________________
૫૮
અધ્યાત્મ ઉપનિષદ્ - ભાગ પહેલો, ૧-શાસ્ત્રયોગશુદ્ધિ અધિકાર આ રીતે પુનઃ પુનઃ શાસ્ત્રયોગનું અનુષ્ઠાન કરનાર સાધકને વચનાનુસાર જ પ્રવૃત્તિ કરવાનો એક અભ્યાસ પડી જાય છે. પરિણામે તેની અંતરંગ પરિણતિ એવી ઘડાઈ જાય છે કે તેના સંયમ સાધક સર્વ યોગો વચનના સ્મરણ વિના પણ સ્વાભાવિક રીતે વચનાનુસાર જ પ્રવર્તે છે આવા સ્વાભાવિક થતાં અનુષ્ઠાનમાં અન્ય સર્વ સંગની જેમ વચનનો પણ સંગ છૂટી જાય છે, માટે તેને અસંગઅનુષ્ઠાન કહેવાય છે.
વચનાનુષ્ઠાનકાળમાં વીતરાગ ભગવાનના વચન પ્રત્યે અવિહડ રાગ હોય છે. તેના કારણે સર્વ ધર્મક્રિયા વિતરાગ ભગવાને જે રીતે કરવાની કહી છે તે પ્રમાણે જ કરાય છે અને તે દ્વારા સંસારના સર્વ ભાવો પ્રત્યેના રાગાદિને તોડવા યત્ન કરાય છે, જેના પરિણામે કષાયો અતિ મંદ-મંદતર કક્ષાના થઈ જાય છે. જ્યારે અસંગઅનુષ્ઠાનકાળમાં અન્યત્ર તો રાગાદિ કષાયો પ્રવર્તતાં જ નથી, પરંતુ વીતરાગ ભગવાનના વચન પ્રત્યે પણ રાગ રહેતો નથી. તેની સાથે તાદાભ્ય સધાઈ જાય છે અને સર્વત્ર વીતરાગ વચનની પરિણતિરૂપ સમતા અને ઉદાસીનતાનો પરિણામ પ્રવર્તે છે.
પૂર્વે વચનાનુષ્ઠાનનાકાળમાં વારંવાર વીતરાગના વચનના સ્મરણપૂર્વક વીતરાગ ભાવમાં જવા યત્ન થતો હતો. હવે વચનના સ્મરણ વિના પણ સાધકનો ઉપયોગ સહજ રીતે વીતરાગમય બની શકે છે. અસંગઅનુષ્ઠાનની આ અવસ્થાને ગ્રંથકારશ્રી વીતરાગપુરસ્કરણની અવસ્થા કહે છે.
અસંગઅનુષ્ઠાનકાળમાં આત્માની કષાયકૃત મલિનતાઓ ઘણી ઓછી થવાને કારણે આત્મા દર્પણ જેવો નિર્મળ બનતો જાય છે. નિર્મળ સ્ફટિક કે દર્પણમાં જેમ સામે આવેલી વસ્તુનું પ્રતિબિંબ ઝીલાય છે તેમ નિર્મળ બનેલા ચિત્તમાં વીતરાગનું પ્રતિબિંબ ઝીલાય છે અર્થાત્ નિર્મળ ચિત્ત વીતરાગતાનો સ્પર્શ કરે છે. આ રીતે વીતરાગના પ્રતિબિંબથી વિતરાગમય બનેલો આત્મા ત્યારે તે સ્વયં વીતરાગ હોય તેવો અનુભવ કરે છે.આત્મામાં પડતી આ પરમાત્માની છાયાને “સમાપત્તિ (સમ = સમાનતા + માપત્ત = પ્રાપ્તિ) કે સમરસ આપત્તિ કહેવાય છે. આ સમાપત્તિના સમયમાં સાધક વીતરાગ પરમાત્મા સાથે એકમેક થઈ જાય છે. વીતરાગ સાથે તાદાસ્યભાવને પ્રાપ્ત કરે છે. વીતરાગ સાથે તાદાભ્ય એટલે વીતરાગતાનો સ્પર્શ થવો, તેથી ત્યારે તેની જ્ઞાનધારા એકમાત્ર વીતરાગભાવના ઉપયોગમાં જ પ્રવર્તે છે. વીતરાગભાવનું ધ્યાન કરતાં કરતાં સાધક જ્યારે આ કક્ષાએ પહોંચે છે ત્યારે તેને “હું જ પરમાત્મા છું' અથવા મારામાં જ પરમાત્મસ્વરૂપ રહેલું છે તેવો
5. सत्प्रवृत्तिपदं चेहाऽसङ्गानुष्ठानसंज्ञितम् । महापथप्रयाणं यदनागामिपदावहम् ।।१७५ ।।
असङ्गानुष्ठानमाहप्रशान्तवाहितासंज्ञं विसभागपरिक्षयः । शिववर्त्म ध्रुवाध्वेति योगिभिर्गीयते ह्यदः ।।१७।।
- યોદ્દસમુચ્ચયે || યોગદૃષ્ટિમાં પ્રશાંતવાહિતા, વિસભાગપરિક્ષય આદિને અસંગ-અનુષ્ઠાનના પર્યાયરૂપે બતાવ્યા છે. જ્યારે અહીં આ પછીના શ્લોક-૧૫માં તેને વીતરાગ પુરસ્કરણના પર્યાયરૂપે બતાવ્યા છે. તદુપરાંત તેનો “સમાપત્તિ' તરીકે પણ ઉલ્લેખ કર્યો છે. તેના ઉપરથી નક્કી થાય છે કે વીતરાગ સાથે તાદામ્ય સાધવું તે જ વીતરાગપુરસ્કરણ છે અને તે જ અસંગઅનુષ્ઠાન પણ છે. તથા શાસ્ત્રપુરસ્કરણ એ વચનઅનુષ્ઠાન છે.
6. मणाविव प्रतिच्छाया, समापत्तिः परात्मनः । क्षीणवृत्तौ भवेद् ध्याना-दन्तरात्मनि निर्मले ।।३०/३।।
क्षीणवृत्तेरभिजातस्येव मणेर्ग्रहीतृ-ग्रहण-ग्राह्येषु तत्स्थ-तदञ्जनता समापत्तिः ।। २/४१ ।।
- જ્ઞાનસારે || - પાતીયો સૂત્રે ||
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org