________________
અતીન્દ્રિયમાર્ગમાં આગમની મહત્તા અને મર્યાદા - ગાથા-૧૦
અવતરણિકા :
આગમ અને યુક્તિ બંનેનો સહારો લેવામાં આવે તોપણ આત્માદિ અતીન્દ્રિય પદાર્થના માત્ર અસ્તિત્વનો જ બોધ થાય છે” - પૂર્વ શ્લોકની આ વાત જાણી જિજ્ઞાસા થાય છે, તે બોધ પૂર્ણ હશે કે અપૂર્ણ ? – આવી જિજ્ઞાસાને સંતોષવા ગ્રંથકારશ્રી જણાવે છેશ્લોક :
अन्तरों केवलज्ञानं छद्मस्थाः खल्वचक्षुषः ।
हस्तस्पर्शसम शास्त्रज्ञानं तद्व्यवहारकृत् ॥१०॥ શબ્દાર્થ :
૧/૨. વસ્ત્રજ્ઞાનં મન્તરી - કેવલજ્ઞાન વિના ૩. છેવસ્થા: - છબસ્થો ૪. વહુ સાસુષ: - ખરેખર ચક્ષુ વિનાના છે. ૫. હસ્તપર્શH - હાથના સ્પર્શ તલ્ય ૬. શાસ્ત્રજ્ઞાનં – શાસ્ત્રજ્ઞાન ૭. તત્વ્યવહારનું - તેના = અતીન્દ્રિય પદાર્થોના વ્યવહારને કરનારું છે.
શ્લોકાર્થ :
કેવળજ્ઞાન વિનાના છદ્મસ્થ જીવો ખરેખર ચક્ષુ વિનાના છે. (તેમના માટે) શાસ્ત્રથી મેળવેલું અતીન્દ્રિય પદાર્થનું જ્ઞાન હાથના સ્પર્શથી થતાં પદાર્થના જ્ઞાન જેવું છે. અંધ જેમ હાથથી સ્પર્શ કરી વ્યવહાર કરે છે તેમ આ જ્ઞાન પણ વ્યવહાર કરાવનારું છે. ભાવાર્થ : "
કેવળજ્ઞાન વિનાના છદ્મસ્થ જીવો અંધ સમાન છે. અંધ વ્યક્તિ જેમ સ્પર્શ આદિ દ્વારા આ વસ્તુ છે, તેવો નિર્ણય કરી, પોતાનો વ્યવહાર ચલાવી શકે છે, પણ તેને તે પદાર્થના રંગ-રૂપ આદિનો કોઈ વિશેષ બોધ થતો નથી. તેની જેમ આગમ અને અનુમાન દ્વારા છમસ્થ જીવો આત્મા વગેરે અતીન્દ્રિય પદાર્થો છે, તેવું નક્કી કરી સાધના ચોક્કસ કરી શકે છે, પણ કેવળજ્ઞાન વિના આત્મતત્ત્વનું સ્પષ્ટ દર્શન કરી શકતા નથી. વિશેષાર્થ :
આગળના શ્લોકમાં જણાવ્યું તેમ આત્મા વગેરે અતીન્દ્રિય પદાર્થોનો બોધ કરવા માટે આગમ અને યુક્તિ સંપૂર્ણ દૃષ્ટિરૂપ છે. આમ છતાં આગમ કે યુક્તિ દ્વારા આત્માદિ પદાર્થો છે અને સામાન્યથી તેમનું આવું સ્વરૂપ છે તે જાણી શકાય છે, પરંતુ કેવળજ્ઞાન દ્વારા આત્માદિનો જેવો પૂર્ણ બોધ થાય તેવો બોધ તો આગમ કે યુક્તિ દ્વારા નથી જ થતો. કેવળી આત્માદિ પદાર્થોને જે રીતે સ્પષ્ટપણે જોઈ શકે છે. હરપળ તેની અનુભૂતિ કરી શકે છે તે બોધ કે પ્રતીતિ ચૌદપૂર્વનું જ્ઞાન જેને પ્રાપ્ત થયું છે તેવા શાસ્ત્રજ્ઞાની કે અનેક યુક્તિપ્રયુક્તિઓને જાણનાર વિદ્વાન પણ કરી શકતા નથી. તેથી શાસ્ત્રજ્ઞાની વિદ્વાનો પણ આત્માદિનું સ્પષ્ટ દર્શન કરવા માટે તો અંધ જેવા જ છે. અંધ બે પ્રકારના હોય છે : (૧) ઘડાયેલા કે સદ્-અંધ અને (૨) અણઘડ કે અસદ્અં ધ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org