________________
પણ.
પ્રકરણ ૩ મું જૈન તને વિકાર હિંદુ ધર્મ, સમજતા પંડિત. ૩૯૫ હે ભગવન્! તારી મૂર્તિ વીતરાગી છે, અને તેમના દેવની મૂર્તિઓ પણ વિકૃતિવાલીઓ છે. છતાં પણ તેઓ વિચાર નથી કરી શકતા. પણ અમે બધાએ મતવાદિઓના સન્મુખ પિકાર કરીને કહીએ છીએ કે–વીતરાગી સ્મૃતિ જેવી, બીજા કેઈ પણ દેવની મતિ ધ્યાન કરવાને યોગ્ય નથી. તેમજ સર્વ પદાર્થોના સ્વરૂપનું યથાર્થજ્ઞાન મેળવવા માટે અનેકાંતના માર્ગ (સ્યાદ્વાદમાગ) જેવો બીજો કોઈ પણ ન્યાયમાર્ગ, દુનીયામાં છેજ નહી એમ જે અમો કહીએ છીએ તે શ્રદ્ધામાત્રથી કહેતાં નથી, પણ પરીક્ષાપૂર્વક નિષ્પક્ષપાતપણુથી કહીએ છીએ.
ત ઈતિ લેખસંગ્રહે પ્રથમ ભાગની પ્રસ્તાવના અમોએ બીજા ભાગમાં યુરેપીઅન લોકોના લેખે જે આપ્યા છે તેને ટુંક વિચાર
ર્ડો. હર્મન જેકેબી–જૈનસૂત્રોની પ્રસ્તાવનાના પ્રથમ ભાગમાં લખે છે કે-અત્યાર સુધીની ચર્ચા, જેનેની પરંપરાગત કથાઓની પ્રમાણિકતા ઉપર જ ચાલેલી છે. તેથી વિદ્વાન મી. બાર્થના–અભિપ્રાય મુજબ, જેનોની સાંપ્રદાયિક પરંપરાઓ બૌદ્ધોના અનુકરણરૂપે ઉપજાવી કાઢેલી છે. મી. બાર્થની દલીલ એ છે કે-જૈન ઘણી સીએ સુધી એક નાનો સંપ્રદાય હતો. હું પુછું છું કે-છેડા અનુયાયી વડે, માતાના મૌલિક સિદ્ધાંત અને પરંપરાઓ સુરક્ષિત રાખી શકે છે કે જે ધમને એક મોટા જનસમૂહની ધાર્મિક જરૂરીઆતે પુરી પાડવાની હોય તે? જૈનેને પિતાનાં સિદ્ધાંતનું એટલું બધું સ્પષ્ટ જ્ઞાન હતું કે, ન જેવી બાબતમાં મતભેદ ધરાવનારને પોતાના વિશાળ સમુદાયમાંથી જુદા કરી દીધા હતા આના પ્રમાણમાં–ડયુમને પ્રકટ કરેલી સાત નિન્હોની પરંપરા છે. આ સઘળી હકીકતે ઉપરથી સિદ્ધ થાય છે કે, જૈનેની સૂમમાં સૂક્ષમ માન્યતા પણ સુનિશ્ચિત સ્વરૂપવાળી હતી. જેવી રીતે જૈનેના ધાર્મિક સિદ્ધાન્તો સિદ્ધ થઈ શકે છે, તેવી જ રીતે ઐતિહાસિક બાબતે પણ સિદ્ધ થઈ શકે તેવી છે. જે કે દરેક સંપ્રદાયને–પિતાને સંપ્રદાય, આસ પુરૂષથી ઉતરી આવેલો છે. એમ બતાવવાને ગુરુપરંપરાનાં નામે ઉપજાવી કાઢવાની જરૂર પડે છે. પરંતુ કલ્પસૂત્રમાં સ્થવિરે ગણે, અને શાખાની નામાવલી છે, તે કલપી કાઢવામાં જેને કેઈપણ પ્રકારનું પ્રયોજન હોય તેમ હું માની શકતો નથી. આટલું સિદ્ધ કરી બતાવવાથી એ સિદ્ધ થાય છે કે જૈને તેમના આગમનું સ્વરૂપ નકકી થયા પહેલાં પણ પિતાને ધર્મ, સંપ્રદાય, તેમજ અન્યદર્શનીય સિદ્ધાંતના સંમિશ્રણ પેગે ઉસન્ન થતી ભ્રષ્ટતાથી, તેને બચાવી સુરક્ષિત રાખવા માટે, એગ્ય ગુણ સંપન્ન હતા. જે જે બાબત કહી શકવાનું સામર્થ્ય હતું. તે સઘળું તેમણે સંપૂર્ણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org