________________
કર૪
'
તન્વય-મીમાંસ.
ખંડ
પુરાતત્ત્વના આચાર્ય મુનિ શ્રી જિન વિજ્યજીએ એ હરિભદ્ર સૂરિના સમય નિર્ણય પર જે ગષણ પૂર્વક નિબંધ લેખે છે તેમાં એમને સમય વિક્રમની આઠમી નવમી શતાબ્દી નિશ્ચિત કરી છે ક તેમનો આ નિશ્ચય આજકાલની ઐતિહાસિક વિદ્વાનોમાં માનનીય પણ થઈ ચુકયા છે. - હરિભદ્ર સૂરિ જાતિના બ્રાહ્મણ, આચાર સંપન્ન પ્રતિભાશાલી એક અનુપમ વિદ્વાન થયા છે. એમની લત્તર પ્રતિભાએ અનેકાંત જ્ય પતાકા, શાસ્ત્ર વાત સમુચ્ચય,ષટ દશન સમુચ્ચય, ગવિદુ,ચાગ દષ્ટિ સમુચ્ચય અને ન્યાય પ્રવેશક સૂત્રાદિ વિવિધ વિષયના અનેક ગ્રંથ રત્નને ઉત્પન્ન કરીને ન કેવલ જૈન સાહિત્ય ને જ ગૌરવાન્વિત બનાવ્યું કિંતુ ભારતીય સંસ્કૃત પ્રાકૃત સાહિત્ય રત્નના ભાંડાગાર ને પણ વિશેષ સમૃદ્ધિ શાલી બનાવ્યા. એવા અનુપમ વિદ્વાન ના માટે ભારતીય જનતા જેટલું અભિમાન કરી શકે તેટલું ઓછું છે.
અમૃતચંદ્રસૂરિ – છેઆ વિદ્વાન જેન ધર્મની દિગંબર શાખામાં થયા છે. એમને કુંદકુંદાચાર્ય કૃત સમય સાર, પર આત્મ ખ્યાતિ નામની ટીકા લખી છે અને પ્રવચન સાર ટકા, પંચ િકાય ટીકા, તવાર્થ સાર પુરુષાર્થસિદ્ધયુપાય, પંચાધ્યાયી અને તત્ત્વ દીપિકા આદિ ગ્રંથ પણ એમની પવિત્ર માસ્તિષ્કની ઉપજ છે. દિગંબર પટ્ટા વલીમાં લખ્યું છે કે એ વિક્રમ સંવત ૧૦૬૨ માં વિદ્યમાન હતા. આથી એમને સમય વિક્રમની દશમી શતાબ્દી, સુનિશ્ચિત છે આ વિદ્યાનંદ સ્વામી–
દિગંબર જૈન સંપ્રદાયમાં આચાર્ય વિદ્યાનંદી (વિદ્યાનંદ સ્વામી) કાશનિક વિષયના એક સમર્થ વિદ્વાન થઈ ગયા છે. જૈન ધર્મમાં દીક્ષિત થવા પહિલાં એ દર્શન શાસ્ત્રોના ધૂરીણુતમ વિદ્વાન પ્રતિભા શાલી વિદિક ધર્માવલંબી બ્રાહ્મણ હતા. એમની જન્મ ભૂમિ મધ્ય દેશમાં હતી એમની રચેલી અષ્ટ સહસ્ત્રી, તસ્વાર્થ મલેક વાસ્તિકાલંકાર, યુજ્ય નુ શાસન અને આત પરીક્ષાદ ગ્રંથ એમણ ચમત્કારિણી લેકે પ્રતિભા પરિચય આપવામાં પૂર્ણપણાથી પર્યાપ્ત છે. એ અસાધારણ તૈયાયિક અને ઉચ્ચ કોટિના દાર્શનિક અને ગદ્યપદ્ય ના અનુપમ લેખક હતા. એમના સંબંધમાં શ્રવણ વેલ ગોલામાં પ્રાપ્ત થએલા શિલા લેખથી પ્રતીત થાય છે કે એમને કેટલિક રાજ સભાઓમાં જઈને વિપ
૪ જુવે જૈન સાહિત્ય સંશોધક ભાગ ૧ અંક ૧ી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org