________________
* તત્ત્વત્રયીની પ્રસ્તાવના.
૧૫૩
અભ્યાસ કરી, તે અધ્યાત્મિક જ્ઞાન મેળવવાની ભલામણ કરું છું. સાથે એ પણ સૂચવું છું કે-સર્વના ગ્રંથને અભ્યાસ કર્યા સિવાય, તમે તમારી જીંદગીના ' અભ્યાસ સુધી તે શું પણ તેવી અનેક જીંદગી સુધી પણ મેળવી શકશો નહી. અને તમે તમારી જિજ્ઞાસા પણ પૂરી કરી શકશે નહી. માનવું ન માનવું છે તે આપણી સ્વતંત્રતા ઉપર આધાર છે.
જુવે શુદ્ધ અંતઃકરણવાળા દક્ષિણ પ્રદેશના, એક પતિ લક્ષ્મણ રઘુનાથ ભિંડે, તે પડિત મહાશયે તેવા પ્રકારનો અભ્યાસ કરી, પતે ઉત્તમ પ્રકારનું જ્ઞાન મેળવી, પિતાના તરફથી તેવા પ્રકારના ટુક ટુક સ્વરૂપથી દશ પ્રકારના લેખે બહાર પાડી, બધી દુનિયાના પંડિતેને પણ પ્રેર્યા છે. તેમના લેખને બારિક પણથી અભ્યાસ કરી તેમનું અનુકરણ કરવાની ભળામણ કરું છું.
વૈદિકના કેટલાક દુરાગ્રહી પંડિતેઓ–સર્વાના સત્ય તને વિચાર કરવાનું છેદ્ય દઈને, સર્વોમાંની અનેક પ્રકારની વસ્તુઓને લઈને, કેઈ જશે પર તે અધિક જ્ઞાનીપણાનું ડોળ કરતાં, જણાવ્યું કે “ મૂલકનું ભક્ષણ તે પુત્રના માંસ ભક્ષણ બરોબર છે.”
રાત્રિભેજનના વિષયમાં “લેહી માંસની તુલના કરીને બતાવી.”
સર્વજ્ઞોના ઈતિહાસની ફેરફારી કરતાં-દરેક સમયના વાસુદેવનાં નામ ઉડાવી દઈ, તેમના પ્રતિપક્ષીરૂપ-પ્રતિવાસુદેવે કે જે મહાન રાજાઓ થઈ ગયા છે. તેઓને અસુર દૈત્ય, દાનવના નામથી વિપરીત રૂપના લખીને, દેવ દાનની લડાઈ રૂપમાં ગોઠવી દીધા છે.
જેમ કે તારકાસુર, મેરક દૈત્ય, મધુ કૈટભના, નામથી કેઈને બેસી ઘાલ્યા ઉત્તરમાં, તે કોઈને બેસી ઘાલ્યા દક્ષિણમાં, પછી મટી મેટી કલ્પિત કથાઓ લખીને-મોટાં મોટાં પુરાણો બનાવી દીધાં, કે જેમાંથી કેઈને રસ્તાજ જી શકે નહી. આ વાત મારા લેખથી પણ આપ સજજને વિચારી શકશે. '
ઇત્યાદિક સંકડે, હજારે બાબતે, સર્વાના ગ્રંથમાંની લઈને-જાણી બૂજીને ઉંધા છત્તા સ્વરૂપની લખીને, એવું તે કોકડું ગૂંચવ્યું છે કે મોટા મોટા પંડિતેને પણ મોટી ભ્રમ જાળમાં નાખી દીધા છે. પરંતુ મને ખાતરી છે કે મારા ગ્રંથનું અવલોકન કરતાની સાથેજ, તેઓ નિઃશંક થઈને તરતજ પિતાની સત્યપ્રિયતાને જાહેર કરશે. એવી મને મારા ગ્રંથની ખાતરી છે.
આ તે મારા ગ્રંથનું ટુંક સ્વરૂપ જેવાને માટે પ્રસ્તાવના કહે કે, પ્રવેશિકા કહે છે. માત્ર જેન–વેદિકેના મુખ્ય દેવનું સ્વરૂપ, વિશેષ જોવાની
20
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org