________________
તત્ત્વત્રયી-મીમાંસા.
-
ખંડ ૧
પ્રકરણ ૨ જુ.
જૈન દષ્ટિએ જગતું.
ગત્ કહે, દુનિયા કહે કે સંસાર કહો એ બધા શબ્દ એક જ અર્થને સૂચવે છે. આ જગત્ અનાદિ કાળથી સ્વાભાવિક રીતે જ અનંત છે અને અનંત પરમાણુઓના પરિવર્તનરૂપે
ચાલતું આવેલું છે તેવી જ રીતે ભવિષ્યકાળમાં પણ અનંત કાળ પર્યત ચાલ્યા કરશે પણ એ કેઈએ બનાવેલુ સંભવતું નથી. . સંસારમાં અનેક પ્રકારની ચઢતી પડતીના ક્રમ ચાલ્યા જ કરે છે. જેના શાસ્ત્રમાં એ ચઢતી પડતીના ક્રમને “ઉત્સપિણી” અને “અવસર્પિણીના નામથી ઓળખાવેલ છે. પ્રત્યેક અવસર્પિણ અને ઉત્સર્પિણીનું પ્રમાણ દશ દશ કોટાકોટી સાગરેપમ કહેલું છે. ઉત્સર્પિણના શરૂઆતમાં અને અવસર્પિણીના અંતમાં જગતની સ્થિતિ ઘણીજ ખરાબ હોય છે. ઉત્સપિણમાં આગળ જતાં એ ખરાબ સ્થિતિ ધીરે ધીરે સુધરવા માંડે છે અને છેવટે સારામાં સારી સ્થિતિએ પહોંચે છે. ઉત્સપિણને દશ કોટા કેટી સાગરોપમ સમય પૂર્ણ થતાં અવસર્પિણીની શરૂઆત થાય છે. અવસર્પિણીની શરૂઆતની સ્થિતિ ઘણી જ શ્રેષ્ઠ હોય છે. પરંતુ સમય જતાં ધીરે ધીરે એમાં ન્યૂનતા આવતી જાય છે. વર્તમાન સમય એ અવસર્પિણી કાળને છે.
જૈન શાસ્ત્રકારોએ અનાદિ નિયમને અનુસરીને પ્રત્યેક અવસર્પિણ અને ઉત્સર્પિણીના છ છ ભાગ (છ આરા) બતાવેલ છે. તેનાં નામ નીચે પ્રમાણે છેઃ—અવસર્પિણું કાળમાં.
ઉત્સર્પિણી કાળમાં. ૧ સુષમ સુષમ
૧ દુ:ષમ દુઃષમ ૨ સુષમ
૨ દુષમ ૩ સુષમ દુઃષમ
૩ દુઃષમ સુષમ ૪ દુ:ષમ સુષમ
૪ સુષમ દુ:ષમ ૫ દુઃષમ
૫ સુષમ ૬ દુઃષમ દુઃષમ
૬ સુષમ સુષમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org