________________
તત્ત્વત્રયીની પ્રસ્તાવના.
૧૭૩
વેદ જેવા પ્રતિષ્ઠિત ગ્રંથોમાં આવી અનેક પેટી વાતે લખનારાઓને વેદની શ્રદ્ધા કેટલી બધી હશે ?
પાપ-પુણ્યના વિચારો વિનાના વેદમાં કેવળ પક્ષપાત કરનારા તે આસ્તિકે અને બધી દુનિયાને માન્ય થએલા એવા અનુભવગમ્ય-પાપ-પુણ્યના વિચારોને બતાવનારા તેમને નાસ્તિકના કહેનારા શું સત્યવાદીઓ છે ?
આ અનાદિકાલથી ચાલતે આવેલ સંસાર, અનંતા અનંત જીવથી ભરેલ, તે જીવો પોતાના પાપ-પુણ્યના સંજોગથી ૮૪ લાખ જેની નિયોમાં ઉંચા-નીચા ભટકી રહેલા છે, તેમાં કલ્પના થઈ કે-એકજ પ્રજાપતિએ આ બધી દુનિયાને ઉત્પન્ન કરી, વેદમૂળક ઠરાવવા ઋગવેદના છેલ્લા ૧૦ મા મંડલમાં તે લખાયા. એટલું જ નહી પણ ત્રેતાયુગમાં થએલા વિણુ કે જે શ્રીકૃષ્ણ ભગવાનના નામથી જાણીતા હતા તેઓ તે ત્રણ પગલાં મૂકતાં ત્રણે લેકની રચના કરતા ગયા એમ વેદના ૧-૭ મા, મંડલમાં લખાયા હતા તે કયા કાળમાં લખાયા હતા? અને આ પ્રજાપતિએ ફરીથી કયા કાળમાં આ સુષ્ટિને ઉત્પન્ન કરી? વિષણુના હકમાં પ્રજાપતિએ શા કારણથી હાથ ઘાલ્ય? પુરાણના લેખે જોતાં બ્રહ્મા અને વિષ્ણુ આ બન્ને દે–દૈત્ય, દાનની મોટી આફતમાં આવી પડેલા બતાવ્યા છે, માટે પંડિતેને સત્યાસત્ય વિચારવાની ભલામણ કરૂ છું કે જેથી સત્યને પ્રકાશ બહાર પાડે.
પૃ. ૫૦૯ થી--સં. સા. માં મૅકડોનલ શાહેબના વિચારે.
ઉપનિષદોની ફિલસુફી અવ્યવસ્થિત દશામાં છે પણ આસરે ઈસ્વીસનના પહેલા સૈકાથી માંને ધીમે ધીમે આ તેમજ બીજા વિચારને સુવ્યવસ્થિત કરીને ગ્રંથના રૂપમાં મૂકવામાં આવ્યા હતા, બધાં મળીને નવ દર્શને જોવામાં આવે છે. તેમાંના કેટલાકની ઉત્પત્તિ ઈસ્વીસન પૂર્વે છઠ્ઠા સિકામાં થઈ ચુકી હતી એમ ચેકકસ જણાય છે.
જે છ દશનો આસ્તિક કહેવાય છે તેમાંના આખા ચાર અગાઉ નિરીશ્વરવાદી હતાં, અને એક તે હમેશાં જ નિરીશ્વરવાદી રહ્યું હતું. આ વાત પ્રથમ દર્શને કદાચ નવાઈ ભરેલી. અને આશ્ચર્યકારક લાગશે પણ બ્રાહ્મણ વર્ણના અધિકારને સંપૂર્ણ અને વેદના પ્રામાણ્યને નામને પણ સ્વીકાર કરવામાં આવે એટલું જ આસ્તિકપણાને માટે અપેક્ષિત છે. અને વેદના દરેક દરેક સિદ્ધાંતને પુરેપુરે કબુલ કરે અથવા તે ઈશ્વરના અસ્તિત્વને માન્ય રાખવું એવું કંઈ આસ્તિકપણાને માટે બીલકુલ જરૂરતું નથી. એવી તે વખતની સાર્વત્રિક માન્યતા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org