________________
૩૦૦
તત્રયી–મીમાંસા.
, ખંડ ૨
ભાવાર્થ—અપેક્ષાકૃત ભેદને લઇને પદાર્થને ભિન્ન ભિન્ન રૂપથી પ્રતિપાદન કરવાવાળા વેદ (ઉપનિષદુઆદિ) પણ સ્યાદ્વાદના પ્રતિષેધકનથી.
(પરમાત્માનું વ્યતા વ્યકત અથવા સગુણનિર્ગુણ સ્વરૂપ)
ભગવદગીતા અને ઉપનિષદે. પ્ર. ૧૩૬ તે પ્રકૃતિ અને પુરૂષના પણ પરે જે પુરુષોત્તમ પરમાત્મા અથવા પરબ્રહ્મ છે તેનું વર્ણન કરતી વખતે ભગવદ્ ગીતામાં પહેલાં તેનાં બે સ્વરૂપ બતાવ્યાં છે જેમકે-વ્યક્ત અને અવ્યક્ત (આખેથી દેખાતા અને આંખેથી નહી દેખાતા ) એમાં સંદેહ નથી કે વ્યક્ત સ્વરૂપ– અર્થાત્ ઈદ્રિય ગોઅર રૂપ સગુણજ હેવા જોઈએ, અને અવ્યક્ત રૂપ યદ્યપિ ઈદ્રિને અગોચર છે તો પણ એ નથી કહી સકતા કે તે નિર્ગુણજ છે. કેમકે યદ્યપિ તે અમારી આંખેથી દેખાતા નથી તે પણ તેમાં સર્વ પ્રકારના ગુણ સૂક્ષમ રૂપથી રહી શકે છે. એટલા માટે અવ્યકતના પણ ત્રણ ભેદ કર્યા છે. જેમકે-સગુણ, સગુણ-નિગણ અને નિર્ગુણ અહી “ગુણ” શબ્દમાં તે સર્વ ગુણેને સમાવેશ કર્યો છે કે જેનું જ્ઞાન મનુષ્યને કેવલ તેની બાહેંદ્રિયેથીજ નથી થતુ પણ મનથી તે થાય છે પરમેશ્વરના ભૂત્તિમાન અવતાર ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં સાક્ષાત્ અર્જુનના સામે ઉભા થઈને ઉપદેશ કરી રહ્યા હતા એટલામાટે ગીતામાં જગ જગપર તેમને પોતાના વિષયમાં પ્રથમ પુરુષને નિર્દેશ એ પ્રકારે કર્યા છે—જેમકે-“પ્રકૃતિ મારૂ રૂપ છે” (૧૮) “જીવ મારે અંશ છે” (૧૫ ૭) “સર્વ ભૂતેના અંતર્યામી આ
ત્મા હું છું ” ( ૧૦ ૨૦ ) સંસારમાં જેટલી શ્રીમાન યા વિભૂતિમાન મૂર્તિઓ છે તે સર્વ મારા અંશથી ઉત્પન્ન થઈ છે. (૧૪) હું જ બ્રહ્મનું, અવ્યયમોક્ષનું, શાશ્વત ધર્મનું, અને અનંત સુખનું, મૂલ સ્થાન હું (ગી. ૧૪. ર૭). આથી વિદિત થશે કે ગીતામાં–આદિથી અંત સુધી અધિકાંશમાં પરમાત્માના વ્યક્ત સ્વરૂપનું જ વર્ણન કરેલું છે.
એટલા માત્રથી કેવલ ભકિતના અભિલાષી કેટલાક પંડિતોએ અને ટકાકાએ એ મત પ્રગટ કર્યો છે કે—ગીતામાં પરમાત્માનું વ્યકત રૂપજ અંતિમ સાધ્ય માન્યું ગયું છે. પરંતુ એ મત સાચે નહી કહી શકાશે * કેમકે ઉકત્ત વર્ણનની સાથેજ ભગવાને સ્પષ્ટ રૂપથી કહી દીધું છે કે–મારૂં વ્યકત
* પાઠક ! જુઓ આ કથન એકાંત પક્ષનું કેવું સ્પષ્ટ વિરેાધી છે. અર્થાત જે લોકે પરમાત્માને એકાંત પણાથી વ્યકત રૂપથી જ માનતાથકા તેના અવ્યક્ત સ્વરૂપને નિષેધ કરે છે તે એકાંતપણાથી વ્યક્ત રૂપના પક્ષપાતી હોવાથી તેમને પક્ષ યથાર્થ નથી એ ઉક્ત કથનથી બતાવ્યું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org