________________
પ્રકરણ ૩૫મું. અનેકાંતવાદને આશ્રય લેનારા દર્શનકારે. ૨૯8 તેને સ્થિર અથવા નિત્ય કહી શકીએ તેમ પણ નથી, એજ પ્રમાણે અસ્થિર અથવા વિનાશ શીલ પણ નથી, અને એથી એક અથવા અનેક પણ નથી કહી શકતા, એમ તે ગરમાગમ ( આવવા અથવા જાવા) થી પણ રહિત છે. તાત્પર્ય કે–એ છ વિકલ્પોમાંથી એકાંત પણાથી કેઇપણ વિકલ્પ તે પરમતત્ત્વમાં સંઘટિત નથી થઈ શકતે.
એના સિવાય માધ્યમિક કારિકાને એક બીજે પાઠ , બુદ્ધના ઉપદેશને સાર બતાવતાં મહામતિ નાગાર્જુન લખે છે કે – . आत्मेत्यपि प्रज्ञपित मनात्मेत्यपि देशितं
बुद्ध !त्मा नचानात्मा कश्चि दित्यपि देशितं . ભાવાર્થ–બુદ્ધોએ (બુદ્ધ ભગવાને) આત્મા છે એ ઉપદેશ પણ કર્યો છે, એજ પ્રમાણે આત્મા પણ નથી અને અનાત્મા પણ નથી એવું પણ કહ્યું છે ઇત્યાદિ.
બુદ્ધ ભગવાનના આ ઉપદેશની સંગતિ, અપેક્ષાવાદના સિદ્ધાંતનું અનુસરણ કર્યા વિના કદી નથી થઈ શકતી. “આત્મા છે પણ અને નથી પણ આ કથન કેઇ રેકાવટ વિના પિતાની સિદ્ધિના માટે અપેક્ષાવાદનું આહ્વાન જે કરી રહ્યું છે, તેમજ પરમ સત્યના વિષયમાં તે સ્થિર પણ નથી અને અનિત્ય પણ નથી ઈત્યાદિ જે લખ્યું છે તે પણ નિષેધ રૂપથી અનેકાંતનુ જ સમર્થક છે. એ શબ્દનો એજ અર્થ યુકિત સંગત છે કે તે પરમતવ-એકાંત પશુથી સ્થિર અથવા અસ્થિર નથી, તથા એકાંત રૂપથી નિત્ય અથવા અનિત્ય નથી. ઊકત છ વિકલ્પોની એકાંત સત્તાને નિષેધ કરે જ બુદ્ધ ભગવાનને અભીષ્ટ છે અન્યથા પરમતત્વમાં પદાર્થત્વ જ કદી નથી બની સકતે. વસ્તુ તતુ બીદ્ધીએ પરમતત્વનું જે સ્વરૂપ બતાવ્યું છે તે વેદાંતી ના અનિર્વચનીય શબ્દનાજ સરખે પ્રતીત થાય છે, તેથી તેને એજ સાર નિકલે કે બૌદ્ધદર્શનો તત્વ વિચાર પણ અપેક્ષાવાદના અવલંબન વિના પિતાની સિદ્ધિમાં અપૂર્ણ છે, એટલા માટે તેને પણ અપેક્ષાવાદને પોતાના ઘરમાં ઉચિત સ્થાન આપ્યું. (અનિર્વચનીય શબ્દ અનેકાંતવાદને પથાર્ય વાચી છે.) પૃ. ૧૨૩ થી.
શાંકર વેદાંતમાં પ્રપંચ કારણભૂત માયાના સ્વરૂપને અનિર્વચનીય બતાવી છે. જેને કઈ પ્રકારથી નિર્વચન ન થઈ શકે તેણું અનિર્વચનીય કહે છે. અર્થાત્ ભાવ રૂપથી અથવા અભાવરૂપથી, ભેદ રૂપથી અથવા અભેદરૂપથી ઇત્યાદિ પ્રકારમાં કેઈ પકારથી પણ જેનું વર્ણન ન કરી શકાય તે પદાર્થ અનિર્વચયનીય કહેવાય છે. શંકર સ્વામી માયા અથવા પ્રકૃતિને એજ રૂપમાં દેખે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org