________________
પર
અધ્યાત્મ ઉપનિષદ્ - ભાગ પહેલો, ૧-શાસ્ત્રયોગશુદ્ધિ અધિકાર
વિહરવાની છૂટ અપાઈ નથી. આવી વ્યક્તિઓના તપ-સંયમ આદિ સુંદર અનુષ્ઠાનો પણ આત્મહિત કરી શકતા નથી.”
આથી જ મોક્ષમાર્ગની સાધના કરવા ઇચ્છતા સાધકે પોતાની સર્વપ્રવૃત્તિ શાસ્ત્રાનુસારી બને તે માટે સૌ પ્રથમ ગુરુકુલવાસમાં રહી શાસ્ત્રજ્ઞ બનવું જોઈએ અને શાસ્ત્ર ભણીને શાસ્ત્ર વચનના ઉપયોગપૂર્વક સર્વ સાધ્વાચારનું પાલન કરવું જોઈએ. જ્યાં સુધી પોતે શાસ્ત્ર ભણીને ગીતાર્થ ન બની શકે ત્યાં સુધી શાસ્ત્રને જાણનાર ગીતાર્થની નિશ્રામાં રહેવું જોઈએ, તો જ તે આત્મકલ્યાણ કરી શકે છે. જેઓ સ્વયં ગીતાર્થ નથી કે ગીતાર્થની નિશ્રામાં પણ નથી, આમ છતાં સંયમજીવનના ઉત્કૃષ્ટ આચારોનું પાલન કરવાના કારણે “અમે બહુ સારા સંયમી છીએ તેથી અમારું આત્મકલ્યાણ નિશ્ચિત છે' તેવું અભિમાન કરે છે, તેઓ અજ્ઞાનમાં ખૂપેલાં છે અને પ્રાયઃ ગ્રંથિભેદ સુધી પણ પહોંચ્યા નથી, તો તેઓ ગુણસ્થાનકના ક્રમે આગળ વધી કેવળજ્ઞાન સુધીનું આત્મહિત કેવી રીતે પ્રાપ્ત કરી શકશે ?
અહીં એ પણ ખાસ ધ્યાનમાં રાખવું કે, જે સાધકો પ્રાથમિક કક્ષાના છે, જેમણે વૈરાગ્ય પામી સંયમજીવનનો સ્વીકાર પણ કર્યો છે અને જેમના હૈયામાં શાસ્ત્રવચનો અને શાસ્ત્રના જાણકાર ગીતાર્થ ગુરુભગવંતોના વચનો પ્રત્યેનો આદર ભાવ જીવંત અને ધબકતો છે, તેવા ગીતાર્થનિશ્રિત સાધકો પણ ક્ષયોપશમના અભાવે શાસ્ત્ર કે શાસ્ત્રજ્ઞોએ કહેલી વાતના મર્મને ન સમજવાને કારણે શાસ્ત્રાનુસારી ક્રિયા કરવાની પોતાની ભાવના સફળ કરી શકતા નથી. તેઓના તપ-સંયમ નકામા જતાં નથી, કેમ કે તેઓના હૈયામાં શાસ્ત્ર પ્રમાણે કરવાનો ભાવ છે. વળી કેટલાક સાધકો શાસ્ત્રાજ્ઞાને જાણે પણ છે અને તેઓની ભાવના પણ તેમ જ કરવાની હોય છે, છતાંય પ્રમાદવશ તેમ કરી શકતા નથી. આવા સાધકોને જો પોતે શાસ્ત્રાનુસારી પ્રવૃત્તિ નથી કરી શકતા તેનું ભારોભાર દુ:ખ અને રંજ હોય, સતત પોતાની સ્કૂલનાઓને સુધારવા પ્રયત્નશીલ હોય અને પોતાની ભૂલની સતત નિંદા, ગહ કરતા હોય તો તેમની પ્રવૃત્તિ પણ સંપૂર્ણ નિષ્ફળ જતી નથી. કારણ કે તેઓ પણ શાસ્ત્ર નિરપેક્ષ નથી પણ શાસ્ત્ર સાપેક્ષ છે, પરંતુ જેઓ શાસ્ત્રવચનની ઉપેક્ષા કરે છે તેમની તો સર્વ ક્રિયા નિષ્ફળ જ છે. ||૧૧||
4. परिणामो वि णियमा, आणाबज्झो न सुंदरो भणिओ । तित्थयरेऽबहुमाणासग्गहदुट्ठो त्ति तंतंमि ।। ५।।
- ૩૫શરદચ્ચે || જીવની રક્ષા કરવાના શુભ વિષયવાળો પરિણામ પણ જો આજ્ઞાનુસારી ન હોય તો તીર્થકરમાં અનાદર અને અસત્
આગ્રહથી કલંકિત હોવાથી શાસ્ત્રમાં તેને નિયમાં અસુંદર કહ્યો છે. 5. બાજુમાયં ગં તે વેવ ગુણ વયવં તુ || ૧/૧૦ ||
- ૩પશપરે || આજ્ઞાયુક્ત જે હોય તેને જ પંડિતોએ સ્વીકારવું જોઈએ. 6. ગીતારથ વિણ ભૂલા ભમતા કષ્ટ કરે અભિમાને, પ્રાય: ગ્રંથિ લગે નવિ આવ્યા તે ખંતા અજ્ઞાને... ઢાળ ૫ - ગાથા ૩
- મહામહોપાધ્યાયજી કૃત ૩૫૦ ગાથાનું સ્તવન //.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org