ઘણા કાળ પર્યત ષભદેવ રાજ્યપદ ભોગવીને પછી પહેલા સાધુ થયા.
અત્યાર સુધીમાં લેક યુગળીયા મટી જઈને વ્યવહાર-ધર્મમાં નિપુણ થયા હતા. રાષભદેવના રાજ્યતત્વની શરૂઆતથી જ ગ્રામ, નગર વિગેરે વસી ગયાં હતાં, ત્ર૪ષભદેવે સ્થાપેલા જુદા જુદા રાજાઓ હાથી, ઘોડા,
૧-૨ જુઓ પ્રકરણ ૧૧ મું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org