________________
અતીન્દ્રિયમાર્ગમાં આગમની મહત્તા અને મર્યાદા - ગાથા-૧૧
પ૧
અથવા અપેક્ષાએ “ગુરુકુળવાસમાં વસવું' તે મોટી આજ્ઞા છે, અને “સૂત્ર પરિસિ અને અર્થ પોરિસિનું પાલન કરવું વગેરે નાની આજ્ઞા છે. ગુરુકુળવાસમાં રહેવાથી ઘણીવાર કોઈક દોષોની સંભાવના રહે છે. વિવેક કેળવ્યા વગર કોઈ આવા દોષોને મોટા માની કોઈ ગુરુકુળવાસનો ત્યાગ કરે અને નિર્દોષ આહારનો કે વિશેષ પ્રકારના સ્વાધ્યાયનો આગ્રહ રાખે તો તેનાથી ક્યારેય તેનું હિત થતું નથી, ટૂંકમાં આત્મહિત, પ્રભુઆજ્ઞાને પૂર્ણરૂપે ઓળખી તેને અનુસાર પ્રવૃત્તિ કરવાથી થાય છે; સ્વચ્છંદ પ્રવૃત્તિથી નહિ.
ભગવાનની આજ્ઞા સર્વદા સૌ માટે એક સરખી હોતી નથી. કોઈક માટે ઉત્સર્ગ આજ્ઞા મહત્ત્વની બને છે, તો કોઈક માટે અપવાદની આજ્ઞા મહત્ત્વની બને છે. જેના માટે જે આજ્ઞા મહત્ત્વની હોય તેનું હિત તે આજ્ઞા આરાધવામાં જ સમાયેલું છે. કોઈકનું આત્મકલ્યાણ નિશ્ચયના માર્ગે થાય છે, તો કોઈકનું કલ્યાણ વ્યવહારના માર્ગે ચાલવાથી થાય છે. આ સર્વ બાબતો શાસ્ત્રના મર્મને સમજનારા ગીતાર્થ ગુરુભગવંતો જ જાણી શકે છે. આથી જ શાસ્ત્રમાં બે જ પ્રકારના વિહાર માન્ય રખાયા છે - એક ગીતાર્થનો વિહાર અને બીજો ગીતાર્થ નિશ્રિતનો વિહાર. ‘વિહાર' એટલે અહીં સંપૂર્ણ સાધુચર્યા સમજવી, સંપૂર્ણ યોગમાર્ગમાં વિહરણ સમંજવું.
સ્વયં જેઓ ગુરુ આદિ પાસેથી શાસ્ત્ર ભણેલા હોય અને તેના કારણે કયા સંયોગોમાં શું કરાય તેની જેને શાસ્ત્રીય સૂઝ હોય તેવા ગીતાર્થને વિહાર કરવાની સંમતિ છે તથા જેઓ હજુ શાસ્ત્ર ભણીને તૈયાર થયા ન હોય પરંતુ શાસ્ત્રને જાણનારા ગીતાર્થ જેમ કહે તેમ કરવાની જેઓની તૈયારી હોય, તેવા ગીતાર્થની નિશ્રાવાળાને શાસ્ત્ર વિહારની છૂટ આપે છે, કેમકે તેઓ ગીતાર્થ ન હોવા છતાં પણ વિકલ્પ વગર ગીતાર્થની આજ્ઞા અનુસાર પ્રવર્તતા હોય છે. તેના કારણે તેમનો સર્વ વ્યવહાર લાભ-અલાભ, ઉત્સર્ગ-અપવાદની જિનવચનાનુસારી વિચારણાપૂર્વકનો હોય છે. વળી ગીતાર્થ ગુરુની નિશ્રારૂપ ગુરુકુળવાસમાં રહેવાના કારણે તેઓ ગુરુવિનયપૂર્વક શાસ્ત્ર ભણી સ્વયં ગીતાર્થ પણ થઈ શકે છે.
આ સિવાય જેઓ સ્વયં ગીતાર્થ નથી અને ગીતાર્થની નિશ્રામાં પણ નથી તેવાઓને જૈનશાસનમાં
થાય તે માટે ગુરુના પાદસ્પર્શ કરસ્યો મા. વેગલા ઊભા રહી, બાણ નાખી ચેષ્ટા રહિત કરીને લેઈ આવો. પણિ ગુરુપાદસ્પર્શ કરયો તો ગુરુની અવજ્ઞા થર્યું. તેહનું પાપ મોટું લાગટ્યું. ઇતિ દૃષ્ટાંત. શબર રાજા ગુરુનો નાશ કરતો તથા પાદસ્પર્શ વારતો હતો. એને તેહવો વિવેક ગુરુકુલવાસ ત્યજીને શુદ્ધ આહાર ગવેષે છે તેહને તેહવો વિવેક જાણવો. ઇતિ ભાવ. યતઃ 'सुद्धंछाइसु जुत्तो गुरुकुलचागाइणेह विनेओ। सबर ससरक्ख पिच्छत्थघाय पायाछिवणतुल्लो.. ।।१।।
- ત ‘ધર્મરત્નપ્રશરણે.' [ગા. ૧૨૮ની વૃત્તિ] ૮૯ // - ગ્રંથકારશ્રી ઉ. યશોવિજયજી કૃત ૩૫૦ ગાથાના સ્તવનનો પ. પદ્મવિજયકૃત બાલાવબોધ. [૫. ૧૩] | समइपवित्ती सव्वा आणाबज्झ त्ति भवफला चेव । तित्थयरूद्देसेण वि न तत्तओ सा तदुद्देसा ।।८/१३ ।।
- પ્રગ્નીશ || સ્વછંદ મતિથી થનારી સર્વ પ્રવૃત્તિઓ જિનાજ્ઞા બાહ્ય હોવાથી સંસારમાં રખડાવનાર છે. કદાચ ભગવાનને ઉદ્દેશીને તે
પ્રવૃત્તિ થતી હોય તો પણ વાસ્તવમાં તે પ્રવૃત્તિ ભગવાનને ઉદ્દેશીને બનતી નથી. 3. गीयत्यो य विहारो, बीयो गीयत्थनिस्सितो भणिओ । इत्तो तइअविहारो नाणुन्नाओ जिणवरेहिं ।।११/३१।।
- પશીશ || જિનેશ્વરોએ એક ગીતાર્થ વિહાર અને બીજો ગીતાર્થ નિશ્રિતનો વિહાર કહ્યો છે. આનાથી ત્રીજો વિહાર જિનેશ્વરો વડે અનુજ્ઞાત નથી.
2.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org