________________
પ0
અધ્યાત્મ ઉપનિષદ - ભાગ પહેલો, ૧-શાસ્ત્રયોગશુદ્ધિ અધિકાર
તર્કથી આત્મહિત સાધી શકાતું નથી, પરંતુ શાસ્ત્ર વચનને સમજવા માટે કરાતો તર્ક અને શાસ્ત્ર વચનને બાધ ન આવે એવો તર્ક જ આત્મહિતના માર્ગમાં ઉપયોગી નીવડે છે.
હવે આ જ વાતને આગળ વધારતા ગ્રંથકારશ્રી કહે છે કે, સામાન્યથી ભલે એવું કહેવાય કે, આત્મહિત સાધવા શુદ્ધ સંયમજીવનનું પાલન કરવું જોઈએ, પરંતુ તે શાસ્ત્રાજ્ઞા પૂર્વકનું હોય તો જ વાસ્તવમાં ઉપકારક બને છે. શાસ્ત્રાજ્ઞાની ઉપેક્ષા કરી નિર્દોષ આહાર, નવકલ્પી વિહાર કે ઉત્કૃષ્ટ તપ આદિ જેવા ઉત્તમ સાધ્વાચારો પણ આત્મહિતકર થતા નથી, કેમ કે, “સર્વ પ્રવૃત્તિ શાસ્ત્રાજ્ઞા સાપેક્ષ કરવી” એ બળવાન આજ્ઞા છે અને “શુદ્ધ ભિક્ષાદિરૂપ સાધ્વાચારનું પાલન કરવું તે અપેક્ષાએ ખૂબ નાની આજ્ઞા છે. બળવાન આજ્ઞાની ઉપેક્ષા કરી આવી નાની આજ્ઞાના પાલન માટેનો યત્ન સાધક માટે ક્યારેય હિતકારી થતો નથી.
આ જ વાતને ગ્રંથકારશ્રીજી એક દૃષ્ટાંત દ્વારા સમજાવે છે. એક ભીલ રાજાએ એવું સાંભળ્યું હતું કે ‘તપસ્વી ઋષિઓને પગ લગાડવાથી મોટો અનર્થ થાય છે.” તેથી તે દઢ આગ્રહપૂર્વક તે મર્યાદાનું પાલન કરતો હતો. હવે એકવાર તેને એક શરીરે ભસ્મ લગાડનાર ભૌત ગુરુ પાસેથી મોરપીંછનું છત્ર જોઈતું હતું. ભૌતગુરુએ તે આપવાની ના પાડી તેથી ભીલ રાજાએ તેના સૈનિકોને આદેશ કર્યો કે “ભૌતગુરુની પાસેથી કોઈ પણ રીતે મોરપીંછનું છત્ર લઈ આવો, પરંતુ ખાસ ધ્યાન રાખજો કે ગુરુને તમારો પગ ન લાગી જાય. સૈનિકો ગુરુ પાસે ગયા, પરંતુ ગુરુએ તેમને પણ મોરપીંછનું છત્ર ન આપ્યું તેથી સૈનિકોએ તો દૂરથી બાણનો પ્રહાર કરી ગુરુને મારી નાંખ્યા. આમ ભીલરાજા ગુરુને પગનો સ્પર્શ કરવારૂપ નાના પાપથી તો બચી શક્યો; પરંતુ તેણે ગુરુહત્યાનું ગોઝારું પાપ વહોરી લીધું. વિવેક ન હોવાને કારણે પાપથી બચવાનો ભાવ હોવા છતાં તે પાપથી બચી ન શક્યો.
ભીલરાજાની જેમ આત્મહિતની ઇચ્છાવાળા સાધક માટે પણ “સર્વ ક્રિયા શાસ્ત્ર સાપેક્ષપણે કરવી' - તે મોટી આજ્ઞા છે અને “શદ્ધભિક્ષા ગ્રહણ કરવી' વગેરે અનેક શાસ્ત્ર-આજ્ઞાઓ પૈકીની એક નાની આજ્ઞા છે. 1. તુલના :
ભૌત પ્રતે જિમ બાણે હણતા, પગ અણફરસી સબરા રે ગુરુ છોડી આહારતણો ખપ, કરતા તિમ મુનિ નવરા રે... શ્રી જિન બા) તથા ભૌત પ્રતૈ૦ = બૌદ્ધ [3] પ્રતેં જિમ બાણું કરીને હણતાં પીછું લેવાને માટે પણ પગ ફરસીને એતલે પગ ફરસતાં પાપ લાગે, તે માટે શબરા ક0 શબર નામના રાજા, તેહની પર=ગુરુકુલવાસી છાંડિનેં આહારનો ખપ કરતા એતલે શુદ્ધમાન આહાર ખોલતા મુનિને નવરા જાણવા એતલે નિકામા જાણવા. ઇતિ ગાથાર્થ. ભાવાર્થ તો કથાથી જાણીઇ. તદ્યથા : કોઈક સન્નિવેશને વિષે શબરનામા રાજા તે બૌદ્ધનો ભક્તિવંતો થતો હવો, તેહને ઘરિ બૌદ્ધ ગુરુ આવતો હવો, માથા ઉપરે મયૂરપિચ્છનો છત્ર અતિ અદ્ભુત શોભાવંત ધરાવતો હવો, રાજાઇ આદર સન્માન દૈઇ આસને બેસાર્યો. તે રાજાની રાણીછે દીઠો. છત્ર પણ મયૂરના ચંદ્ર તેણે કરીને ચગવગાટ કરતું દીઠું. તે છત્ર, કુતૂહલ પામી થકી, રાણી માગતી હવી. તે દેશમાં મયૂર નથી તે માટે અચરિજ. તે બૌદ્ધઇ ન આપ્યું. ઊઠીને પોતાને ઠેકાણે જાતો રહ્યો. હવે રાણી ભોજન ન કરે. રાજાએ પૂછ્યું. જે ‘ભોજન સ્યા માટે નથી કરતી ?તિવારૅ રાણી બોલી જે “એ છત્ર આવે તો ભોજન કરું.’ તિવારૅ રાજાએ છત્ર માગે પણિ આપે નહીં. તિવારે સ્નેહરાગ અતિ દુર્ધર છે. તે માટે રાણીને સ્નેહે કરી રાજાઇ પોતાના સુભટને હુકમ કર્યો જે ‘બલાત્કારે એ છત્રપિચ્છ લેઇ આવો', તિવારે સુભટ બોલ્યો કે “એ પોતે જીવતાં તો નહીં આપે. કાંય પ્રહાર કરીશું તો આપે, નહીંતર પ્રહાર કરીને બલાત્કારેં લાવીશું.’ તિવારેં રાજા બોલ્યો કે “એ ગુરુની આશાતના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org