________________
૧૧૨
તત્રયીની પ્રસ્તાવના. અને ચાર લાખ કેના પ્રમાણુવાળાં, મોટાં મોટાં પુરાણો લખતાં, તે સર્વાના તરફના ટુંક સ્વરૂપના ઇતિહાસને તે ફેવને, અને પિતાનામાં ઉધાછત્તા વરૂપને લખીને, કેઇ દૂર દૂરના જુદા જુદા વિષયમાં ફેકી દીધેલો હોવાથી, આજ સુધીમાં તદ્દન અંધારામાં જ પદ્ધ રહેલે હતે.બીજા તે જાણી શક્યા ન હતા, પણ તેમના ઘરના પંડિતે પણ જાણી શક્યા ન હતા. તેવા સમયમાં પૂરાં પુસ્તકે હાથ ન ચઢવાથી જૈનોના પંડિતે ન જાણી શકે એ તે સ્વાભાવિક જ છે. આ પ્રકાશના સમયમાં–જેનોના પંડિતે આપસ આપસની ધમાલમાં પડેલા હેવાથી કોણ શોધ કરી શકે? અને હેલમુત શાહેબનની શંકાનું સમાધાન ન મળવાથી ઈતિહાસના વિષયમાં જે જે સ્થાનમાં જેવા જેવા પ્રકારનું સમજવામાં આવતું ગયું, તેવ તેવા સ્વરૂપનું નિઃશંકપણુથી લખતા ગયા પણ કેઈને પક્ષપાત કરેલો નથી. એવા સ્વરૂપની તેમની નિઃપક્ષપાતપણાની નિર્મલ બુદ્ધિ જોઈ મને ઘણો જ આનંદ થયે. અને હું તેમને મારા સત્ય હૃદયથી ધન્યવાદ પણ આપતો રહ્યા. તેમના તરફથી લખાયેલે જૈનધર્મ નામનો ગ્રંથ બહાર પડતા પહેલાં મારા આ “જેન-વૈદિકની તુલનાત્મક સ્વરૂપને ગ્રંથ ઘણું ભાગે છપાવવાને આવેલું હતું, તેથી બ્રહ્માના સંબંધની તેમની શંકાને ખુલાસો વિશેષ કરી શકો ન હતો, તેથી અહીં કાંઈક કરીને બતાવું છું, તેથી તેઓ પોતાને નિર્ણય કરી લેશે, અને બીજા પંડિતેને પણ વિચાર કરવાને અવકાશ મળશે.
હેલમુત સાહેબના જૈનીઝમને ગુજરાતીમાં તમે પૃ. ૨૮૧ માંથી -
શ્રેયાંસના સમયમાં પોતનપુમાં gિઝતિરાઝુ નામે રાજા હતા. એની મા જ્યારે ગર્ભવતી હતી ત્યારે એકવાર એણે ચાર પ્રખ્યાત સ્વપ્ન જોયા, અને થોડાજ સમયમાં એક પુત્રને જન્મ આપ્યો. “મા” ૧ લા-બલદેવ હતા. ત્યાર પછી રાણીને એક પુત્રી અવતરી તેનું નામ–કાવતી’ પાડયું. યુવતી થતાં એ કન્યા એવી સુંદર થઈ કે તેના પિતા તેના ઉપર મોહ પામ્યો, અને તેની સાથે લગ્ન કરવાને એ નિશ્ચય કર્યો. ધારેલા લગ્ન વિષે લૌકિક સમ્મતિ મેળવવાને માટે એણે મટી સભા બેલાવી, અને તેમાં પ્રશ્ન કર્યો જે મારી ભૂમીમાંથી રત્ન જડે તો તે કોનું?” સૌએ ઉત્તર આપે, જે “આપ પૃથ્વીના સ્વામી છે અને તેથી સર્વના સ્વામી છે.” એણે ફરીવાર એને એ પ્રશ્ન કર્યોને ફરીવાર એને એ ઉત્તર મળે, તેથી એણે ગાંધર્વ લગ્નની પ્રણાલીઓ મૃગાવતીની સાથે પોતાની પ્રજાને આશ્ચર્યચકિત કરીને લગ્ન કર્યું. અને તેથી પ્રજાપતિ
* પ્રજા તિ શબ્દના બે અર્થ છે. પ્રજાનો પતિ એટલે રાજા અને પ્રજા એટલે સુષ્ટિ તેના પતિ એટલે બ્રહ્મા. હિંદુ કથા પ્રમાણે બ્રહ્માએ પિતાની પુત્રી સરસ્વતી સાથે લગ્ન કર્યું હતું. (આ ટીપ ગ્રંથકારેજ મુકેલી છે).
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org